SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સોશિયલ મીડિયા પર મિત્રતા, બ્લેકમેઇલિંગ અને દુષ્કર્મ... જૂનાગઢમાં ખોટી ઓળખ આપી યુવતી સાથે છેતરપિંડી

Junagadh : જૂનાગઢના B-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહારના જિલ્લામાંથી આવીને અભ્યાસ કરતી યુવતી સાથે દુષ્કર્મ અને છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા મારફતે યુવતીનો સંપર્ક કેળવી આરોપીએ પોતે અવિવાહિત હોવાનું કહી લગ્નની લાલચ આપી, બ્લેકમેઇલિંગ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ છે. સમગ્ર મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તો શું છે સમગ્ર ઘટના, તેના વિશે આ લેખમાં જાણીશું.

Written By Dilip Chaudhary
Published: Oct 25, 2026, 06:13 PM IST | Updated: Oct 25, 2026, 06:17 PM IST
Join

અશોક બારોટ, જૂનાગઢ: જૂનાગઢના B-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. બહારના જિલ્લામાંથી જૂનાગઢમાં અભ્યાસ કરવા આવેલી યુવતીનો સોશિયલ મીડિયા મારફતે આરોપી સાથે સંપર્ક થયો હતો. આરોપીએ પોતાનું નામ અને ઓળખ છુપાવી, પોતે અવિવાહિત હોવાનું તેમજ ગાડી લે-વેચનો ધંધો કરતો હોવાનું કહી યુવતીને લગ્નની લાલચ આપી હતી.

અભિનેતા ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો! સુરતમાંથી ઝડપાયા હથિયાર

યુવતીને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું

આરોપીએ યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને સ્નેપચેટ મારફતે સંપર્ક વધાર્યો હતો. ત્યારબાદ યુવતીના મોબાઈલ ફોન અને વોટ્સએપ હેક કરી તેને ડરાવી-ધમકાવી બ્લેકમેઇલ કરવામાં આવી હોવાના આક્ષેપ છે. યુવતીને બ્લેકમેઇલ કરી તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ છે.

દરમિયાન યુવતીને શારીરિક તકલીફ થતાં તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેની જાણ બહાર ગર્ભપાત કરાવવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

નામ અને ઓળખ છુપાવ્યું

આ સમગ્ર મામલે યુવતીને આરોપીની હકીકતની જાણ થઈ ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો. યુવતીએ આરોપીની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી તપાસ કરતા આરોપી પરિણિત હોવાનું સામે આવ્યું તેમજ તેનું સાચું નામ ફરાજ ઉર્ફે ઇમ્તિયાઝ કાદર સુમરા હોવાનું જાણવા મળ્યું.

આરોપી ફરાજ ઉર્ફે ઇમ્તિયાઝ કાદર સુમરા મૂળ ચિત્રાવડ, તાલાલાનો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે B-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો તેમજ IT એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મુખ્ય આરોપી ઉપરાંત બે મદદગારોની પણ ધરપકડ કરી છે. જેમાં જૂનાગઢનો શોએબ અને તાલાલાનો અસ્પાક હોવાનું સામે આવ્યું છે.

ત્રણેય આરોપીઓની ધરપકડ

ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કેસની આગળની તપાસ SOG PSIને સોંપવામાં આવી છે. પોલીસ હવે આરોપીઓએ યુવતી સાથે કેવી રીતે સંપર્ક કર્યો, મોબાઈલ અને વોટ્સએપ હેકિંગ કેવી રીતે કરવામાં આવ્યું, દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તેમજ ગર્ભપાતના સમગ્ર મામલે કાયદેસરની તપાસ કરી રહી છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખ છુપાવી યુવતીને વિશ્વાસમાં લઈ લગ્નની લાલચ આપવાના અને ત્યારબાદ બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરવાના આક્ષેપોએ સમગ્ર મામલાને ગંભીર બનાવી દીધો છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES