SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રામભક્તો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત: અયોધ્યામાં ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે બનશે 80 કરોડના ખર્ચે આધુનિક યાત્રી નિવાસ

Gujarati News: અયોધ્યા ખાતે દર્શનાર્થે જતા ગુજરાતના રામભક્તો માટે રાજ્ય સરકારે સોનેરી ભેટ આપી છે. અયોધ્યામાં ગુજરાતના પ્રવાસીઓ માટે રૂ. 80.25 કરોડના ખર્ચે અત્યાધુનિક 'યાત્રી નિવાસ'નું નિર્માણ કરાશે. યાત્રી નિવાસમાં 308 બેડની ક્ષમતા ધરાવતા વિવિધ પ્રકારના રૂમ અને 864 સીટીંગ કેપેસીટીનો વિશાળ હોલ ઉપલબ્ધ કરાશે.

Written By Kinjal Patel
Published: Oct 08, 2026, 09:15 AM IST | Updated: Oct 08, 2026, 09:22 AM IST
Join

Gujarati News: ગુજરાતમાંથી અયોધ્યા દર્શનાર્થે જતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને સર્વશ્રેષ્ઠ સુવિધા, આતિથ્ય અને દિવ્ય અનુભવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અયોધ્યા ખાતે ભવ્ય યાત્રી નિવાસ તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અયોધ્યા ખાતે નિર્માણાધીન ટાઉનશીપમાં કુલ ૬૯૨૯.૨૮ વર્ગ મીટર જમીન વિસ્તારમાં રૂ. ૮૦.૨૫ કરોડના ખર્ચે ભવ્ય ‘યાત્રી નિવાસ’ સુવિધા વિકસાવવામાં આવશે.

સિનેમા જગતમાં ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ; જાણીતા અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન: ગોવામાં ઘરે આવ્યો હાર્ટ એટેક

અત્યાધુનિક યાત્રી નિવાસ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આકાર પામી રહેલા આ અત્યાધુનિક યાત્રી નિવાસમાં ૩૦૮ બેડની ક્ષમતા ધરાવતા વિવિધ પ્રકારના રૂમ અને ૮૬૪ સીટીંગ કેપેસીટીવાળો વિશાળ હોલ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત રિસેપ્શન સેન્ટર, વિઝીટર લાઉન્જ, સોવેનીયર શોપ, મલ્ટીપર્પઝ હોલ, ઓડીટોરિયમ, મીટીંગ રૂમ, ડાઈનીંગ એરિયા, ટેરેસ ગાર્ડન, ડિજિટલ ડિસ્પ્લે અને આકર્ષક લેન્ડસ્કેપિંગ જેવી અધતન સુવિધાઓથી આ સંકુલ સજ્જ કરવામાં આવી રહ્યું છે. આ યાત્રી નિવાસનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને આગામી એક વર્ષમાં આ યાત્રી નિવાસ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે.

ગુજરાત સરકારે પ્રવાસન ક્ષેત્રે ગૌરવવંતી પહેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ષ ૨૦૨૪ માં અયોધ્યા ખાતે શ્રી રામચંદ્રજી ભગવાનના નવસર્જિત ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ અને રામભક્તો દર્શનાર્થે પધારી રહ્યા છે. શ્રદ્ધાળુઓના પ્રવાહને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પ્રવાસન ક્ષેત્રે ગૌરવવંતી પહેલ કરી છે.

Gujarat News Live: ગુજરાતમાં ફરી એકવાર માવઠાની ઘાત, પોરબંદર ટ્રેનમાંથી ઝડપાઈ 20 કિલો ચાંદી, જયેશ રાદડિયાએ વિરોધીઓ પર વરસ્યા

આધ્યાત્મિક સેતુને વધુ મજબૂત બનાવનારું ઉત્કૃષ્ટ પ્રતીક
ગુજરાત સરકારની આ જનકલ્યાણ અને શ્રદ્ધા-કેન્દ્રિત પહેલથી અયોધ્યા આવતા ગુજરાતના પ્રવાસીઓ માટે ઘર જેવી સુખ-સુવિધા સુનિશ્ચિત થશે. આ યાત્રી નિવાસ માત્ર એક આવાસ નથી પરંતુ ગુજરાત અને અયોધ્યા વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સેતુને વધુ મજબૂત બનાવનારું ઉત્કૃષ્ટ પ્રતીક બનશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES