• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /વાંકાનેરમાં પ્રેમ પ્રકરણ બન્યું ઘાતક: દીકરી ભાગી છૂટી ને પિતાના ગુસ્સાએ લીધો નિર્દોષ દાદાનો ભોગ

વાંકાનેરમાં પ્રેમ પ્રકરણ બન્યું ઘાતક: દીકરી ભાગી છૂટી ને પિતાના ગુસ્સાએ લીધો નિર્દોષ દાદાનો ભોગ

Wankaner Khanpar Murder : પ્રેમ અંધ હોય છે એવું આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ, પરંતુ જ્યારે આ પ્રેમમાં લોહીના ફુવારા ઊડે અને કોઈ નિર્દોષનો જીવ જાય, ત્યારે કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થાય છે. મોરબીના વાંકાનેર તાલુકાના ખાનપર ગામમાં એક આવો જ કાળજું કંપાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. શું બની ઘટના અને કેમ એક નિર્દોષને જીવ ગુમાવવાનો વારો આવ્યો?.

Edited ByKaran Rajput
Published: Oct 10, 2026, 03:14 PM IST|Updated: Oct 10, 2026, 03:18 PM IST
joinshare
વાંકાનેરમાં પ્રેમ પ્રકરણ બન્યું ઘાતક: દીકરી ભાગી છૂટી ને પિતાના ગુસ્સાએ લીધો નિર્દોષ દાદાનો ભોગ
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

2

બીજી T20માં હાર બાદ આ 2 ખેલાડીઓ થશે બહાર! શ્રેયસ અને ગંભીર લેશે આ મોટો નિર્ણય?

3

Mr Faisu Wedding: ફૈઝલ શૈખના નિકાહના ફોટો વાયરલ, પહેલીવાર દેખાડ્યો પત્નીનો ચહેરો

4

ઝેલેન્સ્કીની પીઠમાં ખંજર!: કાલ સુધી રશિયાને વિલન ગણાવતું અમેરિકા આજે બન્યું પુતિનનું ‘ડીઝલ પાર્ટનર’, મહાસત્તાનો અસલી ચહેરો

5

ફોન ચાર્જ કરતો વાયર બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો!, ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

હિમાંશુ ભટ્ટ, મોરબી / મોરબીના વાંકાનેર તાલુકાનું આ નાનકડું ખાનપર ગામ. જ્યાં અત્યારે સન્નાટો છે, ભય છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. કારણ કે, આ ગામમાં પ્રેમની આડમાં રમાયો છે લોહિયાળ ખેલ! ગામમાં રહેતા સુરેશભાઈ સરવૈયાની દીકરી હેતલને ગામનો જ કિશન મકવાણા નામનો યુવક ભગાડી ગયો હતો.

  • પ્રેમ પ્રકરણનો લોહિયાળ અંજામ!
  • દીકરીની શોધમાં ગયેલા દાદાની હત્યા
  • પ્રેમમાં અંધ પુત્ર... 
  • પિતાએ ખેલ્યો લોહિયાળ ખેલ!

દીકરીના ગુમ થવાથી ચિંતિત દાદા સગરામભાઈ સામતભાઈ સરવૈયા અને કાકા હેમુભાઈ સહિતનો પરિવાર યુવકના ઘરે માત્ર એટલું પૂછવા ગયા હતા કે,'અમારી દીકરી ક્યાં છે'? પણ યુવકના પિતા દેવાભાઈ મકવાણા અને તેના સાગરીતો જાણે લોહી પીવા જ તરસતા હતા!.

લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા

વાતચીત શરૂ થાય તે પહેલા જ દેવાભાઈ મકવાણા સહિત 8 શખ્સોએ ગાળોનો વરસાદ વરસાવ્યો અને હાથમાં લાકડાના જાડા ધોકા લઈને તૂટી પડ્યા. આ હિચકારા હુમલામાં દેવાભાઈએ હેતલના દાદા સગરામભાઈના માથાના ભાગે કાળમુખો ધોકો ફટકારી દીધો! વૃદ્ધ દાદા લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા. તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. સારવાર દરમિયાન દાદાએ દમ તોડી દીધો અને આખોય મામલો કલમ 302 એટલે કે હત્યામાં પલટાઈ ગયો!.

  • પ્રેમ પ્રકરણનો લોહિયાળ અંજામ...
  • દીકરીની શોધમાં ગયા દાદા
  • દાદાને જીવ ગુમાવવાનો આવ્યો વારો
  • પ્રેમમાં અંધ પુત્ર, પિતાએ ખેલ્યો ખૂની ખેલ
  • 8 આરોપીઓ પોલીસ સકંજામાં

હત્યાના આ ચકચારી બનાવ બાદ વાંકાનેર તાલુકા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ. મૃતકના દીકરા હેમુભાઈ સરવૈયાની ફરિયાદના આધારે પોલીસે તાબડતોબ કાર્યવાહી કરી. દીકરીના દાદાની હત્યા કરનારા મુખ્ય સૂત્રધાર દેવાભાઈ ઉકાભાઈ મકવાણા, કિરણ મકવાણા, વિપુલ મકવાણા, રાજુ, મનસુખ, ભરત, વિરમ અને જેમાભાઈ મકવાણા. આ તમામ 8 નરાધમોને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચીને લોકઅપની હવા ખાતા કરી દીધા છે.

 પુત્રના પ્રેમની સજા પિતા ભોગવશે

જો કે, આ મામલો અહીં જ નથી અટક્યો. હુમલો કરનાર યુવકના પિતાએ પણ સામે પક્ષે એટલે કે દીકરીના પિતા સહિત 8 લોકો સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે વળતી ફરિયાદ નોંધાવી છે. હાલમાં ખાનપર ગામમાં કોઈ મોટી આફત કે અનિચ્છનીય ઘટના ન બળે તે માટે પોલીસે ચુસ્ત પોલીસ છાવણી ખડકી દીધી છે પણ સવાલ એ છે કે, પુત્રના પ્રેમની સજા પિતાએ કેમ ભોગવવી પડી અને દીકરીના દાદાએ પોતાનો જીવ કેમ ગુમાવવો પડ્યો?

એક તરફ દીકરી ગુમ છે, બીજી તરફ ઘરના મોભી એવા દાદાની છત્રછાયા ગુમાવી ચૂકેલો સરવૈયા પરિવાર ન્યાયની ભીખ માંગી રહ્યો છે. જ્યારે ગામ આખું આ લોહિયાળ પ્રેમ પ્રકરણના અંજામથી સ્તબ્ધ છે. હવે જોવાનું એ રહેશે કે ખાખી આ તમામ આઠેય હત્યારાઓને કોર્ટમાંથી કેવી કડક સજા અપાવે છે.

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News