• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: આજથી વિક્રમ સંવત 2083ની શરૂઆત, સોના-ચાંદીના ભાવમાં ફરી ભાવ વધારો, PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત
Live Now

Gujarat News Live: આજથી વિક્રમ સંવત 2083ની શરૂઆત, સોના-ચાંદીના ભાવમાં ફરી ભાવ વધારો, PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 10 નવેમ્બરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByKinjal Patel
Published: Nov 10, 2026, 08:27 AM IST|Updated: Nov 10, 2026, 08:41 AM IST
joinshare
Gujarat News Live: આજથી વિક્રમ સંવત 2083ની શરૂઆત, સોના-ચાંદીના ભાવમાં ફરી ભાવ વધારો, PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત
10 Nov 2026 08:41 IST
share

Gujarat News Live: ગુજરાતના નિકાસ ક્ષેત્રને વેગ આપવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યના નિકાસ ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ ગાંધીનગર ખાતે મુખ્ય કાર્યાલય ધરાવતી સંપૂર્ણપણે રાજ્ય સરકારની માલિકીની 'ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ' ની સત્તાવાર સ્થાપના કરવામાં આવી છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બનેલું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ કાઉન્સિલનું સમગ્ર સંચાલન સંભાળશે. આ કાઉન્સિલ દ્વારા રાજ્યના MSME, સ્ટાર્ટઅપ્સ અને સ્થાનિક ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચવામાં મદદ કરવામાં આવશે. આ ઉપરાંત, દરેક જિલ્લામાં નિકાસ વધારવા માટે 'ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન' તૈયાર કરાશે, જેથી ગુજરાતની પ્રોડક્ટ્સને ગ્લોબલ બ્રાન્ડ બનાવી શકાય અને આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાય.

10 Nov 2026 08:41 IST

Gujarat News Live: દિવાળી પર સુરતમાં એક જ દિવસમાં ૩,૫૬૯ મેટ્રિક ટન કચરો એકત્ર, મનપાએ ગણતરીના કલાકોમાં કરી સફાઈ

દિવાળીના તહેવાર દરમિયાન સુરત શહેરમાં સફાઈ જાળવવી સુરત મહાનગરપાલિકા માટે મોટો પડકાર બની રહી હતી. દિવાળીના એક જ દિવસમાં શહેરમાંથી કુલ ૩,૫૬૯ મેટ્રિક ટન કચરો નીકળ્યો હતો, જે સામાન્ય દિવસોની સરખામણીએ ૭૫૯ મેટ્રિક ટન વધુ છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મનપા દ્વારા રાત્રી દરમિયાન પણ વિશેષ સફાઈ કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી હતી. કર્મચારીઓની ત્વરિત કામગીરીને કારણે ગણતરીના કલાકોમાં જ શહેરના તમામ મુખ્ય રોડ-રસ્તા સાફ કરીને ચમકાવી દેવામાં આવ્યા હતા.

10 Nov 2026 08:40 IST

Gujarat News Live: કચ્છના નારાણપર નજીક કાર-બાઇક વચ્ચે ગંભીર અકસ્માત: 2ના મોત, ઉશ્કેરાયેલા ટોળાએ કાર સળગાવી

કચ્છના ભુજ તાલુકાના નારાણપર નજીક કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ૨ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૧ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને મામલો તંગ બન્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર કારમાં આગ ચાંપી દેતાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ માનકુવા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ થાળે પાડી હતી અને મૃતદેહોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત (રાઉન્ડઅપ) કરીને આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.

10 Nov 2026 08:40 IST

Gujarat News Live: વિશ્વ પ્રસિદ્ધ ખોડલધામ મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

નવા વર્ષની શરૂઆત ભક્તોએ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને કરી હતી. રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. નવા વર્ષના પ્રથમ દિવસે માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી,એટલું જ નહીં, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીએ પણ ખોડલધામ મંદિરે પધારી મા ખોડલના દર્શન કર્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,.....

10 Nov 2026 08:40 IST

Gujarat News Live: નવા વર્ષના પ્રથમ દિવસે વાવ-થરાદમાં ભક્તિનો માહોલ: ઢીમા ધરણીધર મંદિરે શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટ્યું

નવા વર્ષના પ્રથમ દિવસે વાવ-થરાદ જિલ્લામાં વહેલી સવારથી જ શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના નવા વર્ષની મંગલ શરૂઆત મંદિરોમાં દેવદર્શન અને આશીર્વાદ મેળવીને કરી રહ્યા છે. ધરણીધર તાલુકાના ઢીમા ગામે આવેલા સુપ્રસિદ્ધ ભગવાન ધરણીધરના મંદિરે વહેલી સવારથી જ દૂર-દૂરથી આવતા ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે, જેના કારણે સમગ્ર મંદિર પરિસર 'જય ધરણીધર'ના નાદથી ગુંજી ઊઠ્યું છે. સામાજિક અગ્રણીઓ, રાજકીય આગેવાનો અને સ્થાનિક નાગરિકો પણ દાદાના દર્શન કરી નવા વર્ષમાં સુખ-શાંતિની પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી રહ્યા છે.

