SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રાજકોટવાસીઓ માટે દિવાળી બની યાદગાર; દિવાળી કાર્નિવલનો ભવ્ય પ્રારંભ, જાણો શું છે મુખ્ય આકર્ષણો

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલના પ્રારંભ સાથે જ ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 7 વાગ્યે માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આતશબાજીનો પ્રારંભ કરાયો હતો.મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓએ રિમોટની મદદથી સ્વીચ દબાવી હેપી દિવાળી લખેલા ફટાકડા સાથે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.ત્યારબાદ એક કલાક સુધી અવનવી વેરાયટીના ફટાકડાઓએ આકાશમાં જમાવ્યો રંગ.રંગબેરંગી આતશબાજી નિહાળવા હજારોની સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા. ફટાકડાની રોશનીથી રાજકોટનું આકાશ ઝળહળી ઉઠ્યું હતું.

Written By Kinjal Patel
Published: Nov 07, 2026, 05:26 PM IST | Updated: Nov 07, 2026, 05:34 PM IST
Join

સાહિલ સપ્પા/રાજકોટ: દિવાળીના પર્વને હવે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે રાજકોટમાં દિવાળીની ઉજવણીનો માહોલ અત્યારથી જ જામ્યો છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નગરજનોના મનોરંજન માટે ભવ્ય દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.રેસકોર્સ રિંગ રોડ ખાતે 6 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી રંગ, રોશની અને દિપાવલી ઉત્સવ સાથે ફૂડ ફેસ્ટિવલ, ટેબ્લો કાર્નિવલ અને ભવ્ય આતશબાજીનું આયોજન કરાયું છે.

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂક, ખેડૂતોના માથે ફરી સંકટના વાદળો, અમરેલીમાં દીપડાએ બાળકને ફાડી ખાધો

ભવ્ય આતશબાજીએ રાજકોટવાસીઓને મંત્રમુગ્ધ કર્યા
કાર્નિવલના પ્રારંભે માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ભવ્ય આતશબાજીએ રાજકોટવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.એક કલાક સુધી આકાશમાં થયેલી રંગબેરંગી આતશબાજી નિહાળવા હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા.તો બીજી તરફ આવતીકાલે રેસકોર્સ રિંગ રોડ પર ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટવાસીઓ પોતાની કલાત્મકતાના રંગો પાથરશે.

ત્રણ દિવસીય દિવાળી કાર્નિવલનું આયોજન
દિવાળીના તહેવારને યાદગાર બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણ દિવસીય દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.6 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગ, રોશની અને દિપાવલી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આકર્ષક એન્ટ્રી ગેટ, થીમ બેઝ લાઇટિંગ ડેકોરેશન અને રોશનીથી રેસકોર્સ રિંગ રોડનું સમગ્ર વાતાવરણ ઝળહળી ઉઠ્યું છે.આ સાથે નગરજનો માટે ફૂડ ફેસ્ટિવલ, ટેબ્લો કાર્નિવલ, લેસર શો અને ભવ્ય આતશબાજી જેવા આકર્ષણો પણ ઉભાં કરવામાં આવ્યા છે. દિવાળીના પર્વને લઈને શહેરવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે

હવે શિયાળો નહીં પરંતુ વરસાદ આવશે! બંગાળનો ઉપસાગર તોફાની બનશે, ગુજરાતના હવામાનમાં આવશે પલટો

રાજકોટના રસ્તાઓ પર રંગોળીના રંગો સાથે દિવાળીની ખુશીઓ પણ પથરાશે
દિવાળી કાર્નિવલના ઉત્સાહ વચ્ચે આવતીકાલે રાજકોટમાં રંગોના પર્વની અનોખી ઉજવણી જોવા મળશે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ ખાતે ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.મેયર બંગલો સામેથી શરૂ કરીને બહુમાળી ભવન ચોક સુધીના માર્ગ પર રાજકોટવાસીઓ દ્વારા અવનવી અને આકર્ષક રંગોળીઓ તૈયાર કરવામાં આવશે.

રંગોળીના વિવિધ રંગો અને કલાત્મક ડિઝાઇનથી રસ્તો જાણે રંગોની ગેલેરી બની જશે. સ્પર્ધામાં શ્રેષ્ઠ રંગોળી તૈયાર કરનાર વિજેતાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ત્યારે આવતીકાલે રાજકોટના રસ્તાઓ પર રંગોળીના રંગો સાથે દિવાળીની ખુશીઓ પણ પથરાશે.

રક્ષક જ બન્યા ભક્ષક! વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં મદદ માગવા ગયેલા ભાઈઓ પર અત્યાચાર, તત્કાલીન PI સામે કોર્ટનો મોટો હુકમ

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES