• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગુજરાત મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: એક સાથે 22 નાયબ કલેક્ટરોની તાત્કાલિક બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: એક સાથે 22 નાયબ કલેક્ટરોની તાત્કાલિક બદલીના આદેશ

Gandhinagar News: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડીને 22 જેટલા નાયબ કલેક્ટર કક્ષાના વર્ગ-1ના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.

Written ByKinjal Patel
Published: Oct 22, 2026, 08:35 PM IST|Updated: Oct 22, 2026, 08:43 PM IST
joinshare
ગુજરાત મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: એક સાથે 22 નાયબ કલેક્ટરોની તાત્કાલિક બદલીના આદેશ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ગુજરાત મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: એક સાથે 22 નાયબ કલેક્ટરોની તાત્કાલિક બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: એક સાથે 22 નાયબ કલેક્ટરોની તાત્કાલિક બદલીના આદેશ

2

મહુવાના કાકીડી ગામે જુવારના વાવેતરની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, લાખોના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો!

3

બદલાઈ ગયા પેન્શન સાથે જોડાયેલા નિયમ, આ સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય

4

એક મહિનામાં ₹7,510 સસ્તું થયું સોનું, શું દિવાળી સુધીમાં ભાવ વધુ ઘટશે? જાણો એક્સપર્ટ શું કહ્યું

5

"ગર્લફ્રેન્ડ બનાવવામાં કોઈ ખરાબી નથી, પણ માં બનાવીને ન છોડો, સંબંધોમાં જવાબદારી લેતા શીખો', આનંદીબેન પટેલનું મોટું નિવેદન

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gandhinagar News: ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવેલી બદલીઓ પાછળનું મુખ્ય કારણ ચૂંટણી સંબંધિત વ્યવસ્થા અને કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાનું છે. તમામ 22 અધિકારીઓને વિવિધ જિલ્લાઓમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી (Deputy District Election Officer) તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ બદલીના આદેશો કરવામાં આવ્યા છે.

ગાંધીનગરના નાયબ કલેક્ટર ધારિયા પરાગકુમાર શાહની નવી નિમણૂક
આ બદલી સત્ર દરમિયાન ગાંધીનગરના નાયબ કલેક્ટર ધારિયા પરાગકુમાર શાહની પણ બદલી કરવામાં આવી છે. તેમને ગાંધીનગરમાં જ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે, જેથી સ્થાનિક વહીવટી અનુભવનો ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે.

મહેસૂલ વિભાગના આ આદેશ હેઠળ રાજ્યના અનેક જિલ્લાઓમાં બદલી અને નિમણૂકનો દૌર જોવા મળ્યો છે.  જેમાં મુખ્યત્વે મહેસાણા, નવસારી, વલસાડ, અમરેલી, આણંદ અને અરવલ્લીનો સમાવેશ થાય છે. આ સિવાય પણ રાજ્યના અન્ય સિનિયર અધિકારીઓને તુરંત જ પોતપોતાની નિયુક્ત જગ્યાએ રૂબરૂ થઈ જવાબદારી સંભાળવા જણાવાયું છે.

તમામ 22 અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ ફરજ સંભાળવા આદેશ
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે બદલી થયેલા તમામ 22 અધિકારીઓએ કોઈ પણ જાતના વિલંબ વિના તાત્કાલિક અસરથી પોતાની નવી નિમણૂકના સ્થળે હાજર થઈને હોદ્દાનો પ્રભારી હવાલો સંભાળી લેવાનો રહેશે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News