SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં મોટો ખેલ: કરોડોના ખર્ચે બની રહેલા નવા મંદિરમાં ગેરરીતિ સામે આવી, સ્તંભો અને પથ્થરો પણ ખંડિત!

Mehsana Bahucharaji Temple: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને લાખો ભક્તોના આસ્થાના કેન્દ્ર સમાન બહુચરાજી મંદિરમાં ફરી એકવાર ભ્રષ્ટાચાર અને લાલિયાવાડી સામે આવી છે. તમને યાદ હશે કે અગાઉ બનાવેલું મંદિર પણ ભ્રષ્ટાચારનો ભોગ બન્યું હતું અને માત્ર 15 જ વર્ષમાં તેને તોડી પાડવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે 74 કરોડ રૂપિયા ઉપરની માતબર ખર્ચે બની રહેલા નવા મંદિરમાં પણ તૂટેલા અને ખંડિત પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ મામલે દેખરેખ રાખનાર એજન્સીનો બચાવ પણ એટલો જ હાસ્યાસ્પદ છે.

Written By Kinjal Patel
Published: Oct 02, 2026, 12:51 PM IST | Updated: Oct 02, 2026, 01:06 PM IST
Join

તેજસ દવે/મહેસાણા: યાત્રાધામ બહુચરાજીમાં ફરી એકવાર આસ્થા સાથે ચેડાં થઈ રહ્યા હોવાની તસવીરો સામે આવી છે. 74 કરોડના જંગી ખર્ચે બંસી પહાડના લાલ પથ્થરમાંથી બહુચરાજી માતાના નવા મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. પરંતુ આ ભવ્યતાની આડમાં ભ્રષ્ટાચારની ઈમારત ચણાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ નિર્માણ કાર્યમાં મોટી બેદરકારી સામે આવી છે. નવા મંદિરમાં ઉભા કરવામાં આવેલા સ્તંભોમાં તૂટેલા પથ્થરોનો છડેચોક ઉપયોગ થયો હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. માત્ર સ્તંભ જ નહીં, પરંતુ કેટલીક ઝીણવટભરી કોતરણીઓ પણ તૂટેલી અને ખંડિત હાલતમાં લગાવી દેવામાં આવી છે.

   અમદાવાદીઓને મોંઘવારીનો વધુ એક ડામ: હવે એરપોર્ટ પર કોઈને મુકવા કે લેવા જવું પણ મોઘું પડશે, જાણો નવો ડ્રોપ અને પિક-અપ ચાર્જ

આ એ જ બહુચરાજી છે જ્યાં અગાઉ બનેલું મંદિર પણ ભ્રષ્ટાચારનો ભોગ બન્યું હતું. હલકી કક્ષાના કામને કારણે માત્ર 15 જ વર્ષમાં તે નવું બનાવેલું મંદિર તોડી પાડવાની નોબત આવી હતી. ત્યારે હવે ફરી એકવાર આસ્થાના આ મહાન કેન્દ્રમાં નવા મંદિરના નામે જૂનો જ ભ્રષ્ટાચાર દોહરાવાઈ રહ્યો છે.આ સમગ્ર મામલે જ્યારે નવીન મંદિરની દેખરેખ માટે રખાયેલ PMC (પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ) ના કર્મચારીને સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે અત્યંત લુલો બચાવ કર્યો હતો. કર્મચારીએ બેશરમીથી કહ્યું કે, "હાલ જે તૂટેલા પથ્થર દેખાય છે. તેને રિપેર કરી દેવાશે એટલે તે નહીં દેખાય

 

મહેસાણા જિલ્લાના શક્તિપીઠ બહુચરાજીમાં હાલમાં ભવ્ય અને નવીન મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ આ આસ્થાના કેન્દ્ર સમાન મંદિરના બાંધકામમાં બેદરકારી દાખવવામાં આવી રહી હોવાની સ્થાનિકોને આશંકા હતી. સ્થાનિક લેવલે મળેલી રજૂઆતો અને ફરિયાદોને પગલે બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરે તાત્કાલિક નિર્માણ સ્થળની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સામે આવ્યું કે, નવા મંદિરમાં ઊભા કરવામાં આવી રહેલા પથ્થરના સ્તંભોમાં કોતરણીઓ ખંડિત થયેલી છે અને તેમાં નુકસાન જોવા મળ્યું છે.આ સ્થિતિ જોઈને ધારાસભ્ય સુખાજી ઠાકોરે અત્યંત કડક વલણ અપનાવ્યું હતું.

અરવલ્લીમાં વહેલી સવારે ફરી ગુંજ્યા ગોળીબારના અવાજ: પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ, પોશડોડા ભરેલી ફોર્ચ્યુનર કાર જપ્ત!

તેમણે સ્થળ પર હાજર મંદિરના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, આસ્થાના સ્થાન એવા આ મંદિરમાં ગેરરીતિ કે નબળી કામગીરી સહેજ પણ ચલાવી લેવાશે નહીં. તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, હેવી પથ્થર લગાવતી વખતે જો તે તૂટી જાય કે ખંડિત થાય, તો તેને રીપેર કરવાને બદલે ત્યાં સંપૂર્ણપણે નવો પથ્થર જ લગાવવો જોઈએ. આ ઉપરાંત, ધારાસભ્યએ મંદિર વહીવટી તંત્રને પણ નિર્માણ કાર્ય પર સતત અને ચાંપતી દેખરેખ રાખવા માટે કડક સૂચના આપી છે. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES