)
ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ મેદાનમાં. કોંગ્રેસમાં જોડાવાની વાતચીત વચ્ચે કોંગ્રેસ ઉમેદવારના પ્રચાર કાર્ય શંકરસિંહ વાઘેલાએ શરૂ કર્યું. મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારના કોંગ્રેસના ઉમેદવારો માટે બાપુએ પ્રચાર કર્યો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસના નેતાઓ સાથે શંકરસિંહ વાઘેલા પણ નજરે પડ્યા.
સુરતના ન્યુ સિટીલાઈટ વિસ્તારની ઘટના સામે આવી છે. મોડી રાત્રે રતન વિરાટ અપર્ટમેન્ટના ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. 10/b નંબરના ફોર બીએચકે ફકેટમાં આગ લાગી હતી. આગમાં ઘર વખરીનો તમામ સામાન બળીને ખાખ. ફાયરની ટીમે ભારે જહેમદ બાદ આગ કાબુમાં લીધી. સૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ. આગના કારણે કોઈ જાનહાની નહિ.
અયોધ્યા જતા ગુજરાતના રામભક્તો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત. અયોધ્યામાં ગુજરાતના પ્રવાસીઓ માટે ૮૦ કરોડ ૨૫ લાખ રૂપિયાના ખર્ચે યાત્રી નિવાસ બનાવાશે. ૬૯૨૯.૨૮ વર્ગ મીટર જમીન વિસ્તારમાં યાત્રી નિવાસનું નિર્માણ કરાશે. યાત્રી નિવાસમાં ૩૦૮ બેડની ક્ષમતા ધરાવતા વિવિધ પ્રકારના રૂમની સુવિધા રહેશે. ૮૬૪ લોકોની બેઠક ક્ષમતા ધરાવતો વિશાળ હોલ બનાવાશે. રિસેપ્શન સેન્ટર વિઝીટર લાઉન્જ સોવેનીયર શોપ અને મલ્ટીપર્પઝ હોલની સુવિધા રહેશે. ઓડિટોરિયમ મીટીંગ રૂમ ડાઈનીંગ એરિયા અને ટેરેસ ગાર્ડન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. ડિજિટલ ડિસ્પ્લે અને આકર્ષક લેન્ડસ્કેપિંગથી યાત્રી નિવાસ સજ્જ કરાશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા યાત્રી નિવાસનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવાયું. આગામી એક વર્ષમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે યાત્રી નિવાસ ખુલ્લું મુકવામાં આવશે. અયોધ્યા જતા ગુજરાતના પ્રવાસીઓ માટે ઘર જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો પ્રયાસ.
આજથી બે દિવસ આકાશમાં ડ્રેકોનિડ્સ ઉલ્કા વર્ષાનો અદભુત નજારો જોવા મળશે. ઉત્તર ગોળાર્ધમાં રાત્રિનું આકાશ સ્વચ્છ હોવાથી આ અદભુત નજારો સ્પષ્ટ જોઈ શકાશે. આ ઉલ્કાઓની ઝડપ પ્રતિ સેકન્ડે ૨૦ કિ.મી. એટલે કે કલાકના ૭૨,૦૦૦ કિ.મી. હોય છે. ધૂમકેતુઓની ભ્રમણકક્ષા કાપતી વખતે છૂટા પડેલા કણો વાતાવરણ સાથે ઘર્ષણથી ચમકે છે. અગાઉ ઇ.સ. ૧૮૩૩ અને ૧૮૮૬માં આ ઉલ્કાપિંડોએ પ્રચંડ ઇતિહાસ રચ્યો હતો.
સની લિઓની અને રાહુલ દેવની ફિલ્મ 'ચુડૈલ' રાઇટ્સના મુદ્દે ફસાઈ ગઈ છે. ફિલ્મનું નિર્માણ પૂરું થયાના બે વર્ષ બાદ પણ નાણાકીય વિવાદો યથાવત છે. નિર્માતા ગણેશ જૈને તમામ રાઇટ્સ પોતાની પાસે હોવાનો દાવો કરી નોટિસ આપી છે. વિવાદને કારણે અગાઉ 'કોકાકોલા' નામે ઓળખાતી આ ફિલ્મનું નામ બદલવું પડ્યું છે. આ મામલે અગાઉ પણ મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં કાનૂની કેસ થયા હતા.
યુટાહ રાજ્યમાં એઆઈ ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શન લખી આપવામાં આવશે. એઆઈ સિસ્ટમ ફેસિયલ સ્કેન કરી ડૉક્ટરના લિસ્ટમાંથી ટ્રીટમેન્ટ શોધી પ્રિસ્ક્રિપ્શન આપશે. આ નવી ટેક્નોલોજીથી ડૉક્ટરની અપોઇન્ટમેન્ટનો વેટિંગ ટાઈમ ઘટી જશે. ઇમરજન્સી ડાયગ્નોસિસ ક્ષેત્રે આ ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે. જો કે આનાથી એઆઈ ડૉક્ટરની મર્યાદા અને જોખમો વિશે પણ ચર્ચા શરૂ થઈ છે.
ટ્રમ્પ તંત્ર દ્વારા એચ-1બી વિઝા ફ્રોડની પેનલ્ટી વધારી 2.50 લાખ ડૉલર કરવાનો પ્રસ્તાવ છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે આર્થિક દંડનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ નિર્ણયથી અમેરિકામાં રહેતા ભારતીય વ્યાવસાયિકો પર મોટી અસર પડી શકે છે. વિઝા ક્વોટા માટે અરજી કરતી કંપનીઓ પર કડક નિયમો લાગુ કરાશે. આ પ્રસ્તાવ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં રજૂ કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદના બદલાતા ટ્રેન્ડને લઈને ભારતને એલર્ટ રહેવા જણાવાયું છે. ઇઝરાયેલના રાજદૂતે ભારત સાથેની વાતચીતમાં આ ચેતવણી આપી છે. આતંકવાદીઓ પોતાની ક્ષમતા ઝડપથી વધારી રહ્યા હોવાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. ફ્લાયદુબઈ વિમાનને હાઈજેક કરવાનો પ્રયાસ આનું તાજું ઉદાહરણ છે. કોઈપણ મોટા હુમલાને ટાળવા માટે ભારત અને ઇઝરાયેલે ગતિ વધારવી પડશે.
એટીએફના ભાવ વધારાને કારણે એરલાઇન્સે નવો ફ્યુઅલ સરચાર્જ ઝીંક્યો છે. અમદાવાદથી દિલ્હી-ગોવા અને કોલકાતા જતી ફ્લાઇટના ભાડામાં વધારો થયો છે. 6 ઓક્ટોબરથી તમામ નવી ટિકિટ બુકિંગ પર આ વધારાનો ચાર્જ લાગુ થશે. ડોમેસ્ટિક મુસાફરીમાં સેક્ટર દીઠ રૂ. ૧૦૦ થી રૂ. ૩૫૦ સુધીનો વધારો કરાયો છે. દીવાળી વેકેશન પહેલા જ હવાઈ મુસાફરોનું બજેટ ગરમાયું છે.
યુએસ પ્રશાસનના નવા પ્રસ્તાવથી અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસેથી 70,000 ડૉલર ફી વસૂલવાનો પ્રસ્તાવ છે. વિઝા નિયમો કડક થવાથી વિદેશી વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ વધશે. ટેક્નોલોજી કંપનીઓને પણ આ પ્રક્રિયાથી અસર પહોંચવાની શક્યતા છે. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા આ વિઝા સિસ્ટમમાં ફેરફાર સૂચવાયા છે.
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનને રક્ષાબંધન એડ વિવાદ પર મૌન તોડ્યું છે. કરીના કપૂરના શો 'વોટ વીમેન વોન્ટ'માં તેમણે આ વિવાદ વિશે ખુલીને વાત કરી છે. કૃતિએ જણાવ્યું હતું કે તે માની નહોતી શકી કે તેમની ચોલી પ્રાઇમ ન્યૂઝમાં ચર્ચાનો વિષય બનશે. રક્ષાબંધન જેવા તહેવાર પર આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી હતી. આ ઇન્ટરવ્યુમાં તેમણે પોતાના કામ પ્રત્યેની ઈમાનદારી અને વિચારો સ્પષ્ટ કર્યા છે.
ગુજરાત હાઇકોર્ટે ન્યાયિક કામગીરીને વધુ ટેક્નોલોજી યુક્ત બનાવી એક પહેલ કરી છે. હવેથી હાઇકોર્ટના વકીલોને વ્હોટ્સએપ બિઝનેસ API દ્વારા દૈનિક કોઝ-લિસ્ટની PDF મળશે. આ સુવિધાથી અંદાજે 5 હજાર વકીલોને વેબસાઈટ ખોલવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. રોજના સાંજ સુધીમાં રજિસ્ટર્ડ નંબર પર કેસની વિગતો સાથેનું લિસ્ટ મોકલી દેવાશે. આ પાયલોટ પ્રોજેક્ટથી વકીલો અને ઓફિસ સ્ટાફનું પ્લાનિંગ ખૂબ જ સરળ બનશે.
વડોદરા રેલવે સ્ટેશન પરથી પસાર થતી સંતરાગાચી-પોરબંદર ટ્રેનમાંથી પોલીસે 20 કિલો ચાંદી અને રૂપિયા 3.40 લાખની રોકડ રકમ સહિત કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે કાર્યવાહી કરીને રાજકોટના રહેવાસી ચેતન સોની નામના મુસાફરની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પહેલાં જ રાજકીય ગરમાવો આવી ગયો છે. જયેશ રાદડિયાએ વિરોધીઓ પર આકરા વાર કરતા જણાવ્યું હતું કે, તેમણે પાંચ વર્ષ પહેલાં જ કહ્યું હતું કે "લાગશે વાર પણ આવશે મજા". તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ હંમેશા ખેડૂતોના હિતમાં કામ કરે છે અને પોતાના કરેલા કામોના આધારે જ લોકો પાસે મત માંગવા જશે. આ સાથે જ તેમણે વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે એવા લોકો પણ મત માંગવા આવશે જેમણે પોતે કંઈ કરવું નથી.
આગામી 48 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. હવામાનમાં આવી રહેલા આ ફેરફારને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. આ ઉપરાંત, 18થી 20 ઓક્ટોબર દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...