SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વસ્તી વધારવા પાટીદારો અનોખી પહેલ! ત્રીજા બાળકના જન્મ પર 51,000 ની FDની ભેટ, આ ત્રણ સમાજ એક થશે તો શું બદલાશે ચૂંટણીના સમીકરણો?

Sabarkantha News: કચ્છ કડવા પાટીદાર સમાજમાં ત્રીજા બાળકના જન્મ પર ઈનામ. ત્રીજા બાળક તરીકે દીકરી હોય તો 51 હજાર રૂપિયાનું ઈનામ. પાટીદાર વસ્તીને ધ્યાનમાં લઈને કચ્છ સમાજની જાહેરાત. પાટીદારોની ઘટતી વસ્તીને લઈને લેવાયો આ નિર્ણય.

Written By Kinjal Patel
Published: Nov 25, 2026, 12:32 IST | Updated: Nov 25, 2026, 12:54 IST
Join

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે યોજાયેલા અર્બુદા મહોત્સવમાં પાટીદાર અને ચૌધરી સમાજના ભવિષ્ય, વસતિ સંતુલન અને સામાજિક એકતાને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો અને નિવેદનો સામે આવ્યા છે. એક તરફ કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ઘટતી વસતિને ધ્યાને રાખીને ત્રીજા સંતાનના જન્મ પર આર્થિક પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં આવી છે, તો બીજી તરફ આગામી ચૂંટણીઓ પહેલાં કડવા, લેઉવા અને આંજણા (ચૌધરી) સમાજને એક મંચ પર લાવવાનો સૂર છેડાયો છે.

 

ત્રીજા સંતાનના જન્મ પર 51,000 રૂપિયાની એફડીની જાહેરાત

હિંમતનગરમાં યોજાયેલા નવમા સમૂહ લગ્ન સમારોહ દરમિયાન અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિક પટેલે સમાજની ઘટતી જતી વસતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલના આહ્વાન અને પહેલને સ્વીકારતા કચ્છ સમાજે નિર્ણય લીધો છે કે, સમાજમાં ત્રીજું સંતાન (દીકરો કે દીકરી) જન્મશે તો જે તે પરિવારને 51,000 રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ આપવામાં આવશે. ખાસ કરીને ત્રીજા બાળક તરીકે દીકરીનો જન્મ થાય તો પણ 51,000ની એફડી કરી આપવાની જાહેરાત કરાઈ છે.

સાબરકાંઠા જોન દ્વારા આયોજિત નવમા સમૂહ લગ્નોત્સવ યોજાયો

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સાબરકાંઠા જોન દ્વારા આયોજિત નવમા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં પાંચ જોડાઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. હિંમતનગર માં અશ્વમેઘ પાર્ટી પ્લોટમાં 22 નવેમ્બરને 2026 ને રવિવારે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં રસિક પટેલે જાહેરાત કરી હતી કે સાબરકાંઠા જોન જેમાં હમીરગઢ, ઇકબાલગઢ, તારંગા , ખેડબ્રહ્મા , વડાલી, ઇડર, હિંમતનગર, તલોદ,પ્રાંતિજ અને ગાંધીનગર શહેરનો સમાવેશ થાય છે.આ જોનમાં સમાજમાં ત્રીજું સંતાન દીકરો કે દીકરી નો જન્મ થયા તો ઝોન દ્વારા રૂ 51 હજાર તેના નામની એફડી સમાજ દ્વારા આપવામાં આવશે.

નખત્રાણા ખાતે કરેલા આહવાહનને લઈને આ જાહેરાત

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે નખત્રાણા ખાતે કરેલા આહવાહનને લઈને આ જાહેરાત કરવામાં આવી છે.સાબરકાંઠા ઝોનમાં 15 થી 20 હજાર વસ્તી છે.પાટીદાર સમાજની ઘટતી વસ્તી ને લઈને આ જાહેરાત કરાઈ છે. અને અગામી સમયમાં શિક્ષણનો ખર્ચ પણ ઉપાડી શકે તેવી શકયતા સેવાઇ રહી છે. આ ઉપરાંત ત્રીજા બાળકનો ખર્ચ સમાજ ઉપાડશે તેવુ પણ જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત અન્ય સમાજ માં પણ આ સંદેશો મળે અને તમામ લોકો પણ આમાં જોડાય તેવુ પણ માની રહ્યા છે હાલ તો તમામ સમાજ દ્રારા સંદેશો આપવામાં આવી રહ્યો છે કારણે તમામ સમાજમાં આ પ્રકાર ની સમસ્યા છે જેને લઈ તમામ સમાજ અનુસરણ કરે તો દિકરા દિકરી ઘટનુ નિરાકરણ આવી શકે.

અર્બુદા મહોત્સવમાં પ્રફુલ પટેલનો સમાજને મોટો સંદેશ

 

હિંમતનગર ખાતે યોજાયેલા અર્બુદા મહોત્સવમાં દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે કડવા, લેઉવા અને આંજણા સમાજને એક થવા માટે હાંકલ કરી હતી. તેમના આ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ધારાસભ્ય હાર્દિક પટેલે પણ મા અર્બુદા, મા ખોડલ અને મા ઉમિયાની તસવીરો સાથે સામાજિક એકતાના સંદેશવાળું ગ્રાફિક્સ સોશિયલ મીડિયા પર શેર કરતા ત્રણેય સમાજના સંગઠન અંગેની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

ઊંઝા ઉમિયા મંદિરના પ્રમુખ મહેન્દ્ર પટેલે આ વાતને આપ્યું સમર્થન

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મહેન્દ્ર પટેલે પ્રફુલ પટેલના આહ્વાનને પણ સમર્થન આપ્યું છે. તેમણે પાટીદાર અને ચૌધરી સમાજને એક થવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, સમાજ એક થશે તો વધુ મજબૂત બનશે. બંને સમાજનો ઇતિહાસ અને આદ્યશક્તિની આરાધના એક જ હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું કે, વર્ષો પહેલા વડીલો સ્થળાંતરિત થઈને ગુજરાત અને મધ્યપ્રદેશમાં વસ્યા હતા.

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મહેન્દ્ર પટેલે કહ્યું-"રાજકીય નહીં, ભાઈચારાની વાત"

સામાજિક એકતા અંગે સ્પષ્ટતા કરતા મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જ્યારે સમાજના લોકો સાથે બેસે છે ત્યારે મુખ્યમંત્રી પદ કે રાજકારણની નહીં, પરંતુ ભાઈચારાની વાત થાય છે. તેમણે શંકર ચૌધરીના નિવેદનને પણ આવકાર્યું હતું અને કહ્યું હતું કે, ઓબીસીનો મુદ્દો માત્ર અનામત પૂરતો જ મર્યાદિત છે, બાકી સામાજિક રીતે આપણે સૌ ભાઈઓ જ છીએ.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES