મોબાઈલ રિકવરીમાં ગુજરાત પોલીસની સૌથી મોટી સિદ્ધિ: દેશભરમાં મેળવ્યું બીજું સ્થાન, જાણો જિલ્લાવાર આંકડા
Gandhinagar News: ગુમ કે ચોરાયેલા મોબાઈલને બ્લોક કરવા અને શોધી કાઢવામાં ગુજરાત પોલીસે દેશભરમાં ડંકો વગાડ્યો છે. સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર એટલે કે CEIR પોર્ટલના અમલીકરણમાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. મોટા રાજ્યોમાં ૫૦.૭૫ ટકાના રિકવરી રેટ સાથે દેશભરમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
Gandhinagar News: ગુમ થયેલા મોબાઈલ ફોનને શોધી કાઢવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે કાર્યરત CEIR પોર્ટલ ગુજરાતમાં અત્યંત કારગર સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા ડેટા મુજબ, સમગ્ર દેશમાં મોબાઈલ રિકવરીનો સરેરાશ દર ૩૭.૪ ટકા છે, જ્યારે તેની સામે ગુજરાતે ૫૦.૭૫ ટકાનો ઊંચો રિકવરી રેટ હાંસલ કર્યો છે. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં રાજ્યનો રિકવરી દર ૪૧ ટકા હતો, જેમાં આ વર્ષે મોટો સુધારો જોવા મળ્યો છે.
લાભપાંચમનું મુહુર્ત અને મા અંબાની પૂજા! પીએમ મોદીના આદીવાસી બેલ્ટથી ગુજરાત ચૂંટણીના શ્રીગણેશ
રિકવરી પર્સન્ટેજની દ્રષ્ટિએ ડાંગ અને આણંદ જેવા જિલ્લાઓએ બાજી મારી
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં CEIR પોર્ટલના માધ્યમથી થયેલી કામગીરી પર નજર કરીએ તો, અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૨૩,૬૧૧ બ્લોક રિક્વેસ્ટ મળી છે, જેમાંથી ૪,૧૯૦ મોબાઈલ રિકવર થયા છે. જ્યારે રિકવરી પર્સન્ટેજની દ્રષ્ટિએ ડાંગ અને આણંદ જેવા જિલ્લાઓએ બાજી મારી છે.
| શહેર | બ્લોક રિકવેસ્ટ | પોલીસ રીકવરી |
| અમદાવાદ શહેર | ૨૩,૬૧૧ | ૪,૧૯૦ |
| સુરત શહેર | ૭,૬૮૯ | ૧૫૨૦ |
| વડોદરા શહેર | ૫,૧૪૨ | ૯૫૨ |
| રાજકોટ શહેર | ૩,૯૫૭ | ૯૯૪ |
| આણંદ બ્લોક | ૧૭૦૩ | ૬૨૭ |
| ડાંગ બ્લોક | ૨૯૯ | ૧૫૫ |
10 વર્ષ પહેલાં જ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હોત જો આ નેતા ન નડ્યા હોત!, ૨૦૧૭ની હાર પર ભાજપના નેતાનો મોટો ખુલાસો
ગુજરાત પોલીસ અને DoT વચ્ચેના મજબૂત સંકલનને કારણે મોટી સફળતા
મોબાઈલ ચોરી કે ગુમ થવાની ઘટનાઓ માત્ર આર્થિક નુકસાન નથી કરતી, પરંતુ તેનાથી સાયબર ફ્રોડનું જોખમ પણ વધી જાય છે. ગુજરાત પોલીસ અને DoT વચ્ચેના મજબૂત સંકલનને કારણે ચોરાયેલા ઉપકરણોના દુરુપયોગને અટકાવવામાં મોટી સફળતા મળી છે.
રાજ્યમાં કુલ ૨,૩૮,૫૩૩ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા
અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૨,૩૮,૫૩૩ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે, જેમાંથી ૧,૪૭,૪૨૭ હેન્ડસેટ ટ્રેસ થયા છે અને ૭૪,૮૨૩ મોબાઈલ સફળતાપૂર્વક તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. જો તમારો પણ ફોન ખોવાય, તો તુરંત CEIR પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે.
૫૪ બેઠકો પર ભાજપનો ₹૨,૩૦૦ કરોડનો જુગાર! ભૂપેન્દ્ર પટેલથી લઈને હર્ષ સંઘવી મેદાને, દિવાળી પૂરી હવે નવી રણનીતિ