SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રાજકોટમાં બજાર ખુલતાની સાથે જ સિંગતેલના ભાવમાં ભડકો: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, ડબ્બાનો ભાવ સાંભળી લાગશે આંચકો!

Rajkot News: દિવાળીના તહેવારો પૂર્ણ થતાની સાથે જ ખાદ્યતેલ બજારમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના મુખ્ય માર્કેટ ગણાતા રાજકોટમાં બજાર ખુલતાની સાથે જ સિંગતેલના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. મોંઘવારીનો વધુ એક માર પડતા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે હવે ઘર ચલાવવું વધુ કપરું બની રહ્યું છે.

Written By Kinjal Patel
Published: Nov 15, 2026, 12:14 PM IST | Updated: Nov 15, 2026, 12:46 PM IST
Join

Rajkot News: રાજકોટ તેલ બજારમાં સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ. 20થી 30નો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવવધારાને કારણે સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ રૂ. 3,150ની સપાટી વટાવી ગયો છે. દિવાળી બાદ સતત વધી રહેલા ભાવને કારણે બજારમાં ગરમાવો આવી ગયો છે અને રિટેલ ગ્રાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

અમૂલ દ્વારા દૂધ-દહીં બાદ હવે છાસમાં મોંઘવારીનો ડામ: ભાવ વધાર્યા વગર ગ્રાહકોના ખિસ્સા પર ફેરવી કાતર

સિંગતેલના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું

શાકભાજી, કઠોળ અને મસાલા બાદ હવે સિંગતેલના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. વેપારીઓના જણાવ્યા મુજબ, બજારની વર્તમાન સ્થિતિ જોતા આગામી દિવસોમાં પણ ભાવમાં વધુ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલું જ નહીં, આખા વર્ષ દરમિયાન સિંગતેલના ભાવમાં કોઈ મોટો ઘટાડો નહીં આવે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે, જે સામાન્ય જનતા માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

મોંઘવારીનો વધુ એક માર! CNGના ભાવમાં પ્રતિ કિલો 1.50 રૂપિયાનો વધારો, જાણો ક્યાં વધ્યા ભાવ

ભાવ વધારા પાછળ પુરવઠા અને માંગનું અસંતુલન જવાબદાર

બજારના જાણકારોના મતે, સિંગતેલના ભાવમાં થઈ રહેલા સતત ભાવ વધારા પાછળ પુરવઠા અને માંગનું અસંતુલન જવાબદાર છે. એક તરફ મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થતા બજારમાં સિંગતેલના પુરવઠા પર સીધી અસર પડી છે, તો બીજી તરફ બજારમાં સિંગતેલની માંગ યથાવત જળવાઈ રહી છે. ઓછા પુરવઠા સામે સતત રહેતી માંગને કારણે તેલ મિલો અને બજારમાં ભાવ ઊંચકાઈ રહ્યા છે.

તહેવારોની ભીડ વચ્ચે રેલવેનો મોટો નિર્ણય: અમદાવાદથી મધુબની માટે ખાસ ટ્રેનની જાહેરાત, જાણો કયા સ્ટેશનો પર મળશે સ્ટોપેજ

સમાચારનો સાર:-

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES