હેવી મશીન ભરેલી ટ્રક લક્ઝરીની પાછળ અથડાતા બસ આગળ જતા ટેન્કરમાં ઘૂસી ગઈ, 10 લોકો ઘાયલ
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ત્રિપલ અકસ્માતની ઘટના ઘટી. આણંદ પાસે આ અકસ્માત સર્જાયો. જ્યાં લક્ઝરી બસ, ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માતમાં 10 જેટલા પેસેન્જરો ઘાયલ થયા છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસ, ટ્રક અને ટેન્કર વચ્ચે ગોઝારો ત્રિપલ અકસ્માત થયો. આ અકસ્માત એક્સપ્રેસ હાઈવે પર આણંદ પાસે સર્જાયો હતો. અકસ્માતમાં 10 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ હાઇવે પેટ્રોલિંગ ની ટીમ , આણંદ ફાયર બ્રિગેડ ની ટીમ , સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ.
લક્ઝરી સુરથી અંબાજી જઈ રહી હતી
મળતી માહિતી મુજબ લક્ઝરી બસ સુરતથી શ્રદ્ધાળુઓને લઈને અંબાજી જઈ રહી હતી. આ બસ વડોદરાથી અમદાવાદ તરફના રૂટ પર એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક આણંદ પાસે પાછળથી આવી રહેલી હેવી મશીન ભરેલી ટ્રકના ચાલકનો સ્ટિયરિંગ પર કાબૂ ગયો અને ટ્રક બસના પાછળના ભાગે અથડાતા બસ આગળ જઈ રહેલી ટેન્કર સાથે અથડાઈ હતી.
PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, ગુજરાતના મંત્રીઓ સાથે કરશે ડિનર ડિપ્લોમસી, જાણો કાર્યક્રમની વિગતો
10 લોકો ઘાયલ
વહેલી સવારે ઘટેલા આ અકસ્માતને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બસના આગળના અને પાછળના ભાગને નુકસાન પહોંચ્યું છે. આ અકસ્માતમાં બસમાં સવાર 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. અકસ્માતની જાણ થતા જ હાઇવે પેટ્રોલિંગની ટીમ , આણંદ ફાયર બ્રિગેડ ની ટીમ , સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બસમાં ફસાયેલા મુસાફરોને રેસ્ક્યૂ કર્યા હતા. સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળ કાર્યવાહી શરૂ કરી છે.
Gujarat News Live: માઉન્ટ આબુ ફરીને પરત ફરી રહેલી મિની બસ ડિવાઈડર પર પલટી, તમામ પ્રવાસીઓ રાજકોટના, અનેક ઘાયલ
સમાચાર ટૂંકમા....
- અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ટ્રિપલ અકસ્માતની ઘટના
- એક્સપ્રેસ હાઈવે પર આણંદ પાસે સર્જાયો અકસ્માત
- લક્ઝરી બસ , ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં 10 પેસેન્જર ઘાયલ
- લક્ઝરી બસમાં સવાર પેસેન્જરને નાની મોટી ઇજાઓ પહોંચી
- લક્ઝરી બસ સુરત થી અંબાજી જઈ રહી હતી દરમિયાન આણંદ પાસે અકસ્માત થયો
- આણંદ પાસે લક્ઝરી બસની પાછળ હેવી. મશીન ભરેલ ટ્રક અથડાઈ અને તેને કારણે બસ આગળ જતા ટેન્કર સાથે અથડાતા થયો ત્રીપલ અકસ્માત
- અકસ્માતની જાણ થતા જ હાઇવે પેટ્રોલિંગ ની ટીમ , આણંદ ફાયર બ્રિગેડ ની ટીમ , સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી
- તમામ ઇજાગસ્તોને કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા