SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

બટાકાનું વાવેતર કરતા ખેડૂતોને થશે સીધો ફાયદો! ગુજરાતમાં 'ફ્રેન્ચ ફ્રાઇઝ' પ્લાન્ટની ક્ષમતા વધારાશે, PM મોદી કરશે ઈ-લોકાર્પણ

Gandhinagar News: વાવ-થરાદના સણાદર ખાતે બનાસ ડેરીના ફ્રેન્ચ ફ્રાઇઝ પ્રોસેસિંગ પ્લાન્ટનું વિસ્તરણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઈ-લોકાર્પણ. 51.65 કરોડના રોકાણથી એક કલાકમાં 5 ટન ફ્રેન્ચ ફ્રાઇઝનું ઉત્પાદન કરી શકાશે. બનાસ ડેરીમાં સર્ટિફાઇડ બિયારણથી લઈને બટાકાની ખેતી, ખરીદી અને પ્રોસેસિંગ સુધીની સંકલિત વ્યવસ્થા. 10,000 ટનની ક્ષમતાવાળા કોલ્ડ સ્ટોરેજથી સપ્લાય ચેઇનને મજબૂતી. બટાકાના પ્રોસેસિંગમાંથી નીકળતા જૈવિક કચરામાંથી બાયોગેસનું ઉત્પાદન, અવશેષનો ખેતીમાં પુનઃઉપયોગ.

Written By Kinjal Patel
Published: Oct 29, 2026, 03:49 PM IST | Updated: Oct 29, 2026, 04:03 PM IST
Join

Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતે બનાસ ડેરીના વિસ્તૃત ફ્રેન્ચ ફ્રાઇઝ પ્રોસેસિંગ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરશે. બનાસ ડેરીએ એપ્રિલ 2026માં ફ્રેન્ચ ફ્રાઇઝના ઉત્પાદન અને પેકિંગ લાઇનની ક્ષમતા વધારવાની કામગીરી શરૂ કરી હતી. ₹51.65 કરોડના રોકાણથી હવે પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા પ્રતિ કલાક 2 ટનથી વધારીને 5 ટન થશે. આ વિસ્તરણથી બટાકાના પ્રોસેસિંગને વેગ મળવાની સાથે સ્થાનિક બટાકા ઉત્પાદકોને વધુ સારા ભાવ અને બજારની નવી તકો મળી શકશે.

વડોદરાની દલા પટેલની પોળમાં સોની પરિવારના ત્રણ સભ્યોએ કેમ વ્હાલું કર્યું મોત? તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

બનાસકાંઠામાં બટાકાનું પ્રોસેસિંગ વેગવાન બનશે

બનાસકાંઠા બટાકાના ઉત્પાદનમાં અગ્રણી જિલ્લો છે. છેલ્લા 25 વર્ષમાં પ્રોસેસિંગ-ગ્રેડ બટાકાની ખેતી હેઠળનો વિસ્તાર આશરે 400 હેક્ટરથી વધીને 61,016 હેક્ટર થયો છે. વર્ષ 2024-25માં જિલ્લામાં આશરે 18.7 લાખ ટન બટાકાનું ઉત્પાદન થયું હતું, જ્યારે પ્રતિ હેક્ટર ઉત્પાદકતા આશરે 30 ટન રહી હતી. ફળદ્રુપ જમીન, અનુકૂળ આબોહવા અને અદ્યતન ખેતી પ્રણાલીના કારણે ચિપ-ગ્રેડ અને ફ્રેન્ચ ફ્રાઈ-ગ્રેડ બટાટાના ઉત્પાદન માટે આ ક્ષેત્ર આદર્શ ગણાય છે. આ ઉપરાંત, બટાકાના પ્રોસેસિંગ દરમિયાન નીકળતા જૈવિક કચરાનો ઉપયોગ બાયોગેસના ઉત્પાદન માટે કરવામાં આવે છે, જ્યારે બાકી રહેતા અવશેષનો ખેતી માટે પુનઃઉપયોગ થાય છે.

બિયારણથી ફ્રેન્ચ ફ્રાઇઝ સુધીની સંકલિત વ્યવસ્થા

બનાસ ડેરીએ વર્ષ 2019માં અમૂલ બ્રાન્ડ હેઠળ ફ્રેન્ચ ફ્રાઇઝ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી ડેરીએ ગુણવત્તાયુક્ત બિયારણ તૈયાર કરવા, બટાકાની ખેતી, ખરીદી અને પ્રોસેસિંગને એકબીજા સાથે જોડતી ‘સીડ-ટુ-ફ્રાય’ વ્યવસ્થા વિકસાવી છે. આ પ્રક્રિયા સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને અન્ય સંસ્થાઓ પાસેથી મેળવેલા રોગમુક્ત જર્મપ્લાઝમથી શરૂ થાય છે. તેને બનાસ ડેરીની ટિશ્યૂ કલ્ચર લેબોરેટરીમાં વિકસાવવામાં આવે છે અને ત્યારબાદ કાનપુર ખાતેની એરોપોનિક સુવિધામાં G0 મિનિટ્યુબર્સમાં વિકસાવવામાં આવે છે. ત્યારબાદ આ મિનિટ્યુબર્સને ખેતરમાં G3 સ્તર સુધી વિકસાવવામાં આવે છે, જેથી ખેડૂતોને પ્રમાણિત બિયારણ ઉપલબ્ધ થાય અને પ્રોસેસિંગ માટે યોગ્ય ગુણવત્તાના બટાકાનું ઉત્પાદન થઈ શકે.

ખેડૂતોને બિયારણ આપતી વખતે જ બટાકાની ખરીદીનો ભાવ અગાઉથી નક્કી કરવામાં આવે છે. વર્ષ 2023-24માં બનાસ ડેરીએ બટાકાના ખેડૂતોને ભાવના તફાવત પેટે આશરે ₹1.83 કરોડ ચૂકવ્યા હતા. વર્ષ 2024-25 માટે બાયબેક ભાવ પ્રતિ યુનિટ ₹13 અને વર્ષ 2025-26 માટે પ્રતિ યુનિટ ₹14 હતો.

દાદા સદી ફટકારશે! પીએમ મોદીના રસ્તે ચાલી રહ્યાં છે 'ભૂપેન્દ્ર પટેલ', સાબિત કરી દીધું કે મૃદુ સાથે છે મક્કમ

10,000 ટનની ક્ષમતાવાળા કોલ્ડ સ્ટોરેજથી સપ્લાય ચેઇનને મજબૂતી

બટાકાની વેલ્યુ ચેઇનને મજબૂત બનાવવા માટે બનાસ ડેરીએ વર્ષ 2024માં 10,000 ટનની કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી વિકસાવી હતી. આ ઉપરાંત, નવેમ્બર 2025માં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL) સાથે સમજૂતી કરાર (MoU) કરીને દેશભરના ખેડૂતો સુધી પ્રમાણિત બિયારણ પહોંચાડવાની દિશામાં પણ પહેલ કરી હતી.

સણાદર ખાતે પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણથી બટાકા ઉત્પાદકોને બજારમાં નવી તકો મળશે

વર્ષ 2025-26માં ભારતમાંથી આશરે 2.77 લાખ ટન મૂલ્યવર્ધિત બટાકા ઉત્પાદનોની નિકાસ થઈ હતી, જેનું મૂલ્ય આશરે ₹2,744.50 કરોડ હતું. સણાદર ખાતે ફ્રેન્ચ ફ્રાઇઝ પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણથી બટાકાના મૂલ્યવર્ધનને વેગ મળશે. ગુણવત્તાયુક્ત બિયારણ, ખેડૂતો પાસેથી સુવ્યવસ્થિત ખરીદી, સંગ્રહ સુવિધા અને વધેલી પ્રોસેસિંગ ક્ષમતાના સમન્વયથી બનાસકાંઠાના બટાકા ઉત્પાદકો માટે બજારની નવી તકો ઊભી થશે અને પ્રદેશમાં કૃષિ આધારિત ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન મળશે.

ફ્રી-ફાયર ગેમ બની અપહરણનું સાધન: જામનગરની સગીરાને આસામથી હેમખેમ શોધી કાઢી આરોપી ઝડપાયો

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES