)
ગાંધીનગરમાં બની રહ્યું છે ગુજરાતનું પ્રથમ 12 માળનું અત્યાધુનિક પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી. ગાંધીનગર ના ગિફ્ટ સિટી નજીક આધુનિક સુવિધાઓથી સજ્જ પોલીસ સ્ટેશનનું નિર્માણ. અત્યાધુનિક 12 માળના ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન નું થઈ રહ્યું છે નિર્માણ. એક જગ્યાએ પોલીસકર્મીઓને ફરજની સાથે જ રહેવા માટે મળશે ફ્લેટની સુવિધા. ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ ફ્લોર સુધી આધુનિક સુવિધાઓથી સજ્જ હશે પોલીસ સ્ટેશન કમ રેસિડન્સી. 1 થી 3 ફ્લોર પોલીસ સ્ટેશન માટે ઉપયોગમાં લેવાશે. 4 થી 12 ફ્લોર પોલીસ કર્મચારીઓ માટે ક્વાર્ટ્સનો રહેણાંક તરીકે ઉપયોગ થશે. પોલીસ સ્ટેશન અને રહેણાંક સુવિધા એક જ બિલ્ડિંગમાં ઉપલબ્ધ કરાવવાની નવી પહેલ.
પાટડી પંથકમાં નવા વર્ષના પ્રારંભે 150 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ. પાટડી, ધામા, નગવાડા અને પાનવા સહિતના ગામોમાં યોજાઈ ગાયો દોડાવવાની અનોખી હરીફાઈ. રાજા-રજવાડાના સમયથી દિવાળી બાદ નવા વર્ષની વહેલી સવારે યોજાય છે પરંપરા. 300થી વધુ ગાયોને પરંપરાગત રીતે શણગારી હરીફાઈમાં દોડાવવામાં આવી. ગોવાળો પરંપરાગત પોષાક પહેરી ગાયોના ધણની આગળ-પાછળ દોડ્યા. ગાયોના શિંગડામાં ઘી લગાવી કરાયો પરંપરાગત શણગાર. હરીફાઈમાં પ્રથમ આવનાર ગોવાળને પાઘડી પહેરાવી કરાયું સન્માન. ઢોલના તાલે અને ફટાકડાના ગડગડાટ સાથે ગ્રામજનોએ વધાવ્યું ગાયોના ધણનું આગમન. ગામના વડીલો અને આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો પરંપરાગત ગામેરુ અને ડાયરો..
હર્ષ સંઘવીએ આજે ઘંટાકર્ણ મહાવીર દાદાના દર્શન કર્યા. તેમણે કહ્યું કે, રાજ્યના નાગરિકો સુખી રહે.. તમામ લોકોના સપના સાકાર થાય, ગામડા સુધી વધુ સુવિધાઓ મળે એવી પ્રાર્થના કરી. પીએમ મોદીના અંબાજી પ્રવાસ રદ થવા અંગે બોલતા કહ્યું કે, મોદીજી માં અંબાના ભક્ત છે. લાભ પાંચમે ત્યાં આવના હતા પરંતુ ત્યાં ભક્તોની ખુબ ભીડ છે. લાભ પાંચમે ભક્તોને કોઈ તકલીફ ન પડે એટલે તેમણે જાતે નિર્ણય કર્યો છે. અંબાજી મુલાકાત એમણે રદ કરી છે. આગામી દિવસોમાં ફરી આવીને દર્શન કરશે.
નાની દમણના બીજ પર આવેલા કુદરતી ટાપુ પર એક પરિવાર ફસાયો. દમણના દરિયાની ભરતી અને ઓટથી અજાણ દરિયાના મોજાઓ માણવા પરિવાર પહોંચ્યો હતો નાનકડા ટાપુ પર. અચાનક ભરતી આવતા ટાપુ ધીરે ધીરે પાણીમાં સમાવવા લાગ્યો. બે નાના બાળકો સાથે 8 લોકો ફસાતા જીવનું ઉભું થયું હતું જોખમ. કેડ સમા દરિયાના પાણીમાં જોખમ ખેડી અંતે પરિવાર કિનારે પહોંચ્યો. ભૂતકાળમાં પણ આ પ્રકારે બની છે દુર્ઘટના. અજાણ્યા પ્રવાસીઓ સનસેટ જોવાની મજા માણવા દમણના આ નાનકડા ટાપુ પર પહોંચી જાય છે. અચાનક ભરતી નું પાણી સમગ્ર ટાપુને ઘેરી વળતા પ્રવાસીઓના જોખમાય છે જીવ.
માઉન્ટ આબુ ફરીને પરત ફરી રહેલી મિનિ બસ ડિવાઈડર પર પલટી. અકસ્માતમાં 6થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા. તમામ પ્રવાસીઓ રાજકોટના હોવાનું સામે આવ્યું. આબુરોડ સદર પોલીસ સ્ટેશન વિસ્તારના શનિ મંદિર પાસે આ ઘટના ઘટી. પલટી ખાધા બાદ મિનિ બસ રસ્તા નજીકના ખાડામાં ખાબકી. મુખરી માતા ટેક્સી યુનિયનના ચાલકોએ બચાવ કામગીરી હાથ ધરી. યુનિયનના ચાલકોએ બસમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા. ઘટનાની જાણ થતાં સદર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા.
સુરતીઓ માટે ખુશખબર: હવે સાસણ-ગીર જેવી જંગલ સફારીનો રોમાંચ સુરત નજીક જ મળશે! સુરતથી નજીક માંડવીની કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટ ખાતે દક્ષિણ ગુજરાતની પ્રથમ જંગલ સફારી શરૂ. વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી સફારીને પ્રવાસીઓનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. શરૂઆતના માત્ર ત્રણ દિવસમાં અંદાજે 325 પ્રવાસીઓએ સફારીનો આનંદ માણ્યો. 2,300 હેક્ટરમાં ફેલાયેલા ગાઢ જંગલમાં પ્રવાસીઓને મળશે જંગલ સફારીનો રોમાંચ. સુરતથી આશરે 80 કિલોમીટરના અંતરે આવેલું કેવડી પ્રવાસીઓ માટે નવું આકર્ષણ બન્યું. 8 સીટર ખાસ મોડિફાઇડ ઓપન જીપ્સીમાં બેસીને પ્રવાસીઓ કરી શકશે જંગલ સફારી. કેવડીથી રાજાટાકા સુધી આશરે 5 કિલોમીટરના નેચરલ ટ્રેક પર સફારીનું આયોજન. સફારી દરમિયાન ઝરખ અને ઉડતી ખિસકોલી સહિતના વન્યજીવો નિહાળવાની તક. ગાઢ જંગલ, હરિયાળી અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આપશે યાદગાર અનુભવ. જંગલ વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક નહીં મળતાં પ્રવાસીઓને મળશે ડિજિટલ ડિટોક્સનો અનુભવ. સુરતીઓ હવે પરિવાર સાથે કુદરતના ખોળે અને જંગલની વચ્ચે વિતાવી શકશે રજાઓ. સુરતની ડાયમંડ-ટેક્સટાઇલની ઓળખ સાથે જંગલની સમૃદ્ધિથી પણ લોકોને પરિચિત કરાવવાનો DFO ધીરજ કુમારનો પ્રયાસ. સોમવારથી શુક્રવાર સુધી એક જીપ્સીનું ભાડું રૂ.3,500 નક્કી કરાયું. શનિવાર-રવિવારે એક જીપ્સીનું ભાડું રૂ.5,000, એક જીપ્સીમાં 8 પ્રવાસીઓની ક્ષમતા. દરરોજ ત્રણ સ્લોટમાં સફારીની સુવિધા, ઓનલાઇન બુકિંગ સાથે ટ્રી-હાઉસ, ઇગ્લૂ અને કોટેજમાં રોકાણની પણ વ્યવસ્થા.
UAE નજીક ઓઇલ ટેન્કર પર હુમલો. ટેન્કરમાં 19 ભારતીય નાવિકો સવાર હતા. તમામ 22 ક્રૂ મેમ્બરને સુરક્ષિત બચાવાયા. લાઇબેરિયાના ધ્વજવાળા ટેન્કર પર હુમલો. 8 મહિનામાં 15 ભારતીય નાવિકોના થયા મોત. ખાડી ક્ષેત્રના જહાજો પર 4,500થી વધુ ભારતીય નાવિકો હાજર. નાવિકોની સુરક્ષા મુદ્દે ભારતે UNમાં ચિંતા વ્યક્ત કરી હતી...
અમદાવાદ છઠ્ઠપૂજાને લઈને મનપાએ કરી તૈયારી. ઉત્તર ભારતીય સમાજ માટે છઠ્ઠ પૂજાનું ખાસ મહત્વ. વતન ન જઈ શકે તેવા લોકો માટે રિવરફ્રન્ટ પર આયોજન. કાયમી ધોરણે બનાવાયેલા ઘાટ પર સાફ-સફાઈની કામગીરી. શ્રદ્ધાળુ અને પૂજા માટેની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રહેશે ઉપસ્થિત.
દિવાળીના તહેવારો નિમિત્તે ગાંધીનગર જિલ્લાના પ્રસિદ્ધ મહુડી મંદિરમાં ભક્તજનોની ભીડ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે મહુડી મંદિરે દર્શને આવશે. ઘંટાકર્ણ મહાવીર સ્વામીના દર્શન અને પૂજા અર્ચન નાયબ મુખ્યમંત્રી કરશે. નાયબ મુખ્યમંત્રી દર વર્ષે મહુડી મંદિરના દિવાળીના તહેવારો દરમિયાન દર્શન કરવાની પરંપરા નિભાવશે
પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ ફેરફાર બાદ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ આજે 13 નવેમ્બરના રોજ કર્ણાટકના મૈસુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે પીએમ મોદી. સાંજે 7.35 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. એરપોર્ટ થી રોડ માર્ગે રાત્રે 8 વાગ્યે ગાંધીનગરના લોકભવન પહોંચશે. ગાંધીનગરના લોકભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. 14 નવેમ્બરના રોજ સવારે 11.15 કલાકે લોકભવનથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે. અમદાવાદ એરપોર્ટથી ભારતીય વાયુસેનાના વિમાન મારફતે દિલ્હી જવા રવાના થશે. પીએમ મોદીના આગમનને લઈને રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરશે.
શીલજ સર્કલ પર હિટ એન્ડ રનનો મામલો. અકસ્માત કરનાર MLAનો ભત્રીજો રાઘવેન્દ્ર કુશવાહ નીકળ્યો. બોપલ પોલીસે રેન્જ રોવર સાથે રાઘેન્દ્ર કુશવાહાની ધરપકડ કરી. શીલજ સર્કલ નજીક ગુરુકૃપા ટ્રેડર્સ ચાર રસ્તા પાસે અકસ્માત એક યુવકનું મૃત્યુ નિપજ્યું. ગુરુવારે વહેલી સવારે 7 વાગ્યેનો બનાવ. રેપીડો ચાલક ને અજાણ્યા કાર ચાલકે અડફેડે લીધા હતા. રેપિડો ચાલક પ્રદીપ કુમાર અને સીટ પાછળ બેઠેલા હર્ષદકુમાર પુરબિયાને કાર ચાલકે અડફેડે લીધી. સીટની પાછળ બેઠેલ યુવક હર્ષદકુમાર પુરબીયા અકસ્માતમાં મોત નિપજ્યું. 35 વર્ષીય હર્ષદ કુમાર શાસ્ત્રીનગર રહેવાસી અને મૂળ ધાંગધ્રા સુરેન્દ્રનગરના વતની છે. અકસ્માત કરી ને રેન્જ રોવર ગાડી નંબર GJ 27 EK 0600 ચાલક ફરાર થઈ ગયો હતો. બોપલ પોલીસે સીસીટીવી ના આધારે રેન્જ રોવર ગાડી નંબર પ્લેટ આધારે આરોપી રાઘવેન્દ્ર કુશવાહની ધરપકડ કરી. આરોપી રાઘવેન્દ્ર કુશવાહ અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. અગાઉ પણ આરોપી રાઘવેન્દ્ર કુશવાહ અકસ્માત સર્જાયો હોવાની આશંકા. આરોપી રાઘવેન્દ્ર કુશવાહ બાપુનગર ના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ ભત્રીજો છે. બોપલ પોલીસે આરોપી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતના પ્રવાસમાં ફેરફાર થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અંબાજીનો કાર્યક્રમ રદ થયો છે. લાભ પાંચમના દિવસે PM મોદી નહીં જાય અંબાજી. વહીવટી કારણોસર હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો.પીએમ નરેન્દ્ર મોદીની ગુજરાતના મંત્રીઓ સાથે ડિનર ડિપ્લોમસી થવાની છે. આજે રાત્રે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પીએમ મોદી તમામ મંત્રીઓ સાથે ભોજન કરશે. ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ હાજર રહેશે. શુક્રવારે રાત્રે 8.30 કલાકે PM પહોંચશે અમદાવાદ એરપોર્ટ. એરપોર્ટથી PM પહોંચશે લોકભવન.
વડોદરાના ડેસર તાલુકાના લીમડાના મુવાડા સીમ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી. રાત્રિના સમયે માનવભક્ષી દીપડો લટાર મારતો કેમેરામાં થયો કેદ. પંથક માંથી પસાર થતા એક રાહદારીએ પોતાના મોબાઈલ ફોનમાં દીપડાનો વીડિયો રેકોર્ડ કર્યો. છાલીયેર પંથકમાં દીપડાની હાજરીથી ખેડૂતો અને સ્થાનિકો માં ભારે ડર અને ફફડાટ વ્યાપ્યો . થોડા દિવસ પૂર્વે જ વનવિભાગ દ્વારા આ જ વિસ્તારમાંથી બે દીપડાઓને કૂવામાંથી કરાયા હતા રેસ્ક્યુ. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે તેવીગ્રામજનો દ્વારા માંગ.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં મોટા અકસ્માતો, ગુજરાતના હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...