• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /બારડોલીના સામૂહિક હત્યાકાંડ પાછળ ખતરનાક ષડયંત્ર! વીમાનું કૌભાંડ છુપાવવા પરિવારને નહેરમાં ફેંકી દીધો

બારડોલીના સામૂહિક હત્યાકાંડ પાછળ ખતરનાક ષડયંત્ર! વીમાનું કૌભાંડ છુપાવવા પરિવારને નહેરમાં ફેંકી દીધો

એક પરિવાર, પાંચ જિંદગીઓ પર મોતનો પંજો અને પાછળ કારણ નીકળ્યું બોગસ વીમાનું કાળું કારનામું. સુરત જિલ્લાના ઉવા ગામ નજીક નહેરમાં આખા પરિવારને જીવતા ફેંકી દેવાની સનસનાટીભરી ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. ત્યારે બારડોલીના આ સામૂહિક હત્યાકાંડની ઈનસાઈડ સ્ટોરી આ લેખમાં જાણીશું.

Written ByDilip Chaudhary
Published: Nov 26, 2026, 20:25 IST|Updated: Nov 26, 2026, 20:28 IST
joinshare
બારડોલીના સામૂહિક હત્યાકાંડ પાછળ ખતરનાક ષડયંત્ર! વીમાનું કૌભાંડ છુપાવવા પરિવારને નહેરમાં ફેંકી દીધો

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
સોનું ₹22,000 થયું સસ્તું, એક્સપર્ટે જણાવ્યું કેટલા સુધી ઘટી શકે છે સોનાનો ભાવ, જાણો

સોનું ₹22,000 થયું સસ્તું, એક્સપર્ટે જણાવ્યું કેટલા સુધી ઘટી શકે છે સોનાનો ભાવ, જાણો

2

બારડોલીના સામૂહિક હત્યાકાંડ પાછળ ખતરનાક ષડયંત્ર! વીમાનું કૌભાંડ છુપાવવા પરિવારને નહેરમાં ફેંકી દીધો

3

અચાનક સંસદનું બોલાવાયું સત્ર! 30 નવેમ્બરે લોકસભા અને 2 ડિસેમ્બરે રાજ્યસભા બેઠક, કયા મોટા બિલની તૈયાર?

4

સરકારી કર્મચારીઓના પેન્શન પર મોટું અપડેટ, સરકારે આપી નવી સૂચનાઓ, જાણો

5

સત્તામાં ભાગીદારી છતાં અસંતોષ કેમ? પાટીદાર નેતાઓ કઈ ખામોશીની જાહેરમાં કાઢી રહ્યા છે ભડાશ, કેમ ચર્ચામાં છે પાટીદાર સમાજ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

સંદીપ વસાવા, સુરત: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક એવી ક્રૂર અને સનસનાટીભરી ઘટના બની કે જાણે ક્રાઈમ સિરિયલ પણ ઝાંખી પડે. મૂળ મહારાષ્ટ્રના જલગાંવ નજીકના વતની અને એરંડોલની ફેક્ટરીમાં મજૂરીકામ કરતો પાટીલ પરિવાર ગત 21 નવેમ્બરે સુરત જવા કારમાં નીકળ્યો હતો.

સુરતના બારડોલીમાં ચોંકાવનારી ઘટના, કારમાં આવેલા શખ્સોએ શ્રમજીવી પરિવારને કેનાલમાં ફેંક્યો, ત્રણના મોત, બે બાળકો હજુ લાપતા

પરિવાર બારડોલીના ઉવા નહેર પાસે પહોંચ્યો, ત્યારે જ એક અજાણી કારમાં આવેલા 4 શખ્સોએ તેમની કાર આંતરી અને કોઈ કંઈ સમજે તે પહેલાં જ આ નરાધમોએ પરિવારના તમામ સભ્યોને કારમાંથી નીચે ઉતાર્યા અને બાદમાં નહેરના ધસમસતા પાણીમાં ફેંકી દીધા. જોકે, નહેરમાં રહેલી એક પાઈપ 13 વર્ષીય કિશોરના હાથમાં આવી જતાં તેનો ચમત્કારિક બચાવ થયો. મોતના મુખમાંથી બહાર આવેલા આ કિશોરે નજીકની હોટેલ પર પહોંચી આપવીતી જણાવતા પોલીસ દોડતી થઈ.

હજુ સુધી 17 વર્ષીય કિશોરનો કોઈ અતોપત્તો નથી

ઘટનાની જાણ થતાં જ સુરત ગ્રામ્ય પોલીસ અને ફાયરની ટીમે નહેરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. મહુવા તાલુકાના ડુંગરી નજીક ઉકાઈ કાકરાપાર ડાબા કાંઠા નહેરમાંથી પિતા નીતિન ઉર્ફે ભુરિયા પાટીલ, માતા કવિતા પાટીલ અને યુવતી સ્વીટીના મૃતદેહ મળી આવ્યા. ત્યારબાદ વધુ એક બાળક પ્રથમેશનો મૃતદેહ પણ હાથ લાગ્યો છે. જ્યારે 17 વર્ષીય હરીશ પાટીલનો કોઈ અતોપત્તો નથી. આ સામૂહિક હત્યાકાંડમાં પોલીસે ખાંડીયો, આભો, બંટી અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. જો કે મહારાષ્ટ્રના જલગાંવથી મુખ્ય આરોપી દયાનંદ ઉર્ફે ખાંડીયા ભાડાનેને દબોચી લીધો છે, જે હાલ 8 દિવસના રિમાન્ડ પર છે.

વીમાના કૌભાંડમાં આખા પરિવારનો ખેલ ખતમ

સવાલ એ છે કે હત્યારાઓને આ નિર્દોષ પરિવાર સાથે એવી તો શું દુશ્મની હતી કે આખા પરિવારને ખતમ કરવાનો પ્લાન બનાવ્યો? પોલીસ તપાસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતક કવિતાના પ્રથમ પતિના મોતને અકસ્માતમાં ખપાવ્યો. જે બાદ કોર્ટમાં બોગસ વીમા ક્લેમ કરવામાં આવ્યો હતો. આ કૌભાંડનો ભાંડો ફૂટી જવાની બીકે કૌભાંડમાં સામેલ હત્યારાઓએ પોતાનું પાપ છુપાવવા આખા પરિવારને જ રસ્તામાંથી હટાવી દેવાનું ખતરનાક ષડયંત્ર રચ્યું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.

હાલ પોલીસ રિમાન્ડ દરમિયાન દયાનંદ ઉર્ફે 'ખાંડીયા'ની કડક પૂછપરછ કરી રહી છે અને ફરાર અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ બાદ બોગસ વીમા કૌભાંડ અને આ સામૂહિક હત્યાકાંડના હજુ કેટલા ચોંકાવનારા રાઝ સામે આવે છે તે જોવું રહ્યું.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News