SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રાજકોટમાં લૂંટ વિથ મર્ડર કેસના આરોપીએ પોલીસ પર કેવી રીતે કર્યું ફાયરિંગ? ક્યા છૂપાવ્યું હતું હથિયાર, ક્રોસ ફાયરિંગમાં આરોપી દબોચાયો!

રાજકોટમાં થયેલ લૂંટ વિથ મર્ડર કેસના આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી છે. સામ ક્રાઈમ બ્રાંચે જવાબી કાર્યવાહીમાં આરોપીને પગમાં ગોળી મારતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પંચનામા વખતે ફાયરિંગની ઘટના બની છે.

Written By Kinjal Patel
Published: Oct 17, 2026, 10:54 AM IST | Updated: Oct 17, 2026, 11:07 AM IST
Join

સાહિલ સપ્પા/રાજકોટ: સુરેન્દ્રનગર બાદ હવે રાજકોટમાં પણ પોલીસ અને આરોપી વચ્ચે ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે.રાજકોટમાં રૂપિયા 1.53 કરોડના ચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં પોલીસ રિમાન્ડ પર રહેલા આરોપીએ જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ કરતાં ખળભળાટ મચી ગયો છે. હથિયારની રિકવરી માટે લઈ જવામાં આવેલા આરોપી અનુરાગસિંહ રાજપૂતે પોલીસ ટીમ પર એક બાદ એક બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં ક્રાઇમ બ્રાન્ચના PSI વનરાજસિંહ ડોડિયાએ એક રાઉન્ડ ફાયરિંગ કરતાં આરોપી ઘાયલ થયો છે.

આખરે આરોપીએ પોલીસની હાજરીમાં હથિયાર ક્યાંથી મેળવ્યું?
ઘટનાને પગલે ઘાયલ આરોપીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ પોલીસ પર ફાયરિંગ કરનાર આરોપી સામે હવે હત્યાના પ્રયાસ અને ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારે સવાલ એ છે કે આખરે આરોપીએ પોલીસની હાજરીમાં હથિયાર ક્યાંથી મેળવ્યું અને પોલીસ કસ્ટડી દરમિયાન જ પોલીસ પર ફાયરિંગ કરવાની હિંમત કેવી રીતે કરી?

ભરૂચ GIDCમાં પ્રચંડ બ્લાસ્ટ: મૃત્યુઆંક વધ્યો, જાણો કામદારોના મોતનું લિસ્ટ, અન્ય ઇજાગ્રસ્ત

લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપીના ફાયરિંગથી પોલીસ બેડામાં ચકચાર
રાજકોટ રૂપિયા 1.53 કરોડના લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપીના ફાયરિંગથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. લાલજી સરધારાની હત્યા કરી સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવાના આ ગંભીર ગુનામાં પોલીસે કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તમામ 10 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા ગુનામાં વપરાયેલાં હથિયારો કબજે કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.

સરધારાની હત્યામાં વપરાયેલા હથિયારની શોધખોળ કરી
ક્રાઇમ બ્રાન્ચની ટીમ લાલજી સરધારાની હત્યામાં વપરાયેલા હથિયારની શોધખોળ કરી રહી હતી. પોલીસ અગાઉ ગુનામાં વપરાયેલું એક હથિયાર કબજે કરી ચૂકી હતી. પરંતુ આરોપી અનુરાગસિંહ રાજપૂતે અન્ય એક હથિયાર છુપાવ્યું હોવાની બાબત તપાસ દરમિયાન સામે આવી હતી. આ હથિયાર કબજે કરવા માટે પોલીસ આરોપીને સાથે રાખીને આગળની કાર્યવાહી કરી રહી હતી.

ચોમાસાની વિદાય બાદ ફરી ગુજરાતના કયા જિલ્લાઓમાં ફરી પડી શકે છે વરસાદ? જાણો અંબાલાલ અને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું
હથિયારની રિકવરી માટે પોલીસ આરોપી અનુરાગસિંહ રાજપૂતને રાજકોટના એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આર.કે. ઇન્ડસ્ટ્રિયલ એરિયા નજીક લઈ ગઈ હતી અહીં છુપાવેલું હથિયાર શોધવા માટે ડિસ્કવરી પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી.પરંતુ આ જ કાર્યવાહી દરમિયાન અચાનક ઘટનાએ ગંભીર વળાંક લીધો હતો. આરોપી અનુરાગસિંહ રાજપૂતે છુપાવેલા હથિયારનો ઉપયોગ કરીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

આ હુમલાથી ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો
પોલીસ ટીમ પર અચાનક થયેલા આ હુમલાથી ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તાત્કાલિક જવાબી કાર્યવાહી કરી હતી. PSI વનરાજસિંહ ડોડિયાએ આરોપી પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.. જેમાં આરોપી અનુરાગસિંહ રાજપૂત ઘાયલ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Gujarat News Live: નવમાં નોરતે વરસાદનું વિધ્ન, અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમની મોટી કાર્યવાહી, રાજકોટમાં લૂંટ કેસના આરોપીએ કર્યું ફાયરિંગ

સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવા બદલ આરોપી વિરુદ્ધ ગુનો 
આ સમગ્ર ઘટનાએ પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી હથિયારોની રિકવરી અને સુરક્ષાની વ્યવસ્થાને લઈને પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.એક તરફ લાલજી સરધારાની હત્યા અને રૂપિયા 1.53 કરોડના સોના-ચાંદીના દાગીનાની લૂંટના કેસમાં પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. તો બીજી તરફ હથિયાર કબજે કરવાની કાર્યવાહી દરમિયાન આરોપીએ પોલીસ પર જ ફાયરિંગ કર્યું છે.હવે પોલીસ પર હુમલો કરવા અને સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવા બદલ આરોપી વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં હત્યાના પ્રયાસ સહિતની કલમો ઉમેરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસની આગળની તપાસ મહત્ત્વપૂર્ણ બની
હાલ ઘાયલ આરોપીની સારવાર અને સમગ્ર ફાયરિંગની ઘટનાને લઈને પોલીસની આગળની તપાસ મહત્ત્વપૂર્ણ બની છે. ત્યારે લૂંટ વિથ મર્ડરના આ ચકચારી કેસમાં હથિયારોની રિકવરી દરમિયાન બનેલી આ ઘટનાએ રાજકોટમાં ભારે ચર્ચા જગાવી છે. હવે પોલીસની તપાસમાં આ હથિયાર ક્યાંથી આવ્યું, આરોપીએ તેને કેવી રીતે છુપાવ્યું અને સમગ્ર ઘટનાની અન્ય કઈ વિગતો બહાર આવે છે તે જોવું મહત્ત્વપૂર્ણ રહેશે.

અમદાવાદમાં મોટો પર્દાફાશ: એક જ IMEI નંબર પર ચાલતા હતા 60-70 નકલી મોબાઈલ! ગીતામંદિર

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES