બહારગામ જતા પહેલાં સાવધાન! રાજકોટ પોલીસની નાગરિકોને ખાસ અપીલ- ‘સોશિયલ મીડિયા પર લોકેશન શેર ન કરો’
Rajkot News: દિવાળીના તહેવારોમાં લોકો પરિવાર સાથે બહારગામ ફરવા જતા હોય છે, ત્યારે બંધ મકાનોમાં ચોરી થવાની શક્યતા વધી જાય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકોની મિલકત સુરક્ષિત રહે તે માટે પોલીસે વિશેષ સુરક્ષા વ્યવસ્થા અને પેટ્રોલિંગ ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સાહિલ સપ્પા/રાજકોટ: દિવાળીના તહેવારને લઈને રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. તહેવારોની રજાઓમાં લોકો પરિવાર સાથે બહારગામ ફરવા જતા હોય છે. ત્યારે બીજી તરફ બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતી ગેંગ સક્રિય થવાની શક્યતાને પગલે રાજકોટ પોલીસે અત્યારથી જ સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ નાગરિકોની મિલકત સુરક્ષિત રહે તે માટે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
Gujarat News Live: PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોચ્યા, ગુજરાતના 7 જિલ્લામાં કમોસમી વરસાદ, સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો
ડિજિટલ અરેસ્ટના નામે થતી સાયબર છેતરપિંડી સામે પણ પોલીસ દ્વારા લોકોને જાગૃત
DCP ક્રાઈમ જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદ યોજી નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.એટલું જ નહીં, પ્રથમ વખત શહેરની સોસાયટીઓ અને ખાનગી સંસ્થાઓનાં CCTV કેમેરાનું એક્સેસ પણ પોલીસ મેળવશે, જેથી કોઈપણ શંકાસ્પદ હિલચાલ પર પોલીસની સીધી નજર રહેશે. તો બીજી તરફ આંગડિયા પેઢીઓ, જ્વેલરી બજાર અને ભીડભાડવાળા વિસ્તારોમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. સાથે જ ડિજિટલ અરેસ્ટના નામે થતી સાયબર છેતરપિંડી સામે પણ પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે.
રાજકોટ પોલીસે નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ
દિવાળીના તહેવાર અને વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે બહારગામ ફરવા જતા હોય છે. ત્યારે આવા સમયે બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતી ગેંગ સક્રિય થવાની શક્યતા રહે છે. જેને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસે નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે.ઘર બંધ કરીને બહાર જતાં પહેલાં સુરક્ષિત તાળા મારવા, વિશ્વાસુ પાડોશી અથવા નજીકના વ્યક્તિને જાણ કરવી અને કિંમતી દાગીના, રોકડ રકમ સહિતની વસ્તુઓ લોકર અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચન કરવામાં આવ્યું છે.
સોમનાથ મંદિર નજીક નહીં વેચાય નોન-વેજ, હાઈકોર્ટે થોડા કલાકોમાં જ ઉલટાવી નાખ્યો નિર્ણય, જાણો
રાજકોટ પોલીસે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો
એટલું જ નહીં, ફરવા જતાં પહેલાં કે ફરવા દરમિયાન પોતાના ઘરની માહિતી, લોકેશન, ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું ટાળવા પણ પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી છે.જેથી ચોર ટોળકી સુધી ઘરમાં કોઈ હાજર ન હોવાની માહિતી ન પહોંચે. દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા રાજકોટ પોલીસે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં પ્રથમ વખત શહેરની વિવિધ સોસાયટીઓ અને ખાનગી સંસ્થાઓમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાનું એક્સેસ પોલીસ મેળવશે. જેથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં થતી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી શકાય.
બજારોમાં પણ પોલીસ બંદોબસ્ત વધારવામાં આવશે
આ ઉપરાંત શહેરના સંવેદનશીલ વિસ્તારો, રહેણાક સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. ખાસ કરીને આંગડિયા પેઢીઓ, જ્વેલરી બજાર, સોના-ચાંદીની દુકાનો અને રોકડ વ્યવહાર થતા સ્થળોએ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જ્યારે ખરીદી માટે નીકળતા લોકોની ભીડને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળો અને બજારોમાં પણ પોલીસ બંદોબસ્ત વધારવામાં આવશે. સાથે જ નાગરિકોને મોબાઈલ ફોન, સોનાના દાગીના અને અન્ય કિંમતી સામાનની ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે
બળદને આશ્રમમાં મૂકતાં ચોંધાર આંસુએ રડનાર જામનગરના વાવડી ગામે ખેડૂતે જીવન ટૂંકાવ્યું : આર્થિક ભીંસથી થાકી ગયા
તપાસના નામે નાણાં ટ્રાન્સફર કરાવવાની ઘટનાઓ સામે આવી
બીજી તરફ દિવાળીના તહેવાર દરમિયાન સાયબર ઠગો પણ સક્રિય થઈ નાગરિકોને છેતરવાનો પ્રયાસ કરી શકે છે.ખાસ કરીને ડિજિટલ અરેસ્ટના નામે કરવામાં આવતી છેતરપિંડીને લઈને રાજકોટ પોલીસે લોકોને સાવચેત કર્યા છે. અજાણ્યા નંબર પરથી ફોન કરીને પોલીસ, CBI, ED કે અન્ય સરકારી એજન્સીના અધિકારી હોવાની ઓળખ આપતા લોકોની વાતોમાં ન આવવા અપીલ કરવામાં આવી છે. ફોન પર ધરપકડની ધમકી આપવી, વીડિયો કોલ પર નજરકેદ રાખવા અને તપાસના નામે નાણાં ટ્રાન્સફર કરાવવાની ઘટનાઓ સામે આવી રહી છે.
દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોની સુરક્ષા અને મિલકતની સલામતી જળવાઈ
પોલીસ દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું નથી. કોઈ અજાણી વ્યક્તિ ફોન કરીને ધમકી આપે કે પૈસાની માંગણી કરે તો ગભરાઈને એક પણ રૂપિયો ટ્રાન્સફર ન કરવો. આવી ઘટના બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોની સુરક્ષા અને મિલકતની સલામતી જળવાઈ રહે તે માટે રાજકોટ પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
1 નવેમ્બરે દિલ્હીમાં કોંગ્રેસની ‘વોટ બચાવો, દેશ બચાવો’ રેલી પહેલાં રાજકીય ઘમાસાણ; રામલીલા મેદાન 14 સુરક્ષા ઝોનમાં વિભાજિત, વેપારીઓનો વિરોધ