10 Nov 2026 08:39 IST

Gujarat News Live: નૂતન વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અડાલજ ત્રિમંદિરે દર્શન: રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના

આજથી વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષનો પાવન પ્રારંભ થયો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજ ખાતે આવેલ ત્રિમંદિર પહોંચીને દાદા ભગવાનના દર્શન કરી નવા વર્ષની મંગલ શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી દર વર્ષે નૂતન વર્ષના શુભ દિવસે ત્રિમંદિર ખાતે શીશ નમાવીને આશીર્વાદ મેળવવાની પરંપરા જાળવી રાખે છે. આ અવસરે તેમણે સમગ્ર ગુજરાત રાજ્યના કલ્યાણ, શાંતિ, સુખ અને ઉત્તરોત્તર સમૃદ્ધિ માટે પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી હતી અને દર્શનાર્થીઓ તથા નાગરિકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

10 Nov 2026 08:39 IST

Gujarat News Live: પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવ્યા નૂતન વર્ષાભિનંદન: સુખ, શાંતિ અને સમૃદ્ધિની કરી કામના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર ખાસ પોસ્ટ શેર કરીને દેશવાસીઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું, "Happy New Year...!!! નૂતન વર્ષાભિનંદન...!!! નવા વર્ષની શુભ શરૂઆત આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની નવી આશાઓ લઈને આવે એવી હાર્દિક શુભકામનાઓ." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આપ સૌનું જીવન ઉત્તમ સ્વાસ્થ્ય, આનંદ અને ઉત્સાહથી છલકાય એવી ઈશ્વર ચરણોમાં પ્રાર્થના. વડાપ્રધાનના આ સંદેશથી દેશભરના નાગરિકોમાં નવા વર્ષનો ઉત્સાહ અને આનંદ બેવડાયો છે.

નૂતન વર્ષાભિનંદન…!!! નવા વર્ષનો આ પાવન પ્રારંભ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીની નવી આશાઓ લઈને આવે. સૌનું જીવન ઉત્તમ આરોગ્ય, ઉમંગ અને ઉત્સાહથી છલકાતું રહે, એવી હૃદયપૂર્વક શુભકામનાઓ!

— Narendra Modi (@narendramodi) November 10, 2026

10 Nov 2026 08:39 IST

Gujarat News Live: PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત: શાંતિ અને કૂટનીતિ પર મુકાયો ભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી હતી. આ ચર્ચા દરમિયાન બંને નેતાઓએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની વર્તમાન સ્થિતિ અને તેના પ્રાદેશિક તથા વૈશ્વિક અસરો અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ ભારતનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે કોઈપણ વિવાદનો ઉકેલ માત્ર વાતચીત અને કૂટનીતિ (ડિપ્લોમસી) દ્વારા જ શક્ય છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસોમાં સક્રિય યોગદાન આપવા માટે હંમેશા તૈયાર છે.

10 Nov 2026 08:38 IST

Gujarat News Live: સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ભાવવધારો: સોનું ૧.૪૩ લાખ અને ચાંદી ૧.૮૭ લાખને પાર

બુલિયન માર્કેટમાં આજે ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળ્યો છે, જેના લીધે સોના અને ચાંદીના ભાવ નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. સ્થાનિક બજારમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૧,૪૩,૦૦૦ ને પાર કરી ગયો છે, જ્યારે ૧ કિલો ચાંદીનો ભાવ વધારા સાથે રૂ. ૧,૮૭,૦૦૦ ની સપાટી વટાવી ચૂક્યો છે. વૈશ્વિક પરિબળો અને મજબૂત માંગને કારણે કિંમતી ધાતુઓમાં આવેલી આ જોરદાર તેજીથી રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે ખરીદદારો માટે કિંમતો ચિંતાનો વિષય બની છે.
 

10 Nov 2026 08:38 IST

Gujarat News Live: આજથી વિક્રમ સંવત 2083ની શરૂઆત, નવું વર્ષ સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે તેવી શુભકામના

આજથી કારતક સુદ એકમ એટલે કે વિક્રમ સંવત 2083 ની પવિત્ર શરૂઆત થઈ રહી છે. આ નવું વર્ષ આપ સૌના જીવનમાં અઢળક સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે એવી હાર્દિક શુભકામનાઓ! Z 24 કલાક પરિવાર તરફથી આપ સૌને સાલ મુબારક અને નૂતન વર્ષાભિનંદન. આવો, આ નવા વર્ષે નવા સંકલ્પો સાથે જીવનમાં સકારાત્મકતા અને પ્રગતિનો સંચાર કરીએ.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News
Gujarat News

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..