• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ભીલડીમાં અનોખો સભા મંડપ: દેશી ખાટલા પર બેસી પશુપાલકો PM મોદીને સાંભળશે; બ્રીડિંગ સેન્ટર અને બાયો-CNG પ્લાન્ટની મળશે ભેટ

ભીલડીમાં અનોખો સભા મંડપ: દેશી ખાટલા પર બેસી પશુપાલકો PM મોદીને સાંભળશે; બ્રીડિંગ સેન્ટર અને બાયો-CNG પ્લાન્ટની મળશે ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબર, શુક્રવારે બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી આ દરમિયાન બનાસડેરીના 407 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ સાથે દેશના કરોડો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો રિલીઝ કરશે.

Written ByGokani Dhaval
Published: Oct 29, 2026, 07:05 PM IST|Updated: Oct 29, 2026, 07:09 PM IST
joinshare
ભીલડીમાં અનોખો સભા મંડપ: દેશી ખાટલા પર બેસી પશુપાલકો PM મોદીને સાંભળશે; બ્રીડિંગ સેન્ટર અને બાયો-CNG પ્લાન્ટની મળશે ભેટ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
દિવાળીની ખરીદી વચ્ચે સાયબર ઠગોથી સાવધાન: ફ્રી ગિફ્ટ અને ડિસ્કાઉન્ટ લિંક પર એક ક્લિક અને ખાતું ખાલી!

દિવાળીની ખરીદી વચ્ચે સાયબર ઠગોથી સાવધાન: ફ્રી ગિફ્ટ અને ડિસ્કાઉન્ટ લિંક પર એક ક્લિક અને ખાતું ખાલી!

2

ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી રમાશે મહામુકાબલો, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ

3

ભીલડીમાં અનોખો સભા મંડપ: દેશી ખાટલા પર બેસી પશુપાલકો PM મોદીને સાંભળશે; બ્રીડિંગ સેન્ટર અને બાયો-CNG પ્લાન્ટની મળશે ભેટ

4

જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં ઉદ્યોગો માટે 'ઓફરનો વરસાદ': કેપિટલ સબસિડીથી લઈ સ્ટેમ્પ ડ્યુટીમાં 100% છૂટછાટ

5

જામજોધપુરથી ગુમ થયેલા બે બાળકો ત્રણ વર્ષ બાદ રાજકોટના ગવરીદળથી મળ્યા, જામનગર AHTU ને મળી મોટી સફળતા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવાર ફરી પોતાના ગૃહરાજ્ય ગુજરાતના મહેમાન બની રહ્યા છે. 30 ઓક્ટોબરે પીએમ મોદી બનાસકાંઠાના ભીલડી ખાતે પધારવાના છે. આ મુલાકાત અનેક રીતે ખાસ રહેવાની છે, કારણ કે અહીં નથી કોઈ વિશાળ વીઆઈપી ખુરશીઓ, પરંતુ પશુપાલકો અને ગ્રામીણો માટે ઢાળવામાં આવ્યા છે પરંપરાગત દેશી ખાટલા... આ સિવાય પીએમ મોદી બનાસ ડેરીના 407 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે અને દેશના 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો 24મો હપતો ટ્રાન્સફર કરશે. જુઓ આ વિશેષ અહેવાલ....

સામાન્ય રીતે પ્રધાનમંત્રીની વિશાળ રેલીઓમાં કડક પ્રોટોકોલ, સ્ટેજ બેરિકેડિંગ અને હજારો ખુરશીઓ જોવા મળતી હોય છે. પરંતુ બનાસકાંઠાના ભીલડીનું આ ગ્રાઉન્ડ કોઈ રાજકીય રેલી નહીં, પરંતુ અસલ ગામઠી પાદર જેવું ભાસી રહ્યું છે.

સમગ્ર સભા મંડપમાં જ્યાં સુધી નજર પહોંચે, ત્યાં સુધી માત્ર ને માત્ર પરંપરાગત દેશી ખાટલા જ નજરે પડી રહ્યા છે. સભામાં આવનારા ગ્રામીણ નાગરિકો અને પશુપાલકો આ ખાટલા પર બેસીને દેશના પ્રધાનમંત્રીનું સંબોધન સાંભળશે અને તેમની સાથે સીધો સંવાદ કરશે. આ અનોખી ખાટલા બેઠક સૌનું ધ્યાન ખેંચી રહી છે.

આ પણ વાંચોઃ જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં ઉદ્યોગો માટે 'ઓફરનો વરસાદ': કેપિટલ સબસિડીથી લઈ સ્ટેમ્પ ડ્યુટીમાં

407.56 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે

ભીલડીથી પીએમ મોદી બનાસ ડેરીના રૂપિયા 407.56 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં સૌથી મહત્ત્વનો પ્રોજેક્ટ છે – ₹324.77 કરોડના ખર્ચે 127 એકરમાં નિર્મિત 'ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર' એટલે કે BBBRC છે...આ રાષ્ટ્રીય કક્ષાનું સેન્ટર દેશના પશુપાલકો માટે વરદાન સાબિત થશે, જ્યાં પશુઓની ઓલાદ સુધારણા અને દૂધ ઉત્પાદન વધારવા માટે અત્યાધુનિક સંશોધનો કરવામાં આવશે.

બનાસ ડેરીના 51.65 કરોડના ફ્રેન્ચ ફ્રાઇસ પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ

આ સાથે જ, પીએમ મોદી બનાસ ડેરીના રૂપિયા 51.65 કરોડના ખર્ચે વિસ્તૃત કરાયેલા ફ્રેન્ચ ફ્રાઇસ પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ પ્લાન્ટની ક્ષમતા પ્રતિ કલાક 2 ટનથી વધારીને 5 ટન કરવામાં આવી છે, જે દેશના સૌથી મોટા બટાકા ઉત્પાદક જિલ્લા બનાસકાંઠાના ખેડૂતો માટે 'સીડ-ટુ-ફ્રાય' મોડેલથી આશીર્વાદરૂપ બનશે.

થરાદ અને રાધનપુર ખાતે નવા 2 બાયો-CNG પ્લાન્ટનું ખાતમુહૂર્ત

તો બીજી તરફ, થરાદ અને રાધનપુર ખાતે નવા 2 બાયો-CNG પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાશે. બનાસ ડેરીના બાયો-CNG પ્લાન્ટ્સની સંખ્યા વધીને 6 થશે, જેનાથી દરરોજ 515 મેટ્રિક ટન છાણનું પ્રોસેસિંગ થશે અને વાર્ષિક 34 હજાર ટનથી વધુ કાર્બન ઉત્સર્જન અટકશે.

આ પણ વાંચોઃ એકતા નગર બનશે વધુ આકર્ષક: 220 મીટર લાંબો ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ અને 127 રૂમની આધુનિક IRCTC હોટેલ તૈયાર

'PM કિસાન સન્માન નિધિ'નો 24મો હપ્તો રિલીઝ કરાશે

આ ઐતિહાસિક દિવસ બનાસકાંઠામાં 'પીએમ કિસાન ઉત્સવ દિવસ' તરીકે ઉજવાશે. આ જ મંચ પરથી પીએમ મોદી 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ' યોજનાનો 24મો હપ્તો રિલીઝ કરશે....દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા 18,680 કરોડથી વધુની સહાય ડાયરેક્ટ ટ્રાન્સફર કરાશે, જેમાં ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા 1051 કરોડથી વધુની સીધી આર્થિક મદદ મળશે.

ગ્રામીણ સંસ્કૃતિ, પશુપાલનનો વિકાસ અને ખેડૂતોની સમૃદ્ધિનો આ ત્રિવેણી સંગમ 30 ઓક્ટોબરે બનાસકાંઠાની ધરતી પરથી નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News