સુરતની અનોખી ધાર્મિક આસ્થા: 202 વર્ષથી પારસી પરિવાર કરી રહ્યો છે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીનું જતન
Surat News: સુરતમાં ભાઈબીજના દિવસે 202 વર્ષ જૂની સ્વામિનારાયણ ભગવાનની પાઘડીનાં દર્શન યોજાય છે. સંવત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત પધાર્યા હતા. સુરત રોકાણ દરમિયાન તે સમયના પારસી કોટવાળ અરદેશરની સેવાથી ભગવાન પ્રસન્ન થયા હતા. વિદાય સમયે ભગવાને અરદેશર કોટવાળને પોતાની પાઘડી અને શ્રીફળ ભેટ આપ્યાં હતાં. ભગવાનની આ અમૂલ્ય ભેટને પારસી પરિવાર આજે પણ સાચવી રહ્યો છે. અરદેશર કોટવાળ બાદ તેમના પુત્ર જહાંગીરશાહ પાસે પાઘડી આવી હતી. જહાંગીરશાહનું નાની ઉંમરે અવસાન થતાં પાઘડી તેમના પત્ની ડોશીબાઈ પાસે રહી હતી. ત્યારબાદ પાઘડી સોરાબજી એડલજી વાડિયા પાસે પહોંચી હતી. હાલ વાડિયા પરિવારની ત્રીજી પેઢી પાઘડીનું જીવની જેમ જતન કરી રહી છે. સૈયદપુરા વિસ્તારમાં રહેતા પરિવાર દ્વારા પાઘડી માટે અલાયદો રૂમ બનાવવામાં આવ્યો છે. લાકડાની ખાસ પેટીમાં પાઘડીને સુરક્ષિત રાખવામાં આવી છે, જેથી તેને કોઈ નુકસાન ન થાય.
Surat News: ભાઈબીજ દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાગડી લોકો માટે દર્શન માટે મુકવામાં આવતી હોય છે. ત્યારે સંવત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રી ફળ આપ્યાં હતાં. જે આજે 194 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે અને જીવની જેમ જતન કરે છે. ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છે.
કાશ્મીરના પહાડો વચ્ચે દર્દનાક દુર્ઘટના; સોનમર્ગમાં ગુજરાતના 8 પ્રવાસીઓ સહિત ટેમ્પો ટ્રાવેલર 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 18 ઈજાગ્રસ્ત
આ પાઘડીને સુરતમાં આજ દિન સુધી સેવા
બંધ બોક્ષમાં આ પાઘડી આજથી 202 વર્ષ જૂની છે. જેની પાછળ પણ એક ધાર્મિક આસ્થા છુપાયેલી છે. જી હાં આ પાઘડી કોઈ સામાન્ય નહિ પણ સદીઓ પૂર્વે સ્વામીનારાયણ ભગવાને ધારણ કરી હતી તે છે. 202 વર્ષ પૂર્વે સ્વામીનારાયણ ભગવાન સુરત આવ્યા હતા ત્યારે તે સમયના કોટવાળ તરીકે કાર્ય કરતા અરદેશરને ભેટ આપી હતી. ત્યારથી આ પાઘડીને સુરતમાં આજ દિન સુધી સેવા કરી સાચવામાં આવી છે. પાઘની પાછળની ધાર્મિક વાયકા એમ છે કે સંવંત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યાં હતાં.
સ્વામિનારાયણ ભગવાને ૧૯૪ વર્ષ પૂર્વે અરદેશર કોટવાળને પાઘ આપી
સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ અરદેશર કોટવાળની સેવાથી ખુશ થયેલા ભગવાને સંવંત 1881ના માગશર સુદ ત્રીજે પરત જતા અગાઉ કોટવાળને શ્રીફળ અને પોતાની પાઘ આપી હતી. જોકે સ્વામિનારાયણ ભગવાને ૧૯૪ વર્ષ પૂર્વે અરદેશર કોટવાળને પાઘ આપી હતી. જે તેમના દીકરા જહાંગીરશાહ પાસે ગઈ પરંતુ તેમનું નાની ઉંમરે અવસાન થતાં તેમના પત્ની ડોશીબાઈ કોટવાળ પાસેથી પાઘ તેમના મોસાળ સોરાબજી એડલજી વાડિયા પાસે ગઈ હતી. અને ત્યાંરથી હાલની હયાત ત્રીજી પેઢી તહેમસ્પ અને તેમના દીકરા કેરશાસ્પ તેમના જીવની જેમ જતન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આ તારીખે આવશે ગુજરાત પ્રવાસે: જામનગરમાં ‘સહાયતા સેતુ’ના બનશે સાક્ષી, જાણો શું છે કાર્યક્રમ
વર્ષોથી પોતાના ધર્મ સાથે સવામિનારાયણ ધર્મને અપનાવ્યો..
મૂળ આ પરિવાર પરિવાર પારસી કોમ્યુનીટીનું છે, છતાં તેઓ વર્ષોથી પોતાના ધર્મ સાથે સવામિનારાયણ ધર્મને અપનાવ્યો છે. ત્યારે સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાઘ માટે અલાયદો રૂમ બનાવ્યો છે. જેમાં લાકડાની પેટીમાં પાઘને નુકસાન ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં પાઘને સાચવી રાખી છે. અને દર વર્ષે ભાઈબીજના દિવસે પાઘના દર્શન કરાવે છે. સાથે પોતે પણ રોજ સવારે પાઘની પૂજા કરે છે. પારસી પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની પાઘને તેમનું માથું હોય તે રીતે જતન કરે છે. અને શ્રીજીની કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરે છે.
ઘણા લોકો આ પાઘડીને લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરે છે, પણ...
જોકે પારસી કેરશાસ્પજીએ જણાવ્યું હતું કે, ઘણા લોકો આ પાઘડીને લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરે અને તેના બદલામાં આર્થિક વળતર પણ ચૂકવાની વાત કરે છે પરંતુ આ અમારા પરીવારને ભગવાન દ્વારા અમુલ્ય ભેટ આપવામાં આવી છે અને ભેટનું આર્થિક મૂલ્યાંકન ન આંકી શકાય. પાઘના દર્શન કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મહંતો અને ભક્તો દર્શન કરવા આવતા અમને ધન્યતાનો અનુભવ પણ થાય છે.