• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /જેલમાંથી ચાલતું હાઈટેક જમીન કૌભાંડ: સસ્તી લોનની લાલચમાં તમે તો નથી ફસાયાને, 40 કરોડની જમીન હડપી લીધી

જેલમાંથી ચાલતું હાઈટેક જમીન કૌભાંડ: સસ્તી લોનની લાલચમાં તમે તો નથી ફસાયાને, 40 કરોડની જમીન હડપી લીધી

Land Scam : સસ્તી લોનની લાલચ અને સાટાખતના બહાને ગરીબ ખેડૂતોની અબજોની જમીન પચાવી પાડવાનો સનસનીખેજ કારસો!. રાજકોટ ગ્રામ્ય પોલીસના હાથે એક એવું હાઈટેક જમીન કૌભાંડ ઝડપાયું છે, જેની મોડસ ઓપરેન્ડી સાંભળીને કાયદાના રક્ષકો પણ ચોંકી ઉઠ્યા છે. જેલના સળિયા પાછળ બેઠા બેઠા આખું સામ્રાજ્ય ચલાવતો કુખ્યાત અલ્પેશ દોંગા અને તેનો ભાગીદાર હેપ્પી પટેલ હવે પોલીસના સકંજામાં છે. કેવી રીતે કરોડોની જમીન આ ટોળકીએ પોતાના નામે કરાવી જોઈશું આ અહેવાલમાં..

Written ByKaran Rajput
Published: Oct 02, 2026, 03:48 PM IST|Updated: Oct 02, 2026, 03:51 PM IST
joinshare
જેલમાંથી ચાલતું હાઈટેક જમીન કૌભાંડ: સસ્તી લોનની લાલચમાં તમે તો નથી ફસાયાને, 40 કરોડની જમીન હડપી લીધી
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
686 ગણું સબ્સ્ક્રિપ્શન, 70 રૂપિયા GMP, લિસ્ટિંગ પર રોકાણકારોને માલામાલ કરશે આ IPO!

686 ગણું સબ્સ્ક્રિપ્શન, 70 રૂપિયા GMP, લિસ્ટિંગ પર રોકાણકારોને માલામાલ કરશે આ IPO!

2

Mahalakshmi Rajyog: 4 ઓક્ટોબરે બનશે મહાલક્ષ્મી રાજયોગ, 4 રાશિઓ થશે માલામાલ

3

ફિલ્મોની 'રાણી' બનવાનું સપનું પણ લ્યારી આવીને બની 'કોકેઈન ક્વીન'? રહેમાન ડકૈત જેવો ખૌફ, જેલમાંથી ચલાવે છે સામ્રાજ્ય

4

ગાંધીજીનો સરદાર પટેલને એક ઈશારો અને બની ગયા જવાહરલાલ નહેરુ કોંગ્રેસના અધ્યક્ષ! બન્યા દેશના પ્રથમ PM

5

ગાંધીનગર મનપા ચૂંટણી: 21 વર્ષના 'Gen Z' થી લઈ 71 વર્ષના બુઝુર્ગ મેદાનમાં, સસરા માટે બે પુત્રવધૂઓએ પ્રચારની કમાન સંભાળી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.
  • ગૌરવ દવે,  રાજકોટ : રાજકોટ ગ્રામ્ય પોલીસે થોડા દિવસો પહેલા એક હાઈટેક કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું. જેના તાર સીધા જેલના સળિયા પાછળ સુધી પહોંચ્યા છે. પોલીસે જેલમાંથી કુખ્યાત આરોપી અલ્પેશ દોંગાનો કબ્જો મેળવ્યો છે, અને તેની સાથે જ તેના મુખ્ય ભાગીદાર અક્ષિત અકબરી ઉર્ફે હેપ્પી પટેલને પણ દબોચી લીધો છે. 

    આ બંને માસ્ટરમાઈન્ડ ભેગા મળીને લોભામણી સ્કીમોના નામે નિર્દોષ અને ગરીબ ખેડૂતોને પોતાનો શિકાર બનાવતા હતા. સસ્તી ટકાવારીએ લોન આપવાના બહાને તેઓ ખેડૂતો પાસેથી ૭/૧૨ અને ૮-અ ના ઉતારા મેળવી લેતા હતા અને અહીંથી શરૂ થતો હતો છેતરપિંડીનો અસલી ખેલ!.
     
  • લોનના નામે...જમીનનો ખેલ
  • ખેડૂતો સાથે કરોડોની ઠગાઈ
  • કોલ સેન્ટરથી જમીન કૌભાંડ!

આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે સામાન્ય ખેડૂત ક્યારેય સમજી જ ન શકે. લોનની પ્રોસેસના બહાને અરજદારોને સીધા સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે બોલાવવામાં આવતા હતાત્યાં સાટાખત કરવાના બહાને ખેડૂતોની જાણ બહાર જમીનનો સીધો વેચાણ દસ્તાવેજ જ કરાવી લેવામાં આવતો હતો!

 ખેડૂતને શંકા ન જાય તે માટે જંત્રી મુજબની લાખો-કરોડોની રકમ તેમના બેંક ખાતામાં ઓનલાઈન જમા પણ કરી દેવાતી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે અલ્પેશ અને તેની ટોળકી અત્યાર સુધીમાં 40 કરોડથી વધુની જમીનના વેચાણ દસ્તાવેજો પોતાના નામે કરાવીને ખેડૂતોને કંગાળ કરી ચૂકી છે!.

  • લોનની લાલચ...જમીનનો ખેલ
  • ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી
  • 7/12ના નામે જમીનનો ખેલ
  • કોલ સેન્ટરથી કરોડોનું કૌભાંડ
  • લોનના બહાને જમીન હડપવાનો ખેલ

ધાર્મિક નામોથી આખી બોગસ પેઢીઓ ચલાવતા

આ આખા રેકેટને ચલાવવા માટે રાજકોટના કોલસેન્ટર પર 14 જેટલી મહિલા ટેલીકોલર્સ રાખવામાં આવી હતી. આ મહિલાઓનું કામ માત્ર આખા ગુજરાતના નિર્દોષ ખેડૂતોને ફોન કરીને સસ્તી ટકાવારીએ લોન આપવાની લાલચમાં ફસાવવાનું હતું. આરોપીઓ એટલા શાતિર હતા કે તેઓ સામાન્ય અને ભોળા લોકોને છેતરવા માટે ધાર્મિક નામે બોગસ પેઢી ઉભી કરી હતી. 'શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ', 'ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ' અને 'પટેલ ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ' જેવા ભ્રામક અને ધાર્મિક નામોથી આખી બોગસ પેઢીઓ ચલાવતા હતા.

20 હજાર મહિલાઓને એકત્રિત કરવાનો ટાર્ગેટ

આ મહાઠગ અલ્પેશ વિરુદ્ધ અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં સાત, રાજકોટ ગ્રામ્યમાં સાત અને જામનગરમાં બે ગુના દાખલ થઈ ચૂક્યા છે, જ્યારે વધુ આઠ ગુના દાખલ કરવાની પ્રોસેસ ચાલુ છે પણ સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, અલ્પેશ પોતાની ગુનાહિત ઈમેજનું મેક ઓવર કરવા અને નવા વિશ્વાસપાત્ર ગ્રાહકો મેળવવા માટે આગામી 20 ડિસેમ્બર 2026ના રોજ ગીતા જયંતી નિમિત્તે અમદાવાદમાં એક મોટો કાર્યક્રમ યોજવાનો હતો! આ ધાર્મિક કાર્યક્રમમાં 'ગીતા' નામ ધરાવતી 20 હજાર મહિલાઓને એકત્રિત કરવાનો ટાર્ગેટ હતો.

4,800 ગીતા નામની મહિલાઓનો ડેટા પણ મળી આવ્યો

રાજકોટ અને અમદાવાદના કોલ સેન્ટરોમાંથી પોલીસને આવી 4,800 ગીતા નામની મહિલાઓનો ડેટા પણ મળી આવ્યો છે, જેમનો ઉપયોગ આ કૌભાંડ માટે થવાનો હતો!. અગાઉ સુરત અને ભાવનગરમાં પણ આવા કાર્યક્રમો કરી ચૂકેલો અલ્પેશ આ વખતે કાયદાના સકંજામાં બરાબરનો ફસાયો છે ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસની આ મોટી કાર્યવાહીથી આગામી દિવસોમાં હજુ કેટલાય મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News