• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /યુવતી સાથે વાતચીત કરવી ભારે પડી! પંચમહાલમાં કથિત પ્રેમ સંબંધમાં યુવકની હત્યા

યુવતી સાથે વાતચીત કરવી ભારે પડી! પંચમહાલમાં કથિત પ્રેમ સંબંધમાં યુવકની હત્યા

પંચમહાલના શહેરા તાલુકામાંથી એક અત્યંત ચકચારી અને ગંભીર અપહરણ તથા હત્યાનો મામલો સામે આવ્યો છે. કથિત પ્રેમપ્રકરણની અદાવતમાં યુવકનું અપહરણ કરી હુમલો કરતા યુવક નું મોત નીપજ્યું છે. આ ચકચારી હત્યાના ગુનામાં પંચમહાલ પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી છ આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

Written ByViral Raval
Published: Nov 13, 2026, 02:01 PM IST|Updated: Nov 13, 2026, 02:41 PM IST
joinshare
યુવતી સાથે વાતચીત કરવી ભારે પડી! પંચમહાલમાં કથિત પ્રેમ સંબંધમાં યુવકની હત્યા

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

જયેન્દ્ર ભોઈ, પંચમહાલ: શહેરા તાલુકાના દલવાડા ગામમાં રહેતા મહેશભાઈ પુનાભાઈ રાઠોડનું તેમના જ ફળિયામાં રહેતા કેટલાક ઈસમો દ્વારા અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. આ મામલે મહેશભાઈના ભાઈ દિનેશભાઈ પુનાભાઈ રાઠોડે 11 નવેમ્બરના રોજ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ગંભીર રીતે ઘાયલ થયા બાદ સિવિલ ખસેડાયા, સારવાર દરમિયાન મોત

અપહરણ બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહેશભાઈને સારવાર અર્થે પ્રથમ ગોધરા, ત્યારબાદ વડોદરા અને અંતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતા મહેશભાઈનું સારવાર દરમિયાન મોત થતા આ બનાવને પગલે શહેરા પોલીસ મથકે અપહરણ અને હત્યાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.

હેવી મશીન ભરેલી ટ્રક લક્ઝરીની પાછળ અથડાતા બસ આગળ જતા ટેન્કરમાં ઘૂસી ગઈ, 10 લોકો ઘાયલ

આરોપીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન

બીજી તરફ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પંચમહાલ પોલીસે એલસીબી સહિત ની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું . પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, મૃતક મહેશભાઈ પુનાભાઈ રાઠોડ આરોપી અંદરસિંહ ભારતસિંહ ઉર્ફે ભલાભાઈ પટેલની દીકરી સાથે વાતચીત કરતા હોવાની અદાવત રાખવામાં આવી હતી. આ જ અદાવતમાં સમગ્ર બનાવને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

જેના પગલે એલસીબી અને એસઓજી અને શહેરા પોલીસની અલગ-અલગ ટીમોએ સંકલિત કામગીરી કરી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસની ઝડપી કામગીરીના પરિણામે કુલ સાત આરોપીઓ પૈકી છ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં સફળતા મળી છે.

નવસારીના GI ટેગ ધરાવતા પ્રખ્યાત ''અમલસાડી ચીકુ''ને કોની નજર લાગી? પાયમાલીના આરે આવી ગયા

6 આરોપીઓ પકડાયા

આ ગુનામાં પોલીસે ઝડપી પાડેલા છ આરોપીઓમાં મુખ્ય આરોપી અંદરસિંહ ભારતસિંહ ઉર્ફે ભલાભાઈ પટેલ, ઉંમર 41 વર્ષ, દિલીપકુમાર અંદરસિંહ પટેલ, ઉંમર 21 વર્ષ, દિવ્યેશભાઈ ગણપતસિંહ પટેલ, ઉંમર 19 વર્ષ, શૈલેષભાઈ ફતેસિંહ પટેલ, ઉંમર 29 વર્ષ, રમેશભાઈ ઉર્ફે મંગળભાઈ પ્રભાતભાઈ, ઉંમર 45 વર્ષ અને હિતેશકુમાર રમેશભાઈ ઉર્ફે મંગળભાઈ, ઉંમર 19 વર્ષનો સમાવેશ થાય છે.આ તમામ આરોપીઓ દલવાડા ગામના કૃષ્ણ ફળિયાના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અલ્પેશભાઈ અંદરસિંહ પટેલ નામનો એક આરોપી હજુ ફરાર છે. જેને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ અને શોધખોળ તેજ કરી છે.

દલવાડા ગામના યુવકના અપહરણ અને હત્યાના ચકચારી બનાવમાં પંચમહાલ પોલીસની LCB, SOG અને શહેરા પોલીસની સંયુક્ત કામગીરીથી ગણતરીના કલાકોમાં જ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે, એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. સમગ્ર ગુનાની વધુ તપાસ શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News