SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સરકારી શાળાઓમાં હવે મંજૂરી વગર પ્રવેશ નહીં મળે, જો ઘૂસ્યા તો દંડાત્મક કાર્યવાહી માટે તૈયાર રહેજો

રાજ્યભરની સરકારી શાળાઓમાં હવેથી મંજૂરી વગર પ્રવેશ કરી શકાશે નહીં. આચાર્ય અથવા સંસ્થાની લેખિત મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે. સોશિયલ મીડિયામાં શાળાની બદનામી રોકવા શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે. વધુ વિગતો ખાસ જાણો.

Edited By Viral Raval
Published: Oct 22, 2026, 09:45 AM IST | Updated: Oct 22, 2026, 10:42 AM IST
Image Credit: AI Generated Image
Join

આજકાલ શાળાઓમાં જઈને ત્યાંની સ્થિતિ દર્શાવવી, ઘણીવાર તો પાણીમાંથી પોરા કાઢવા જેવી વસ્તુઓ દર્શાવવી એ જાણે સોશિયલ મીડિયા ટ્રેન્ડ બની ગયો છે. આ વસ્તુને રોકવા માટે હવે રાજ્ય શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. રાજ્યની સરકારી શાળાઓમાં જઈ રાજકીય રોટલા શેકતાં બિન-અધિકૃત એટલે કે વાલી સિવાયના વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ સહિતની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રિન્સિપાલની પૂર્વ લેખિત મંજૂરી વિના બાળકોના વાલીઓ સિવાયના બિન-અધિકૃત લોકો પર રોક લગાવતો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે એમાં વાસ્તવિક સ્થિતિનું ચિત્રણ દર્શાવવું પણ મુશ્કેલ થઈ પડી શકે છે.

વિપક્ષ માટે ઊભી થશે મુશ્કેલી!

જો નિયમ તોડ્યો તો થશે કાનૂની કાર્યવાહી

આ નિયમનો જો ભંગ કર્યો તો ભારતીય ન્યાય સંહિતા- 2023, પોક્સો એક્ટ 2012 અને આઈટી એક્ટ 2000 હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે હવે સરકારી શાળાઓમાં ઘૂસતા પહેલા વિચાર કરવો પડશે.

અત્રે જણાવવાનું કે રાજ્યની સરકારી શાળાઓને રાજકીય પક્ષોએ પોતાના રોટલા શેકવા માટે ઘણા સમયથી લોકપ્રિયતા મેળવવાનું સાધન બનાવી દીધુ હતું. અગાઉથી મંજૂરી વગર ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન લોકો આવી જતા હોવાની ફરિયાદો અવારનવાર મળતી હતી. જેના કારણે શિક્ષણ વિભાગે આ પગલું ભર્યું છે. આ પરિપત્ર મુજબ હવે કોઈ પણ બહારની વ્યક્તિ શાળા અધિકૃત અધિકારી સાથે પણ પૂર્વ મંજૂરી વગર શાળામાં પ્રવેશી શકશે નહીં. આ ઉપરાંત મંજૂરી વગર ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે.

ફોટોગ્રાફી કરવા આચાર્યની મંજૂરી લેવી પડશે

હવે કોઈ ણ શાળામાં પ્રવેશીને ત્યાં વિદ્યાર્થીઓ કે શિક્ષકોની વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફી, કોઈનો ઈન્ટરવ્યુ કે ઓડિયો રેકોર્ડિંગ, લાઈવ સ્ટ્રિમિંગ ધડાધડ કરી શકશે. નહીં. આવું કરવા માટે શાળાના આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી લેવી પડશે. આવી પ્રવૃત્તિ માત્ર કાયદેસર હેતુસર જ મંજૂર કરવામાં આવશે.

જો આચાર્યની ઠીક ન લાગે તો તેઓ મુલાકાતીને પરિસર છોડવાનો આદેશ પણ આપી શકશે. શાળાની સુરક્ષા, ગોપનીયતા, શિસ્ત અથવા શૈક્ષણિક વાતાવરણ પર અસર થવાની શક્યતા આચાર્યને પૂરેપૂરો પાવર રહેશે કે તેઓ પ્રવેશ કરવાની મંજૂરી આપવી કે ન આપવી અથવા તો આવનાર વ્યક્તિને શાળામાંથી જવા માટે પણ કહી શકે. જો કોઈ વ્યક્તિ શાળા પરિસર છોડવાનો ઇનકાર કરે, અનધિકૃત ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી કરવાનો પ્રયત્ન કરે અથવા શાળાની કામગીરીમાં અવરોધ ઊભો કરે તો આચાર્ય તાત્કાલિક પોલીસ અથવા શિક્ષણ વિભાગના અધિકારીને જાણ કરી લાગુ પડતાં કાયદા હેઠળ કાર્યવાહી કરી શકે છે.

વિદ્યાર્થીઓની અંગત વિગતો જાહેર ન થવા દેવાની સૂચના

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES