• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગાંધીનગર
  • /ગાંધીનગર: રૂપાલમાં ભક્તોનું ઘોડાપૂર, મધરાતે નીકળશે વરદાયિની માતાની પલ્લી

ગાંધીનગર: રૂપાલમાં ભક્તોનું ઘોડાપૂર, મધરાતે નીકળશે વરદાયિની માતાની પલ્લી

Rupal Palli Mahotsav : ગાંધીનગરના રૂપાલમાં નોમના પાવન અવસરે પલ્લી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા છે. મધરાત્રે માતાજીની પલ્લી નીકળશે, જેમાં ભક્તો કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી અર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ માતાજીનાં દર્શન કર્યા હતા.

Written ByDilip Chaudhary
Published: Oct 19, 2026, 11:06 PM IST|Updated: Oct 19, 2026, 11:14 PM IST
joinshare
ગાંધીનગર: રૂપાલમાં ભક્તોનું ઘોડાપૂર, મધરાતે નીકળશે વરદાયિની માતાની પલ્લી

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
શું AI ખોલશે કોમોડિટી માર્કેટમાં કમાણીની નવી તકોના દ્વાર? જાણો કેવી રીતે બદલાઈ રહી છે રોકાણની રીત

શું AI ખોલશે કોમોડિટી માર્કેટમાં કમાણીની નવી તકોના દ્વાર? જાણો કેવી રીતે બદલાઈ રહી છે રોકાણની રીત

2

ગાંધીનગર: રૂપાલમાં ભક્તોનું ઘોડાપૂર, મધરાતે નીકળશે વરદાયિની માતાની પલ્લી

3

ટ્રેનમાં ઘાંટા પાડીને વાતો કરવાની આદત હોય, મોટા અવાજે મ્યૂઝિક સાંભળતા હોવ તો સાવધાન!

4

કૃષિ વિભાગનો મોટો નિર્ણય! વર્ગ-2ના 115 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી

5

રાજકોટ સિવિલમાં એક સાથે 8 એમ્બ્યુલન્સ ડ્રાઇવરોના રાજીનામાં, હોસ્પિટલ વહીવટી તંત્ર અજાણ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rupal Palli Mahotsav : ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીના મંદિરે નોમના પાવન અવસરે પરંપરાગત પલ્લી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં માતાજીની પલ્લીનાં દર્શન કરવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. સમગ્ર રૂપાલ ગામ ભક્તિભાવ અને માતાજીના જયઘોષથી ગુંજી ઊઠ્યું છે.

ચંદ્ર-રાહુની યુતિથી બનશે ગ્રહણ દોષ, 21 ઓક્ટોબરથી આ 3 રાશિઓની વધી શકે છે મુશ્કેલી, અચાનક વધશે ખર્ચા!

પરંપરા મુજબ મધરાત્રે 12 વાગ્યા બાદ માતાજીની પરવાનગી સાથે પાંચ દિવ્ય જ્યોત ધરાવતી પલ્લીનું પરિભ્રમણ શરૂ થશે. પલ્લી રૂપાલ ગામના 27 નિશ્ચિત ચોકમાંથી પસાર થશે. આ પાવન પ્રસંગે ભક્તો પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરશે. પલ્લી પર કરોડો રૂપિયાનું ઘી અર્પણ થવાની પરંપરાને કારણે ગામની ગલીઓ અને માર્ગો પર ઘીની નદીઓ વહેતી જોવા મળશે. આ અનોખી પરંપરાને કારણે રૂપાલ પલ્લી મહોત્સવ ગુજરાત સહિત દેશભરમાં વિશેષ ઓળખ ધરાવે છે.

સુરક્ષાને લઈ તંત્ર સજ્જ

રૂપાલ પલ્લી મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષાની જવાબદારી માટે 11 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને 42 જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 500થી વધુ પોલીસ કર્મચારીઓ અને 300 હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે.

દર્શનાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે અને ટ્રાફિકનું યોગ્ય સંચાલન થાય તે માટે મુખ્ય માર્ગો પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યા માતાજીનાં દર્શન

રૂપાલ પલ્લી મહોત્સવના પાવન અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વરદાયિની માતાજીનાં દર્શન કર્યા હતા. પલ્લી મહોત્સવને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો છે અને શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. દર વર્ષે આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News