• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /PM મોદીની 'ડિનર ડિપ્લોમસી' બાદ ગુજરાત ભાજપમાં મોટા રાજકીય ભૂકંપના એંધાણ!, દેખાવા લાગ્યા સંકેતો

PM મોદીની 'ડિનર ડિપ્લોમસી' બાદ ગુજરાત ભાજપમાં મોટા રાજકીય ભૂકંપના એંધાણ!, દેખાવા લાગ્યા સંકેતો

PM Modi Dinner Diplomacy Impact: ગુજરાતના રાજકારણમાં સમીકરણો બદલાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યના ટોચના નેતાઓ સાથેની 'ડિનર ડિપ્લોમસી' બાદ વહેલી ચૂંટણીથી લઈને મુખ્યમંત્રી પદમાં ફેરફાર સુધીની અફવાઓનું બજાર ગરમ છે. આ તમામ અટકળો વચ્ચે યોજાયેલા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. પીએમના સ્પષ્ટ સંદેશા બાદ આજના કાર્યક્રમમાં બે એવી બાબતો જોવા મળી, જેણે આગામી રાજનીતિની દિશા સ્પષ્ટ કરી દીધી છે.

Written ByChudasama Krushnapalsinh
Published: Nov 16, 2026, 18:27 IST|Updated: Nov 16, 2026, 19:07 IST
joinshare
PM મોદીની 'ડિનર ડિપ્લોમસી' બાદ ગુજરાત ભાજપમાં મોટા રાજકીય ભૂકંપના એંધાણ!, દેખાવા લાગ્યા સંકેતો

About the Author

    Chudasama Krushnapalsinh

    Chudasama Krushnapalsinh

    2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
    Read More

    ટ્રેન્ડિંગ

    • ન્યૂઝ
    • ફોટો
    • વીડિયો
    શું NBCC અદાલતથી ઉપર થઈ ગયું? કોર્ટમાં કેસ પેન્ડિંગ, તો પણ સરોજિની નગરમાં ફ્લેટની હરાજી ચાલુ

    શું NBCC અદાલતથી ઉપર થઈ ગયું? કોર્ટમાં કેસ પેન્ડિંગ, તો પણ સરોજિની નગરમાં ફ્લેટની હરાજી ચાલુ

    2

    ભગવાનના દરબારમાં ભેદભાવ કેમ? ભક્તોના વિરોધ બાદ ડાકોર મંદિર ટ્રસ્ટની પીછેહઠ, VIP કલ્ચર બંધ!

    3

    PM મોદીની 'ડિનર ડિપ્લોમસી' બાદ ગુજરાત ભાજપમાં મોટા રાજકીય ભૂકંપના એંધાણ!, દેખાવા લાગ્યા સંકેતો

    4

    TAT પરીક્ષાના પરિણામ સામે ઉમેદવારોમાં રોષ, પરીક્ષાર્થીઓનો ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ, નિષ્પક્ષ તપાસની માંગ

    5

    બાઈકથી સિંહનો પીછો કરવાનો વીડિયો વાયરલ, આંબરડી સફારી પાર્કના 3 કર્મચારીઓ સામે કાર્યવાહી, જાણો

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    PM Modi Dinner Diplomacy Impact: ગાંધીનગરમાં યોજાયેલા આ સ્નેહમિલનમાં સૌથી વધુ ચર્ચા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા રોહન ગુપ્તાની મંચ પરની ઉપસ્થિતિની રહી. ભાજપના જે જૂના નેતાઓને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે અણગમો કે સૂગ હતી, તેમની વચ્ચે જ રોહન ગુપ્તાને સ્ટેજ પર સ્થાન આપીને હાઈકમાન્ડે સીધો સંદેશ આપી દીધો છે. પક્ષે સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપમાં જૂના જોગીઓ હોય કે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા નેતાઓ દરેકનું સ્થાન અને મહત્વ એકસમાન છે.

     

    પીએમ મોદીની બેઠક બાદ ભાજપે લીધા તાત્કાલિક નિર્ણયો....

    1. ભાજપે અમદાવાદ અને ગાંધીનગરના નેતાઓ માટે યોજ્યું સ્નેહમિલન
    2. પેજ સમિતિનું પુનરાગમન અને જૂની નારાજગી ભૂલીને અગાઉ જેવો જ સ્નેહ અને આત્મીયતા જાળવવી એ ભાજપની મૂળ પરંપરા, સીએમનો સ્પષ્ટ સંદેશ દેખાડે છે કે ભાજપ હવે નારાજ નેતાઓને મનાવશે
    3. ૨૨ નવેમ્બરે રાજ્યની તમામ ૧૮૨ બેઠકો પર સ્નેહમિલન
    4. રોહન ગુપ્તા સ્ટેજ પર બિરાજમાન : ભાજપનો પક્ષપલટુઓ માટે મોટો સંદેશ!
    5. એકદમ સાઈડલાઈન થયેલા નેતાઓને પણ યાદ કરીને સ્નેહમિલન કાર્યક્રમમાં બોલાવાયા
    6. ગુજરાત કોંગ્રેસ દ્વારા સરના વિરોધમાં યોજાતા કાર્યક્રમો સામે ભાજપ યુવા મોરચો કરશે રાજ્યવ્યાપી કાર્યક્રમો
    7. આદીવાસી બેલ્ટને પ્રાધાન્ય, સીએમ ખુદ 3 દિવસનો કરશે પ્રવાસ

    સી.આર. પાટીલની 'પેજ સમિતિ' રણનીતિનું પુનરાગમન

    બીજી મહત્વની બાબત સંગઠનાત્મક માળખાને લઈને જોવા મળી. છેલ્લા એક વર્ષથી જે 'પેજ સમિતિ'ના અસ્તિત્વ અને તેની સક્રિયતા સામે સવાલો ઊભા થઈ રહ્યા હતા, તેનો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં ખાસ ઉલ્લેખ કર્યો. આ ઉલ્લેખ દ્વારા તેમણે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે આગામી સમયમાં પણ પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની 'પેજ સમિતિ'ની જૂની અને અસરકારક રણનીતિને જ મહત્વ આપવામાં આવશે.

    મુખ્યમંત્રી પદ કોળી સમાજ પાસે હોવું જોઈએ': પાટીદારોના દબદબા વચ્ચે ભાજપના જ ધારાસભ્યે નવો પલિતો ચાંપ્યો, જાણો શું છે વિવાદ

    વડાપ્રધાન મોદીની બેઠક બાદ ગુજરાતના સત્તા અને સંગઠનના માળખામાં ઘણા મહત્વના બદલાવો જોવા મળી રહ્યા છે. આજનું સ્નેહમિલન માત્ર એક ઔપચારિક કાર્યક્રમ ન રહેતા, આગામી મોટા રાજકીય નિર્ણયોનું એંધાણ બની ગયું છે. આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં આની મોટી અસર જોવા મળે તો પણ નવાઈ નહીં. આ કાર્યક્રમમાં વિપુલ ચૌધરીથી લઈને એવા જૂના નેતાઓ હાજર હતા. જેઓ હાલમાં સાઈડલાઈન છે.  ભાજપનું આ સ્નેહમિલન એ જૂના નેતાઓ માટે રાહતના મોટા સમાચાર છે.

    રોહન ગુપ્તાની મંચ પર ઉપસ્થિતિ અને ભાજપનો સંદેશ

    એક સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જેમને જાહેરમાં ઓળખવાની પણ ના પાડી દીધી હતી, તે જ રોહન ગુપ્તા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં સ્ટેજ પર અગ્રિમ હરોળમાં બિરાજમાન જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તરુણ ચુગ અને જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ વચ્ચે રોહન ગુપ્તાનું કેન્દ્રીય નેતા તરીકે સ્ટેજ પર હોવું એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર નેતાઓનું પક્ષમાં આજે પણ પૂરતું મહત્વ છે. આ સાથે જ સાઈડલાઈન થયેલા અન્ય નેતાઓની હાજરીએ પણ કાર્યક્રમમાં નવું રાજકીય સમીકરણ ઊભું કર્યું છે.

    નારાજગી ભૂલીને આત્મીયતા જાળવવાની પરંપરા

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહમિલનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન કોઈના મનમાં પણ કોઈના પ્રત્યે નારાજગી કે મતભેદ રહ્યા હોય, તો આવા ઉત્સવો અને સ્નેહમિલનના માધ્યમથી જૂના સંબંધો ફરી યથાવત કરવા જોઈએ. જૂની નારાજગી ભૂલીને અગાઉ જેવો જ સ્નેહ અને આત્મીયતા જાળવવી એ ભાજપની મૂળ પરંપરા છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર જનતાએ મૂકેલા વિશ્વાસને અકબંધ રાખવાની જવાબદારી દરેક કાર્યકરની હોવાનું આહવાન કરાયું હતું. પીએમ મોદીની બેઠક બાદ ગુજરાતના સત્તા અને સંગઠનમાં આવેલા આ બદલાવો માત્ર ઔપચારિક નથી, પણ આગામી મોટા રાજકીય નિર્ણયોનું સ્પષ્ટ એંધાણ છે!

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Gujarat Politics