SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ભૂપેન્દ્ર પટેલ સરકારે દિવાળી પહેલા કયા 64 નાયબ સેક્શન અધિકારીઓને આપી ખુશખબરી; SO તરીકે બઢતી, જુઓ લિસ્ટ

Gujarat Government Promotions:: ગુજરાત સરકાર દ્વારા દિવાળીના તહેવાર પહેલા રાજ્યના કર્મચારીઓ માટે એક ખુશખબરી આપી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલય સેવાના 64 અધિકારીઓ માટે બઢતીના હુકમો જાહેર કરવામાં આવ્યા છે, જેનાથી અનેક અધિકારીઓની દિવાળી ખરા અર્થમાં સુધરી ગઈ છે.

Written By Kinjal Patel
Published: Nov 06, 2026, 02:06 PM IST | Updated: Nov 06, 2026, 02:19 PM IST
Join

Gujarat Government Promotions: રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય અંતર્ગત ગુજરાત સરકારમાં સેવા આપતા કુલ 64 નાયબ સેક્શન અધિકારીઓ (DySO)ને ઉચ્ચ હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. આ તમામ અધિકારીઓને હવે  સેક્શન અધિકારી (SO) તરીકે બઢતી આપીને નવી જવાબદારી સોંપવામાં આવી છે. લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે આ દિવાળીની ભેટ સમાન સાબિત થયું છે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા હુકમ જાહેર

આ બઢતી અંગેની સત્તાવાર જાહેરાત ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. વિભાગ દ્વારા પ્રમોશનના તમામ નિયમો અને પ્રક્રિયાઓને અનુસરીને આ અંગેનો વિધિવત હુકમ બહાર પાડવામાં આવ્યો છે, જેથી અધિકારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. બઢતી મેળવનાર સેક્શન અધિકારીઓને ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ અને સચિવાલયના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી છે. સરકારના વિવિધ મહત્ત્વના વિભાગોમાં વહીવટી કામગીરી વધુ વેગવાન બને અને અધિકારીઓની અછત ન સર્જાય તે હેતુસર આ નિયુક્તિઓ કરવામાં આવી છે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બઢતી મેળવનારા તમામ 64 અધિકારીઓની વિભાગવાર નિમણૂકનું લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ યાદી અનુસાર કયા અધિકારીને કયા વિભાગમાં જવાબદારી સોંપવામાં આવી છે તેની સ્પષ્ટ વિગતો આપવામાં આવી છે, જેથી અધિકારીઓ સમયસર પોતાના નવા પદ પર કાર્યભાર સંભાળી શકે.


Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES