SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગુજરાત ATSની મોટી સફળતા: D-ગેંગ સાથે કનેક્શન ધરાવતા આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા સલીમ ડોલાની ધરપકડ

Gujarat ATS Salim Dola Arrest: અમદાવાદ-ડિ ગેંગ જોડે સીધુ કનેકશન ધરાવતા ડ્રગ્સ માફિયા સલીમ ડોલાની ગુજરાત એટીએસે ધરપકડ કરી લીધી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સલીમ ઇસ્માઇલ ડોલાની ધરપકડ થતા ગુનાની દુનિયાના ખૂંખારોમાં ખળભળાટ મચી ગયો છે. તમને જણાવી દઈએ કે વડોદરાના સિંધરોટમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. તે ફેક્ટરીમાંથી 87.728 કિલો MD ડ્રગ્સ ઝડપાયું હતું. ATS માં ચાલી રહેલા કેસમાં સલીમ ડોલા વોન્ટેડ હતો. આરોપી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરાઈ હતી.

Written By Kinjal Patel
Published: Nov 03, 2026, 01:18 PM IST | Updated: Nov 03, 2026, 03:04 PM IST
Join

Gujarat ATS Salim Dola Arrest, ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત ATSને એક મોટી સફળતા હાથ લાગી છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાગરિત અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર સલીમ ઇસ્માઇલ ડોલાની કસ્ટડી મેળવવામાં ગુજરાત ATS સફળ રહી છે. જી હા... વર્ષ 2022ના કરોડો રૂપિયાના સિન્થેટિક ડ્રગ્સ કેસમાં આરોપી લાંબા સમયથી વોન્ટેડ હતો.

અમદાવાદમાં ફોર્ચ્યુનર કાર ચાલકે મચાવ્યો આતંક: ભયાનક અકસ્માતમાં મા-દીકરાનું કરૂણ મોત, કારમાંથી મળ્યા બિયરના ટીન

આ ઘટના વિશે વાત કરીએ તો વર્ષ 2022 દરમિયાન ગુજરાત ATSએ ચોક્કસ બાતમીના આધારે વડોદરા નજીક આવેલા સિંધરોટ ગામમાં એક દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન ગેરકાયદેસર રીતે ધમધમતી મેફેડ્રોન (MD ડ્રગ્સ) બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. ઘટના સ્થળેથી આશરે 87.728 કિલોગ્રામ જેટલો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી હતી. બીજી બાજુ ગુજરાત એટીએસની રેડ દરમિયાન સ્થાનિક પ્યાદાઓ ઝડપાઈ ગયા હતા, પરંતુ આ સમગ્ર નેટવર્કનો મુખ્ય માફિયા સલીમ ડોલા ફરાર થવામાં સફળ રહ્યો હતો.

 

કોણ છે સલીમ ડોલા?

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાગરિત અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર સલીમ ઇસ્માઇલ ડોલા ભારતની વિવિધ તપાસ એજન્સીઓ માટે માથાનો દુખાવો બન્યો હતો. ગુજરાત ATS, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને કેન્દ્રીય એજન્સી NCBની તપાસમાં સામે આવ્યું હતું કે તે કરોડો રૂપિયાના સિન્થેટિક ડ્રગ્સ રેકેટનો મુખ્ય ષડયંત્રકારી હતો. ભારતમાંથી ફરાર થયા બાદ તે દુબઈ અને અન્ય ખાડી દેશોમાં છુપાઈને રહેતો હતો. ત્યાંથી જ તે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ ચલાવતો હતો. ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાયેલા કરોડો રૂપિયાને તે હવાલા નેટવર્ક દ્વારા ટ્રાન્સફર કરતો અને વિવિધ ક્ષેત્રોમાં બેનામી રોકાણ કરતો હતો.

રાજકોટમાં SIRના મુદ્દે ભાજપ આક્રમક: કોંગ્રેસ ભ્રમ ફેલાવતી હોવાનો આરોપ, 13 કરોડ નામો પર રૂપાલાએ ફેંક્યો પડકાર

ઇસ્માઇલ ડોલા વિરુદ્ધ ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ

સલીમ ડોલાને ઝડપી પાડવા માટે દેશ-વિદેશની વિવિધ એજન્સીઓ સક્રિય હતી. ગુજરાત ATS દ્વારા તેની વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ તેમજ ઈન્ટરપોલ (Interpol)ના માધ્યમથી 'રેડ કોર્નર નોટિસ' જાહેર કરાઈ હતી. લાંબી ટેક્નિકલ, ડિપ્લોમેટિક અને કાયદાકીય પ્રક્રિયા બાદ આખરે ગુજરાત ATS તેને પાછો લાવવામાં સફળ રહી છે.

ઇસ્માઇલ ડોલાની તપાસ દરમિયાન થઈ શકે છે મોટા ખુલાસા

સલીમ ડોલાની ધરપકડ બાદ તેની બારીકાઈથી પૂછપરછ કરવામાં આવશે. જી હા.. એજન્સીઓને આશા છે કે તેની કસ્ટડી દરમિયાન D-ગેંગના ભારતમાં સક્રિય અન્ય નેટવર્ક અને કડીઓની માહિતી મળશે. ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા ચહેરાઓ અને ફાઇનાન્સર્સના નામો ખુલ્લા પડશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ સપ્લાય રૂટ અંગેના મહત્વના પુરાવાઓ મળી શકે છે.

સિંગલ ટેન્ડર હોવા છતાં AMCની લહાણી! મક્તમપુરાનું જીમ અને લાઈબ્રેરી વાર્ષિક રૂ. 6 લાખના ભાડે AIMIM પ્રમુખને સોંપાયા
 

સલીમ ડોલાનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લંબો અને અપરાધોથી ભરેલો છે. તે અગાઉ અનેક મોટી એજન્સીઓ દ્વારા પકડાઈ ચૂક્યો છે

૧૯૯૮
મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ૪૦ કિલોગ્રામ મેન્ડ્રેક્સ (Mandrax) સાથે ધરપકડ

૨૦૧૩
મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા ૭૯ કિલોગ્રામ ચરસના જથ્થા સાથે ધરપકડ

૨૦૧૭
DRI દ્વારા ગુજરાતથી કુવૈત સુધી રૂ. ૫.૫ કરોડના ગુટખાની દાણચોરીના કેસમાં નામ સામે આવ્યું

૨૦૧૮
મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા રૂ. ૧,૦૦૦ કરોડના ફેન્ટાનિલ ડ્રગ્સ કેસમાં કાર્યવાહી

૨૦૨૨
ઘાટકોપર પો.સ્ટે. મુંબઈ ખાતે NDPS અને IPC ની કલમો હેઠળ ગુનો

૨૦૨૩
NCB મુંબઈ દ્વારા ૨૦ કિલોગ્રામ મેફેડ્રોન કેસમાં કાર્યવાહી

૨૦૨૩
CID યુનિટ ૦૬ મુંબઈ ખાતે ગુનો

૨૦૨૩
ગુજરાતમાં મેફેડ્રોન જપ્તીના અન્ય કેસમાં સંડોવણી

૨૦૨૪
કાસીગાવ પો.સ્ટે. થાણે ખાતે NDPS, આર્મ્સ એક્ટ અને બોમ્બે પોલીસ એક્ટ હેઠળ ગુનો

૨૦૨૫
એનટોપ હીલ પો.સ્ટે. મુંબઈ ખાતે NDPS નો ગુનો

૨૦૨૫
DRI ભોપાલ ખાતે NDPS નો ગુનો

૨૦૨૫
CID યુનિટ ૦૩ મુંબઈ ખાતે BNS અને MCOCA હેઠળ ગુનો

૨૦૨૫
RCF પો.સ્ટે. વસઈ ખાતે NDPS નો ગુનો

૨૦૨૬
તુલ્લિજ પો.સ્ટે. વસઈ ખાતે NDPS હેઠળ ગુનો

૨૦૨૫-૨૬
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નાણાકીય વ્યવહારો, મિલકતો અને મની લોન્ડરિંગ અંગે તપાસ


સિંધરોટ ડ્રગ્સ ફેક્ટરી કેસ અને સલીમ ડોલાની ગુનેગાર તરીકે એન્ટ્રી કરી રીતે થઈએ જાણીએ

સમગ્ર કેસની પર નજર કરીએ તો ગુજરાત ATS એ તા. ૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ વડોદરાના સિંધરોટ ગામ ખાતે આવેલા એક મેન્યુફેક્ચરિંગ યુનિટ પર રેડ પાડીને મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ગેરકાયદે ફેક્ટરી ઝડપી પાડી હતી. આ દરોડા દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. ૪૩૮.૬૪ કરોડની કિંમતનું ૮૭.૭૨૮ કિલોગ્રામ એમ.ડી. ડ્રગ્સજપ્ત કરવામાં આવ્યું હતું. આ મામલે ગુજરાત ATS ગુનો નોંધી અગાઉ ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.તપાસમાં ખુલાસો થયો હતો કે આ કેસનો આરોપી સૌમિલ પાઠક મુંબઈની જેલમાં સલીમ ઇસ્માઇલ ડોલાના સંપર્કમાં આવ્યો હતો અને સિંધરોટમાં બનેલો ડ્રગ્સનો જથ્થો મુંબઈમાં સલીમ ડોલાના સાગરીત અઈમાન મુસા શેખ સુધી પહોંચાડવામાં આવતો હતો. સલીમ ડોલા વિદેશમાં બેસીને આ નેટવર્ક ચલાવતો હોવાથી ગુજરાત ATS એ ઇન્ટરપોલ મારફતે તેની સામે રેડ કોર્નર નોટિસ કાઢી હતી અને આખરે તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને ઇન્ટરપોલ કબજો મેળવી લીધો છે તપાસ માં એ પણ સામે આવ્યું છે સલીમ તર્કી માં રહેતો હતો અને ત્યાં થી તેને ડિપોર્ટ કરવા માં આવ્યો છે

દાઉદના સાગરીત સાથે કનેક્શન પણ સામે આવ્યું છે ગુજરાત એટીએસ ની તપાસમાં ખૂલાસો થયો છે કે સલીમ ડોલા સામાન્ય ગુનેગાર જેવો નથી, પરંતુ તે ૧૯૯૦ના દાયકામાં અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય સ્તરે મેન્ડ્રેક્સ ડ્રગ્સનો વેપાર કરનાર ઇકબાલ મિર્ચી જે દાઉદનો સાગરીત છે જેના માટે ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. સમય જતા તેણે ભારત અને વિદેશોમાં પોતાનું સ્વતંત્ર નશાનું કાળું નેટવર્ક ઊભું કર્યું છે જો સલીમ ડોલા ની તમોડસ ઓપરેન્ડી પણ અત્યંત શાતિર છે. કાયદેસર રીતે નિકાસ થતી ચીજવસ્તુઓના કન્ટેનરમાં માદક પદાર્થો છુપાવીને વિદેશ મોકલતો હતો અને જે દેશમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું હોય ત્યાં બોગસ ડમી કંપનીઓ ઊભી કરતો હતો. તે ભારતીય પાસપોર્ટના આધારે આરબ અમીરાત UAE ના દુબઈ ખાતે રહેતો હતો અને UAE તથા કેન્યાના ફોન નંબરોનો ઉપયોગ કરીને ચાલાકી થી રેકેટ ચલાવતો હતો પણ ગુજરાત એટીએસ ની નજર થી બચી શકાયો ન હતો.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES