)
સરકાર સામે વધુ એક સંગઠન આંદોલન મોરચો ખોલ્યો. ફિક્સ પે મામલે કર્મચારીઓ લડતના મૂડમા. સોશિયલ મીડિયામાં આંદોલનને લઈ મેસેજ. આંદોલનના પગલે સચિવાલય બહાર પોલીસ બંદોબસ્ત. સચિવાલય જવાના રસ્તાઓ પર બેરીકેટિંગ. ફિક્સ પે નીતિથી યુવાનોનું શોષણ થતું હોવાનો દાવો.
સુરત શહેરમાં પિતાની હત્યા કરનાર આરોપી દીકરીની પોલીસે ધરપકડ કરી. અમરોલી કોસાડ આવાસ એચ-૫ ખાતે ઘરેલુ ઝઘડામાં દીકરીએ પિતાની હત્યા કરી હતી. ઘર કામ બાબતે મૃતક સાથે તેની ૨૨ વર્ષીય દિકરી કાજલ ઉર્ફે વિક્રમ બોલાચાલી થઈ હતી. ઝઘડો થતા કાજલ પાસેનો મોબાઇલ તેના પિતા રમેશસિંગ કૈલાસસિંગ રાજપુતએ ફેકી દીધો હતો. કાજલ ઉર્ફે વિક્રમે ગુસ્સામા આવી તેના પિતાને કુકરના ઢાંકણથી માથામાં તથા છરીથી પેટના ભાગે ઘા મારી દીધા હતા. ગંભીર જીવલેણ ઇજા પહોંચાડી પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે પિતાની હત્યા કરનાર આરોપી પુત્રીની ધરપકડ કરી. હત્યાનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
જેલની અભેદ સુરક્ષામાં ફરી ગાબડું. કેદીના અન્ડરવેરમાંથી મળ્યો મોબાઈલ. વિવાદોથી ઘેરાયેલી લાજપોરજેલમાંથી ફોન મળવાનો સીલસીલો જારી. જેલમાં મહિનામાં 25 મોબાઇલ મળ્યા હતા. આ મોબાઈલ જેલમાં કેવી રીતે પહોંચ્યા તે હજુ રહસ્ય. બેરેક નંબર એક પાસે કેદીની હિલચાલ શંકાસ્પદ જોવા મળી હતી. કેદીના અડરવેરમાંથી ગ્રે કલરનો કેચોડા કંપનીનો સીમકાર્ડ વગરનો એક મોબાઇલ મળી આવ્યો. દિનેશભાઈ છોટુ રામ ખીલાડી યાદવ પાસેથી મોબાઇલ મળ્યો. સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી.
મહેસાણામાં SPG સંમેલનમાં ગણપત યુનિવર્સિટીના ચેરમેન ગણપતભાઈ પટેલનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે, સારા કર્મોથી આપણે આગળ આવવું જોઈએ. બેટી બચાવો બેટી પઢાવો કરતા પેઢી બચાવોની જરૂર છે. આપણે વ્યસનથી દૂર રહેવું પડશે. પાટીદારો ગામડાઓમાં રહેતા હતા અને મજૂરી કરતા હતા. આપણે આર્થિક સધ્ધર થઈ ગયા છીએ અને વ્યસની પણ થઈ ગયા છે. આવનારી પેઢીને બચાવવા માટે આગળ આવવું પડશે. આપણે દારૂ અને ડ્રગ્સના વ્યસને ચડી ગયા છીએ. પાટીદારના દીકરાઓ દારૂડિયા થઈ ગયા છે અને બીજી બાજુ દીકરીઓ ગોલ્ડ મેડલ મેળવી રહી છે. આપણે ઘેરઘેર જઈને આ બધા દુષણો દૂર કરવા પડશે. સમાજના આગેવાનોએ આ કામ કરવું પડશે.
સુરતમાં ડબલ મર્ડર પર મોટો ખુલાસો થયો છે. ફ્રી ફાયર ગેમમાં ઝઘડો થતા હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. ત્રણ હત્યારાઓએ મળીને હત્યા કરી. તમામ હત્યારા પણ નાની વયના.નઘર બહાર ગેમ રમી રહ્યા હતા ત્યારે જ હત્યાને અંજામ આપ્યો. પરિવારે ન્યાયની માંગ કરી. ડબલ મર્ડર ની ઘટના બનતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.
રાજકોટ દારૂપાર્ટી મામલે આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે રાજકોટની દારૂ પાર્ટીને પોલીસ અને મીડિયા દ્વારા એ રીતે રજુ કરવામાં આવી જાણે આ ગુજરાતના ઇતિહાસની પહેલી ઘટના હોય. પોલીસે સમાજના સંપન્ન વર્ગના લોકોની બદનામ કરવાની અને તોડ કરવાની દુકાન ખોલી. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસ ભાજપના નેતાઓ સાથે મળીને તોડ કરવાની કામગીરી કરે છે. પોલીસે તોડ કરાવવા માટે બહેનો દીકરીઓની પરેડ કરાવી. હંમેશા પીનારા લોકો જ કેમ પકડાય છે? વેચનારા લોકો કેમ પકડાતા નથી? તેમણે કહ્યું કે, દારૂબંધી હોય એવા રાજ્યમાં દારૂ મળવાથી ગૃહમંત્રીની બદનામી થવી જોઈએ કે પછી બે ગ્લાસ પીવાવાળા લોકોની બદનામી થવી જોઈએ? ભાજપના ખેસ પહેરીને હજારો બુટલેગરો ખુલ્લેઆમ ભાજપના હોદ્દા લઈને બેઠા છે. કોઈપણ જીઆઇડીસીમાં રાત્રે જાઓ તો ત્યાં બેફામ દારૂ વેચાતો હોય છે, પોલીસની જેલ ટૂંકી પડે એટલા લોકો રાત્રે દારૂ પીને ફરતા હોય છે.
સાણંદ તાલુકામાં એક કમકમાટી હત્યાનો બનાવ સામે આવ્યો છે. વીંછિયા ગામે પોતાના બાપે જ 10 વર્ષીય દીકરાની કરી હત્યા. પહેલા ઘર બહાર ઊંચો કરી પછાડ્યો પછી લાકડીથી જોરથી પ્રહાર કરી હત્યા કરી. હત્યાનો બનાવ બનતા જ સાણંદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી. વધુ તપાસ માટે બનાવની જાણ થતા સાણંદ DYSP નીલમ ગોસ્વામી દોડી આવ્યા. પોલીસે હત્યા કરવા માટે વાપરેલ લાકડીને જમા કરી. સાણંદ પોલીસે હત્યારા બાપ નરેશભાઈ કો.પટેલની અટકાયત કરી છે. હાલ સમગ્ર ઘટનાને મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ સાણંદ પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે. આ બનાવ બનતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઈ છે.
રાજકોટના સરાઝા હોટેલ હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી કેસમાં પોલીસની તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. દારૂની મહેફિલ યોજાઈ હોવાના મામલે હવે પોલીસ દ્વારા કેટરિંગ સ્ટાફ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. સરાઝા હોટેલમાં કેટરિંગની કામગીરી સાથે સંકળાયેલા 15થી વધુ કર્મચારીઓને પોલીસે અટકાયતમાં લીધા છે. પોલીસના પ્રાથમિક તપાસમાં કેટરિંગ સ્ટાફ દ્વારા પાર્ટીમાં દારૂ પીરસવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. જેના પગલે પોલીસે કેટરિંગ સ્ટાફની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.બીજી તરફ, અટકાયત કરાયેલા તમામ કેટરિંગ કર્મચારીઓને મેડિકલ તપાસ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તમામના મેડિકલ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલના પ્રી-બર્થડે સેલિબ્રેશન દરમિયાન દારૂની મહેફિલ યોજાઈ હોવાનો પોલીસનો આરોપ છે. આ મામલે અગાઉ 76 જેટલા મહિલા અને પુરુષોને મેડિકલ તપાસ માટે ખસેડવામાં આવ્યા હતા. હવે કેટરિંગ સ્ટાફની અટકાયત થતાં સમગ્ર કેસમાં નવા ખુલાસા થવાની શક્યતા છે. ત્યારે સવાલ એ છે કે દારૂની મહેફિલમાં કોણે દારૂ પીરસ્યો અને આ પાર્ટીના આયોજનમાં કોની કોની ભૂમિકા હતી? તે દિશામાં પોલીસ તપાસ આગળ વધી રહી છે.
કચ્છમાં ભૂકંપના આંચકાનો દોર શરૂ. એક દિવસ અગાઉ 3.31 કલાકે લખપત નજીક અને આજે વહેલી સવારે 2.04 વાગે ધોળાવીરામાંભૂકંપનો આંચકો અનુભવાયો. રિક્ટરસ્કેલ પર 3.1 અને 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકા NNE માં નોંધાયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 97 કિલોમીટર દૂર નોંધાયું.
સુરત ઉધના વલસાડ સહિતના છ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટ પર પાબંધી. 15 મી નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટ અપાશે નહીં. ટિકિટ કાઉન્ટરની સાથે યુ ટી એસ અને ATVM પર પણ ટિકિટ નહીં મળે. રેલવે સ્ટેશન ઉપર બિનજરૂરી ભીડ ન થાય તે માટે રેલ્વેનો મહત્વનો નિર્ણય.
જીએસટી આવક રૂ. બે લાખ કરોડને પાર પહોંચી. તહેવારોની મોસમે સરકારી ખજાનામાં ધનવર્ષા કરી છે અને ઓક્ટોબર મહિનામાં જીએસટી કલેક્શન રૂ. 2.31 લાખ કરોડને પાર પહોંચ્યું છે. ઓક્ટોબર માસનું જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે લગભગ 23 ટકાની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઝડપી છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર સુધીના સાત મહિનામાં સરકારે કુલ રૂ. 18.78 લાખ કરોડની આવક મેળવી છે. નાણાંત્રાલયના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2026 ના રેકોર્ડ બાદ ઓક્ટોબર મહિનો અત્યાર સુધીનો બીજો સૌથી વધુ જીએસટી આવક આપનાર મહિનો બન્યો છે. બજારમાં તહેવારોની મોસમને કારણે વધેલી માંગ અને આયાતમાંથી મળેલી આવકને લીધે જીએસટી સંગ્રહમાં 22.90 ટકાનો જબરદસ્ત વધારો નોંધાયો છે.
સુરતના નાનપુરા માર્કેટ વિસ્તારમાં બે યુવકોની ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. મૃતક બંને સગીર હોવાની ચર્ચા. હત્યારાઓ ઘટનાને અંજામ આપી ફરાર.ઘટનાની જાણ થતાં જ અઠવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે. હત્યા પાછળનું ચોક્કસ કારણ અકબંધ.પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ તેજ કરી.
સુરત જિલ્લાના કામરેજના નવી પારડી ખાતે પિકઅપ બોલેરોની અડફેટે બાળકનું મોત થયું છે. બાળક રસ્તા પર રમી રહ્યો હતો તે દરમિયાન રિવર્સ આવી રહેલી પિકઅપ બોલેરોએ તેને અડફેટે લીધો હતો. અકસ્માતમાં બાળકને માથા, પેટ અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થતાં મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. કામરેજ પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે એક નવી ભેટ આપી છે. એકતાનગરમાં નર્મદા નદી પર પ્રવાસનના આકર્ષણમાં વધારો કરતી 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી નવી એકતા ક્રૂઝનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અગાઉ 250 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ કાર્યરત હતી, ત્યારે હવે વધુ ક્ષમતા ધરાવતી નવી ક્રૂઝ પ્રવાસીઓને નવો અનુભવ કરાવશે.ખાસ વાત એ છે કે નર્મદા નદીની વચ્ચે ક્રૂઝની સફર દરમિયાન પ્રવાસીઓને સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વવિખ્યાત પ્રતિમાને નજીકથી નિહાળવાની અનોખી તક મળશે.
Body Summary: Gujarat Breaking News Live:Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં મોટા અકસ્માતો, ગુજરાતના હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર, પળે પળની અપડેટ્સ અને બ્રેકિંગ અપડેટ્સ માટે Z 24 Kalakના લાઈવ બ્લોગ સાથે સાથે જોડાયેલા રહો...