• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /સિનેમા જગતમાં ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ; જાણીતા અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન: ગોવામાં ઘરે આવ્યો હાર્ટ એટેક

સિનેમા જગતમાં ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ; જાણીતા અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન: ગોવામાં ઘરે આવ્યો હાર્ટ એટેક

Nana Patekar Death News: બોલિવુડ જગતમાંથી એક ખૂબ જ દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનના અહેવાલથી આખું બોલિવૂડ અને તેમના ચાહકો ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે.

Written ByKinjal Patel
Published: Oct 08, 2026, 08:25 AM IST|Updated: Oct 08, 2026, 09:13 AM IST
joinshare
સિનેમા જગતમાં ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ; જાણીતા અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન: ગોવામાં ઘરે આવ્યો હાર્ટ એટેક

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અંતિમ પળોમાં ખુબ બેચેન હતા નાના પાટેકર, મિત્રને રાતે 2:30 વાગે મેસેજમાં લખ્યા હતા આ શબ્દો, પરસેવે રેબઝેબ થઈ ગયા હતા

અંતિમ પળોમાં ખુબ બેચેન હતા નાના પાટેકર, મિત્રને રાતે 2:30 વાગે મેસેજમાં લખ્યા હતા આ શબ્દો, પરસેવે રેબઝેબ થઈ ગયા હતા

2

રામભક્તો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત: અયોધ્યામાં ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે બનશે 80 કરોડના ખર્ચે આધુનિક યાત્રી નિવાસ

3

નાના પાટેકર બાળપણમાં હતા ઓફ સ્પીનર, આ ભારતીય ક્રિકેટરના હતા ફેન, આઉટ થાય તો ખાવાનું છોડી દેતા

4

સિનેમા જગતમાં ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ; જાણીતા અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન: ગોવામાં ઘરે આવ્યો હાર્ટ એટેક

5

વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારોમાં હજુ પણ પડશે ભારે વરસાદ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Nana Patekar Death News: બોલિવુડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ગુરુવારે સવારે નિધન થયાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ તેમને ગોવા સ્થિત પોતાના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. તેમને બચાવવા માટે લગભગ 45 મિનિટ સુધી CPR આપવામાં આવ્યો, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. નાના પાટેકરનું સવારે 5:20 વાગ્યે નિધન થયું હોવાના સમાચાર છે. તેમના નિધન બાદ મેડિકો-લીગલ કેસ (MLC) નોંધવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

ગોવાના ઘરમાં બેભાન હાલતમાં મળ્યા
રિપોર્ટ્સ અનુસાર, નાના પાટેકર ગોવાના ડોના પાઉલા સ્થિત પોતાના ઘરમાં સવારે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. પરિવારજનો અને સ્ટાફ દ્વારા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સવારે 5:20 વાગ્યે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. હોસ્પિટલ પહોંચાડ્યા બાદ ડોક્ટરોએ તેમને ભાનમાં લાવવા માટે લગભગ 45 મિનિટ સુધી અથાક પ્રયાસો કર્યા હતા, પરંતુ કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતાં તેમને મૃત જાહેર કરવા પડ્યા હતા.

 

ચાર દાયકાથી વધુ લાંબી અને સફળ ફિલ્મી સફર
નાના પાટેકરે વર્ષ 1978માં આવેલી ફિલ્મ 'ગમન'થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તેમણે હિન્દી અને મરાઠી સિનેમામાં પોતાની આગવી શૈલી અને દમદાર ડાયલોગ ડિલિવરીથી લોકોના દિલ જીતી લીધા હતા. તેમની યાદગાર ફિલ્મોમાં પરિંદા, પ્રહાર, અંગાર, ક્રાંતિવીર, તિરંગા, ખામોશી અને અબ તક છપ્પન જેવી શાનદાર ફિલ્મોનો સમાવેશ થાય છે.

75 વર્ષની ઉંમરે પણ ફિટનેસ માટે જાણીતા હતા
તાજેતરમાં જ નાના પાટેકર પોતાની ફિટનેસને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં આવ્યા હતા. જાણીતા ફોટોગ્રાફર અને પ્રોડ્યુસર અતુલ કાસબેકરે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં 75 વર્ષના નાના પાટેકર એકપણ અટક્યા વગર સતત 15 'ટ્રાઈસેપ ડિપ્સ' કરતા જોવા મળ્યા હતા. વિડીયોના અંતમાં તેમના ચહેરા પરની સ્માઈલે ચાહકોનું દિલ જીતી લીધું હતું.

નાના પાટેકરના આગામી પ્રોજેક્ટ્સ
નાના પાટેકર તાજેતરમાં જ અક્ષય કુમાર, અભિષેક બચ્ચન અને રિતેશ દેશમુખ સાથે ફિલ્મ 'હાઉસફુલ 5' નો હિસ્સો બન્યા હતા. આ સિવાય તેઓ વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'ઓ'રોમિયો'માં શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી સાથે એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. સાથે જ તેમણે અક્ષય કુમાર અને રાધિકા મદાનની ફિલ્મ 'સૂબેદાર'માં પણ એક ખાસ કેમિયો રોલ કર્યો હતો. નાના પાટેકરનું નિધન ભારતીય સિનેમા માટે એક ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ છે.

હિન્દી અને મરાઠી બંને સિનેમાના અત્યંત પ્રભાવશાળી કલાકાર
વિશ્વનાથ પાટેકરનો જન્મ 1 જાન્યુઆરી 1951ના રોજ મહારાષ્ટ્રના મુરુડ-જંજીરામાં થયો હતો. નાના પાટેકરે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત રંગભૂમિ અને નાટકોથી કરી હતી. તેમણે 1978માં આવેલી ફિલ્મ 'ગમન' થી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. તેઓ હિન્દી અને મરાઠી બંને સિનેમાના અત્યંત પ્રભાવશાળી કલાકાર ગણાય છે. તેમની અનોખી સંવાદ શૈલી અને ગંભીર પાત્રો ભજવવાની આગવી શૈલી દર્શકોમાં ખૂબ લોકપ્રિય છે.

 

દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મ શ્રી' થી નવાજવામાં આવ્યા
પરિંદા, ક્રાંતિવીર, અગ્નિસાક્ષી, ત્રિરંગા, ઘાતક, વેલકમ , અબ તક છપ્પન અને મરાઠી ફિલ્મ નટસમ્રાટ તેમની પ્રખ્યાત ફિલ્મો છે. નાના પાટેકર ભારતીય સિનેમાના એવા એકમાત્ર અભિનેતા છે, જેમણે બેસ્ટ એક્ટર , બેસ્ટ સપોર્ટિંગ એક્ટર અને બેસ્ટ વિલનત્રણેય શ્રેણીઓમાં ફિલ્મફેર પુરસ્કાર જીત્યા છે. તેમને શ્રેષ્ઠ અભિનય માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળી ચૂક્યા છે. ભારતીય કલા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મ શ્રી' થી નવાજવામાં આવ્યા છે.

નાના પાટેકર તેમની સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ જાણીતા
સામાજિક કાર્યો અને વ્યક્તિત્વ ફિલ્મો ઉપરાંત નાના પાટેકર તેમની સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ જાણીતા છે. તેઓ ખાસ કરીને મહારાષ્ટ્રમાં કાળઝાળ દુષ્કાળ કે મુશ્કેલીમાં મુકાયેલા ગરીબ ખેડૂતો અને તેમના પરિવારોની આર્થિક મદદ કરવા માટે સક્રિય રીતે કાર્ય કરે છે. તેઓ ભારતીય ટેરિટોરિયલ આર્મીમાં માનદ લેફ્ટનન્ટ કર્નલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. નાનાએ ફિલ્મ ‘પ્રહાર’ માટે આર્મી ટ્રેનિંગ લીધી હતી. 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન તેઓ સેનાની સાથે હતા. છેલ્લી વાર તેઓ પ્રકાશ ઝાની વેબ સિરીઝ ‘સંકલ્પ’માં જોવા મળ્યા હતા.
 

 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news