• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /10 વર્ષ પહેલાં જ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હોત જો આ નેતા ન નડ્યા હોત!, ૨૦૧૭ની હાર પર ભાજપના નેતાનો મોટો ખુલાસો

10 વર્ષ પહેલાં જ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હોત જો આ નેતા ન નડ્યા હોત!, ૨૦૧૭ની હાર પર ભાજપના નેતાનો મોટો ખુલાસો

2017 Gujarat elections : 30 વર્ષથી વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસે 10 વર્ષ પહેલાં જ ગુજરાતમાં સત્તા કબજે કરી લીધી હોત જો એ સમયના કોંગ્રેસના કદાવર નેતાએ બળવો કર્યો ના હોત... આ શબ્દો છે ગુજરાતના ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરના. ૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી ભારતીય રાજકારણ અને ખાસ કરીને ગુજરાતના ઈતિહાસમાં અત્યંત રોમાંચક અને ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. અલ્પેશ ઠાકોરે 9 વર્ષ પછી જાહેરમાં સ્વીકાર કર્યો છે કે શંકરસિંહ વાઘેલાએ બળવો ના કર્યો હોત તો અમે કોંગ્રેસની સરકાર ગુજરાતને ભેટ આપી હોત....

Written ByKaran Rajput
Published: Nov 12, 2026, 02:36 PM IST|Updated: Nov 12, 2026, 02:43 PM IST
joinshare
10 વર્ષ પહેલાં જ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હોત જો આ નેતા ન નડ્યા હોત!, ૨૦૧૭ની હાર પર ભાજપના નેતાનો મોટો ખુલાસો
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat politics : 2017ની ચૂંટણીએ સાબિત કર્યું કે ગુજરાતમાં વિપક્ષ પણ મજબૂત લડત આપી શકે છે અને આનાથી ભાજપે પોતાની રણનીતિમાં મોટા ફેરફારો કરવાની ફરજ પડી હતી. પીએમ મોદી અને અમિત શાહની રણનીતિ છતાં ગુજરાતમાં ભાજપ માટે સૌથી મોટી કોઈ ટફ ચૂંટણી રહી હોય તો એ 2017ની વિધાનસભાની ચૂંટણી હતી. કોંગ્રેસને પણ ગુજરાતમાં સરકાર બદલી કાઢીશું એવો પૂરો વિશ્વાસ હોવાથી રાહુલ ગાંધી ખુદ મેદાને હતા. જેઓએ ગુજરાતમાં ધામા નાખ્યા હતા અને એનું રિઝલ્ટ પણ સામે જ હતું. 

ભલે કોંગ્રેસની સરકાર ના બની પણ બહુમતનો આંકડો ઘટીને બે આંકડાઓમાં આવી ગયો હતો. ભાજપ ગુજરાતની 182 સીટોમાંથી માત્ર 99 પર સમેટાઈ ગઈ હતી. રાજ્યમાં ભાજપની સરકાર બાદ આ સૌથી નીચો બહુમતનો આંક છે. એ સમયે ગુજરાતમાં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. અપક્ષને પણ 6 બેઠકો મળી હતી જેમાં યુવા નેતાઓ પણ હતા.

 

પાટીદાર વસ્તીવાળા વિસ્તારોમાં ભાજપ વિરોધી લહેર જોવા મળી હતી

હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર અનામત આંદોલન પરાકાષ્ઠા પર હતું. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરતના પાટીદાર વસ્તીવાળા વિસ્તારોમાં ભાજપ વિરોધી લહેર જોવા મળી હતી, જેની સીધી અસર ચૂંટણી પરિણામો પર પડી. આ ચૂંટણીમાં પાટીદાર આંદોલનમાંથી હાર્દિક પટેલ, ઓબીસી નેતા તરીકે અલ્પેશ ઠાકોર અને દલિત અધિકાર મંચમાંથી જિગ્નેશ મેવાણી જેવા યુવા ચહેરાઓ મુખ્ય પ્રવાહના રાજકારણમાં આવ્યા. કોંગ્રેસે આ ત્રણેય યુવાનો સાથે અદ્યતન રણનીતિના ભાગરૂપે ગઠબંધન કે સમર્થન મેળવ્યું હતું.

હાલમાં આ નેતાઓ પૈકી જિગ્નેશ મેવાણી સિવાયના અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે. જેઓ આંદોલનકારી અને બોલકા નેતાઓ હતા હવે ભાજપમાં જોડાઈને શિસ્તમાં આવી ગયા છે.

