SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

"ચાર ચોકે વડા મૂકવા, ભૂત-પ્રેત ને મેલી વિદ્યા બધું જ ધતિંગ", કાળી ચૌદશે અંધશ્રદ્ધા પર વિજ્ઞાન જાથાનો પ્રહાર

Rajkot News: કાળી ચૌદશના તહેવાર ઉપર અંધશ્રદ્ધા ઉપર વિજ્ઞાન જાથાના પ્રહાર. અંધશ્રદ્ધા મામલે વિજ્ઞાન જાથા ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન. કાળી ચૌદશના દિવસે ચાર ચોકે કુંડાળા કરવા, સ્મશાનમાં ભૂત પ્રેતનો વાસ , મેલી વિદ્યા બધું જ ધતિંગ છે. માનવી ચંદ્ર અને મંગળ ઉપર જવાની તૈયારી કરે છે. અંધશ્રદ્ધામાં ડૂબેલા માનવી ભૂત પ્રેત અને મેલી વિદ્યાના ચક્કરમાં ડૂબી રહ્યા છે.

Written By Kinjal Patel
Published: Nov 07, 2026, 03:46 PM IST | Updated: Nov 07, 2026, 03:52 PM IST
Join

Rajkot News: દિવાળીના તહેવારોમાં આવતી કાળી ચૌદશના દિવસને આપણી માન્યતાઓમાં ભૂત-પ્રેત, ડાકીની અને મેલી વિદ્યા સાથે જોડવામાં આવે છે. આ દિવસે અનેક જગ્યાએ અંધશ્રદ્ધાના નામે અટપટા પ્રયોગો થતા હોય છે. આ કુપ્રથાઓ અને વહેમો સામે રાજકોટમાં વિજ્ઞાન જાથા દ્વારા આક્રમક પ્રહારો કરવામાં આવ્યા છે અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ થયો છે.

હવે શિયાળો નહીં પરંતુ વરસાદ આવશે! બંગાળનો ઉપસાગર તોફાની બનશે, ગુજરાતના હવામાનમાં આવશે પલટો

જયંત પંડ્યાએ અંધશ્રદ્ધાની પોલ ખોલી..

જયંત પંડ્યાએ અંધશ્રદ્ધાની પોલ ખોલતા જણાવ્યું હતું કે કાળી ચૌદશની રાત્રે ચાર રસ્તે કુંડાળા કરવા, વડા કે તાંત્રિક સામગ્રી મૂકવી એ તદ્દન અંધશ્રદ્ધા સિવાય કશું નથી. સ્મશાન વિશે એવી માન્યતા હોય છે કે ત્યાં ભૂત, પ્રેત કે ડાકીનીઓનો વાસ હોય છે, પરંતુ વિજ્ઞાન જાથાએ આ વાતને નકારી કાઢીને સ્પષ્ટ કર્યું છે કે સ્મશાનમાં કોઈ ભૂત-પ્રેત હોતા નથી. આ માત્ર લોકોના મનનો ડર છે.

એક તરફ વિજ્ઞાનની પ્રગતિ, તો બીજી તરફ વહેમનો અંધકાર

જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં જ્યાં માનવી ચંદ્ર અને મંગળ ગ્રહ પર પહોંચવાની તૈયારીઓ કરી રહ્યો છે, ટેકનોલોજી અદ્ભુત હરણફૂળ ભરી રહી છે, ત્યારે બીજી બાજુ અંધશ્રદ્ધામાં ડૂબેલા કેટલાક લોકો હજુ પણ ભૂત-પ્રેત અને મેલી વિદ્યાના ચક્કરમાં ફસાઈને પોતાનો સમય અને શક્તિ બરબાદ કરી રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. વિજ્ઞાન જાથા છેલ્લા 33 વર્ષથી સતત અંધશ્રદ્ધા માટે વિવિધ કાર્યક્રમો અને અભિયાનો ચલાવી રહી છે. આ સંસ્થા દ્વારા અંધશ્રદ્ધાના ભોગ બનતા લોકોને બચાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે.

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂક, ખેડૂતોના માથે ફરી સંકટના વાદળો, અમરેલીમાં દીપડાએ બાળકને ફાડી ખાધો

સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા સંપૂર્ણપણે ખોટી અને નર્યું ધતિંગ

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કાળી ચૌદશના તહેવાર નિમિત્તે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા સંપૂર્ણપણે ખોટી અને નર્યું ધતિંગ છે. તેમણે લોકોને વિજ્ઞાન અને તર્ક આધારિત અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો.

લોકોએ વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર ધ્યાન આપવું જોઈએ

વિજ્ઞાન જાથાએ જનતાને અપીલ કરી છે કે પ્રેત બાધા, મેલી વિદ્યા કે ચમત્કારો જેવું વાસ્તવિકતામાં કશું જ હોતું નથી. સમાજે વહેમો અને અંધશ્રદ્ધાના દૂષણમાંથી બહાર આવીને વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી પ્રગતિના પંથે આગળ વધી શકાય.

'પૈસા આજે છે, કાલે નહીં હોય'...સુરતના વેપારીએ દિવાળી પર કર્મચારીઓને દિલ ખોલીને આપ્યું બોનસ, સ્ટાફ રડી પડ્યો

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES