• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /Gold Price: સોનામાં કડાકો યથાવત રહ્યો! ઓલટાઈમ હાઈથી સોનું 28000 અને ચાંદી 1.65 લાખ રૂપિયા સસ્તા

Gold Price: સોનામાં કડાકો યથાવત રહ્યો! ઓલટાઈમ હાઈથી સોનું 28000 અને ચાંદી 1.65 લાખ રૂપિયા સસ્તા

Gold-Silver Rate: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. વિતેલા અઠવાડિયામાં સોનું ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું અને તેમાં સતત વધારો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીમાં તો સતત ઘટાડો નોંધાયો છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં સોનું 7000 જેટલું અને ચાંદી 15000 રૂપિયા જેટલી તૂટી હતી. અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે પણ સોનું અને ચાંદી કડાકા સાથે બંધ થયા હતા. ઓલટાઈમ હાઈથી સોનું અને ચાંદી હાલ ક્યાં છે તે ખાસ જાણો.

Written ByViral Raval
Published: Oct 02, 2026, 02:57 PM IST|Updated: Oct 02, 2026, 03:27 PM IST
joinshare
Gold Price: સોનામાં કડાકો યથાવત રહ્યો! ઓલટાઈમ હાઈથી સોનું 28000 અને ચાંદી 1.65 લાખ રૂપિયા સસ્તા
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ગાંધીનગર મનપા ચૂંટણી: 21 વર્ષના 'Gen Z' થી લઈ 71 વર્ષના બુઝુર્ગ મેદાનમાં, સસરા માટે બે પુત્રવધૂઓએ પ્રચારની કમાન સંભાળી

ગાંધીનગર મનપા ચૂંટણી: 21 વર્ષના 'Gen Z' થી લઈ 71 વર્ષના બુઝુર્ગ મેદાનમાં, સસરા માટે બે પુત્રવધૂઓએ પ્રચારની કમાન સંભાળી

2

ગોવિંદા અને કોમલ રાની પર હવે ભડકી દિવ્યા ખોસલા, કહ્યું પબ્લીસીટી માટે સેથામાં સિંદૂર લગાડ્યું !

3

જેલમાંથી ચાલતું હાઈટેક જમીન કૌભાંડ: સસ્તી લોનની લાલચમાં તમે તો નથી ફસાયાને, 40 કરોડની જમીન હડપી લીધી

4

8th Pay Commission: શું 1 જાન્યુઆરી, 2026થી વધશે પગાર? એરિયર્સ ક્યારે મળશે અને શું હશે ફોર્મ્યુલા? જાણો વિગતો

5

વીકએન્ડ પાર્ટી બની મોતનું આમંત્રણ: બ્લાઈન્ડ મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ, સુરત સુધી લંબાયા હત્યાના તાર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

સોના અને ચાંદી વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા. જો કે ત્યારબાદની વૈશ્વિક પરિસ્થિતિઓના પગલે ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળ્યો. 10 ગ્રામ 24 કેરેટ સોનું અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે 148138 રૂપિયા પર બંધ થયું હતું જ્યારે અઠવાડિયાની શરૂઆતમાં જ 1,48,040 રૂપિયા પર ખુલ્યું હતું. એટલે કે અપડાઉન સતત જોવા મળ્યા હતા. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી સપ્તાહના પહેલા દિવસે 2,23,192 રૂપિયા પ્રતિ કિલો પર હતી અને છેલ્લા કારોબારી દિવસે 2,20,829 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી. જો કે સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો એક મહિનામાં ભાવમાં તોતિંગ ઘટાડો જોવા મળ્યો હતો. ઓલટાઈમ હાઈ ભાવ સાથે સરખાવીએ તો સોના ચાંદીમાં હાલ શું સ્થિતિ છે એ પણ જાણો.

સોના ચાંદીના લેટેસ્ટ ભાવ
IBJA શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસોમાં નવા રેટ જાહેર કરતું નથી. આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતીની રજા છે અને શનિવાર તથા રવિવારની રજા રહેશે એટલે ગુરુવાર અઠવાડિયાનો છેલ્લો કારોબારી દિવસ કહી શકાય. કારોબારી દિવસે 10 ગ્રામ 24 કેરેટ સોનું 549 રૂપિયા તૂટીને 1,48,138 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. એ જ રીતે ચાંદીમાં પણ 1,125 રૂપિયાનો કડાકો નોંધાયો અને છેલ્લે ભાવ 2,20,829 રૂપિયા પર બંધ થયો હતો.

વાયદા બજારના લેટેસ્ટ ભાવ
વાયદા બજારમાં પણ અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે સોનું 0.09 ટકા ગગડીને 1,50,250 રૂપિયાના સ્તરે બંધ થયું હતું અને ચાંદી 0.82 રૂપિયાના વધારા સાથે 2,25,545 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી.  

ઓલટાઈમ હાઈથી કેટલા સસ્તા સોના-ચાંદી
આ વર્ષની શરૂઆતમાં સોનું અને ચાંદી પોતાના ઓલટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયા હતા.

રિટેલ બજારના ઓલટાઈમ હાઈ ભાવ (29-1-2026)

  • 24 કેરેટ સોનું - 1,76,121 રૂપિયા
  • એક કિલો ચાંદી- 3,85,933 રૂપિયા

રિટેલ બજારના લેટેસ્ટ  ભાવ

  • 24 કેરેટ સોનું - 1,48,138
  • એક કિલો ચાંદી- 2,20,829

રિટેલ બજારમાં સોનું હજુ 27,983 રૂપિયા સસ્તું છે અને ચાંદી 1,65,104 રૂપિયા સસ્તા છે.

બીજી બાજુ શુક્રવારે વૈશ્વિક બજારની સ્થિતિ જોઈએ તો લગભગ સ્થિર જોવા મળી હતી. પરંતુ આખા અઠવાડિયાની વાત કરીએ તો તેમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. મજબૂત અમેરિકી ડોલર અને અમેરિકી બોન્ડ યીલ્ડમાં તેજીના કારણે સોના પર દબાણ જોવા મળ્યું. જો કે હવે રોકાણકારોની નજર અમરિકાના રોજગાર આંકડા પર છે. આ આંકડાઓથી એ અંદાજો લગાવી શકાશે કે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સમયમાં વ્યાજ દરોને લઈને શું વલણ અપનાવશે. 
 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gold