આ ચૂંટણી ભાજપ માટે લિટમસ ટેસ્ટ સમાન હતી

2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ખેડૂતોના મોટા પ્રશ્નો હતા. કપાસ-મગફળીના ભાવ અને પાટીદાર રોષના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના પટ્ટામાં ભાજપને મોટું નુકસાન થયું હતું. કોંગ્રેસે અહીં અપેક્ષા કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. ગ્રામીણ અને આદિવાસી પટ્ટામાં કોંગ્રેસે મજબૂતી બતાવી, પરંતુ અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરો અને અર્બન વિસ્તારોમાં મતદારોએ ભાજપ પર ભરોસો જાળવી રાખ્યો, જેના કારણે ભાજપ સત્તા સુધી પહોંચવામાં સફળ રહી.આ ચૂંટણી ભાજપ માટે લિટમસ ટેસ્ટ સમાન હતી.

આ સમયે ત્રણેય આંદોલનકારી નેતા પણ સક્રિય હતા. આ પૈકીના એક એવા ગુજરાતની ગાંધીનગર દક્ષિણ સીટના ધારાસભ્ય અને ઓબીસી સમાજના નેતા અલ્પેશ ઠાકોરે જાહેરમાં સ્વિકાર કર્યો છે કે એ સમયે શંકરસિંહ વાઘેલા નડ્યા ન હોત તો કોંગ્રેસે સરકાર બનાવી હોત. ભલે એ સમયે કોંગ્રેસ સામે બાપુનો બળવો કામ ના આવ્યો પણ મત તોડવાનું કારણ બન્યા હતા. જેના કારણે ભાજપને સીધો ફાયદો થયો હતો.

 

Zee 24 Kalakના પોડકાસ્ટ બ્લેક કોફીમાં આ મામલે અલ્પેશ ઠાકોરે આ બાબતે સીધો સ્વીકાર કર્યો છે કે કોંગ્રેસ પાસે 2017માં સરકાર બનાવવાની તક હતી પણ શંકરસિંહ નડ્યા અને એ તક કોંગ્રેસે ગુમાવી નહીં તો 30 વર્ષનું વનવાસનું મહેણું એ સમયે ભાગ્યું હોત. અલ્પેશ ઠાકોર જે બોલ્યા છે એ શબ્દશ નીચે છે.

બાપુને કોંગ્રેસે શું શું નથી આપ્યું!

બાપુને અત્યાર સુધી જે કાંઈ મળ્યું છે એ કોંગ્રેસ પાર્ટીએ જ આપ્યું છે, પ્રદેશ પ્રમુખ બનાવ્યા, કેન્દ્રમાં મિનિસ્ટર બનાવ્યા, વિરોધ પક્ષના નેતા બનાવ્યા. એ જ બાપુએ 2017માં સરકાર ના બનવા દીધી. આટલા મોટા વડીલ, આટલા મોટા કદ્દાવર નેતા રહ્યા હોય. મને યાદ છે કે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ કોંગ્રેસના ટેકાથી બન્યા હતા. એ જ કોંગ્રેસને એમને 2017માં ખતમ કરી નાખી તો બાપુએ કારણ આપવું જોઈએ કે કયા કારણથી તમે એ કર્યું હતું. આજે બાપુ લડાઈની વાત કરે છે. તો બાપુ મારા બાપા જેવા છે વડીલ છે મને રાજનીતિમાં એ જ લાવેલા. બાપુને નજીકથી ઓળખું છું બાપુ માટે એ પરિવાર માટે મને પ્રેમ પણ છે. પણ બાપુ જેવા મોટા નેતા ભૂલ કરે. તો અમને અમે તો હજુ યુવાન છીએ.

ભલે ને ભાજપ અમારી ટિકિટ કાપી નાખે. તમે શું કામ ચિંતા કરો. તમારો કોંગ્રેસ પ્રવેશ કરાવી દો. મને ખબર છે હું જવાબદારી પૂર્વક કહું. બાપુનો કોંગ્રેસ પ્રવેશ નહીં થઈ શકે. બાપુને આવું હવે કોઈ નહીં કહે. ૨૦૧૭માં તમે કોંગ્રેસને કેમ પાડી દીધી. શું કારણ હતું? શું અન્યાય થયો હતો. તમને તો બધું આપ્યું હતું. ITC ના ચેરમેન બનાવ્યા હારી ગયા છતાં કેબિનેટ રેન્ક આપી હતી. તમને આટલું બધું અમને તો કઈ મળ્યું નથી. આ બધા બૂમ બરાડા પાડે છે. શું લઈ લીધું કોંગ્રેસ જોડેથી અમે શું લઈ લીધું. એક એવા સંઘર્ષના સમયે જ્યારે કોંગ્રેસ મૃતપાય હતી અમે એને એ સમયે જીવતી કરી હતી.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News