SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગાંધીનગર મનપાલિકા ચૂંટણીમાં કઈ બેઠક પર કોણે મારી બાજી? 11 વોર્ડના 44 ઉમેદવારોનું લિસ્ટ તૈયાર, જાણો કયા વોર્ડમાં કઈ પેનલ તૂટી?

Gandhinagar Municipal Corporation Election Results 2026: ગાંધીનગર મનપાની ચૂંટણી પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. 11 વોર્ડની 44 બેઠકોમાંથી (BJPને 38 બેઠકો, કોંગ્રેસને ફાળે 5 બેઠકો અને અપક્ષના 1 ઉમેદવાર જીત્યા છે.

Written By Kinjal Patel
Published: Oct 13, 2026, 02:18 PM IST | Updated: Oct 13, 2026, 02:33 PM IST
Join

Gandhinagar Municipal Corporation Election Result: ગાંધીનગર મનપામાં ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. જનતાએ પોતાના મતો દ્વારા નેતૃત્વની પસંદગી કરી લીધી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રચંડ બહુમતી સાથે ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. જ્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ આવ્યો છે અને આમ આદમી પાર્ટીનો સુપડા સાફ થઈ ગયા છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આ વર્ષે કોંગ્રેસનું કમબેક; વર્ષ 2021 કરતાં 2026માં સ્થિતિ સુધરી, જાણો કોંગ્રેસની હારના કારણો

ગાંધીનગર મનપામાં 44 બેઠકોમાંથી 38 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો
ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું. કુલ 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો પર ભવ્ય જીત મેળવી છે. જ્યારે મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસે 5 બેઠકો પર બાજી મારીને પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. આ ઉપરાંત, એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીને એક પણ સીટ ના મળતા સૌ ચોંકી ગયું છે.

વોર્ડ નંબર 6 માં કોંગ્રેસનો સૌથી મોટો ઉલટફેર: ભાજપ સામે શાનદાર ક્લીન સ્વીપ કર્યું
ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 6 માં જોવા મળ્યો છે. આ વોર્ડમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસે તમામ 4 બેઠકો પર વિજય મેળવીને ભવ્ય 'ક્લીન સ્વીપ' કર્યું છે. વોર્ડ નંબર 6 માં ભાજપના ખાતામાં એક પણ બેઠક આવી નથી. બીજી બાજુ, ભાજપે વોર્ડ નંબર 1, 3, 4, 5, 8, 9, 10 અને 11 માં એકચક્રી શાસન જાળવી રાખતા તમામ એટલે કે 4-4 બેઠકો પર પ્રચંડ વિજય મેળવ્યો છે.

વોર્ડ નંબર 2 અને 8 માં ભાજપે એક-એક બેઠક ગુમાવી દીધી.. 
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં મોટાભાગના વોર્ડમાં દબદબો જાળવી રાખવા છતાં ભાજપને બે વોર્ડમાં નુકસાન સહન કરવું પડ્યું છે. વોર્ડ નંબર 2માં ભાજપે 3 બેઠકો મેળવી છે, જ્યારે 1 બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે. જ્યારે વોર્ડ નંબર 7માં કુલ 4 બેઠકોમાંથી 3 બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે, જ્યારે 1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી છે.

2021માં ગાંધીનગર મનપામાં ખાતું ખોલાવનાર 'AAP'ના આ વર્ષે સુપડા સાફ: 32-32 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ, ભાજપનો ભગવો લહેરાયો

કયા વોર્ડમાં પેનલ તૂટી?
વોર્ડ નંબર 2માં ભાજપ અને અન્ય પક્ષોની પૂરી પેનલ જીતવાને બદલે, વોર્ડ-2 ની સીટ નંબર-2 પર અપક્ષ ઉમેદવાર (દિપિકાબેન રાજેન્દ્રસિંહ વાઘેલા) વિજયી બન્યા, જેથી આ વોર્ડમાં પેનલ તૂટી હતી. જ્યારે વોર્ડ નંબર 7માં પણ મિશ્ર પરિણામ આવ્યું છે. વોર્ડ નંબર 7ની 3 બેઠકો પર બીજેપી વિજયી રહી જ્યારે કોંગ્રેસના એક ઉમેદવાર (નગીનભાઇ જગદીશભાઇ નાડીયા) જીત્યા, જેના કારણે અહીં પણ પેનલ તૂટી હોવાનું સ્પષ્ટ થાય છે.

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં કઈ બેઠક પર કોણ જીત્યું?

વોર્ડ નંબરસીટ નંબરબેઠકનો પ્રકારવિજેતા ઉમેદવારપાર્ટીમળેલા મત
વોર્ડ - 11ઓબીસી (મહિલા)શિલ્પાબેન કનુજી ઠાકોરબીજેપી6,366
 2સામાન્ય (મહિલા)અંજનાબેન સુરેશભાઇ મહેતાબીજેપી5,998
 3સામાન્યગૌરાંગ સુરેશભાઇ પટેલબીજેપી7,485
 4સામાન્યમહેશકુમાર નાથુભાઇ ચૌધરીબીજેપી5,743
વોર્ડ - 21એસસી (મહિલા)સોનલબેન મેહુલકુમાર વાઘેલાબીજેપી4,933
 2સામાન્ય (મહિલા)દિપિકાબેન રાજેન્દ્રસિંહ વાઘેલાઅપક્ષ4,909
 3ઓબીસીઅરવિંદજી ડાહ્યાજી ઠાકોરબીજેપી6,480
 4સામાન્યઅનિલસિંહ મહોબતસિંહ વાઘેલાબીજેપી7,768
વોર્ડ - 31એસસી (મહિલા)મિત્તલબેન હાર્દિક ખિમસુરીયાબીજેપી4,400
 2સામાન્ય (મહિલા)સોનાલીબેન ઉરેનકુમાર પટેલબીજેપી4,539
 3ઓબીસીઅંકિત અશ્વિનકુમાર બારોટબીજેપી5,581
 4સામાન્યઉમેશભાઈ રમેશચંદ્ર જહાબીજેપી4,920
વોર્ડ - 41સામાન્ય (મહિલા)જોસનાબેન મેલાજી ઠાકોરબીજેપી7,719
 2સામાન્ય (મહિલા)મિત્તલબેન ગજેન્દ્રસિંહ વાઘેલાબીજેપી7,172
 3ઓબીસીરૂપસિંગ રાણાજી ઠાકોરબીજેપી7,006
 4સામાન્યજસપાલસિંહ પ્રવિણસિંહ બિહોલાબીજેપી8,177
વોર્ડ - 51સામાન્ય (મહિલા)હેમાબેન મંથનકુમાર ભટ્ટબીજેપી3,934
 2સામાન્ય (મહિલા)ધ્વનિ ધવલ શાહબીજેપી3,893
 3ઓબીસીકનૈયાલાલ ગાંડાભાઇ દેસાઇબીજેપી3,991
 4સામાન્યકિંજલકુમાર દશરથભાઇ પટેલબીજેપી3,936
વોર્ડ - 61એસટી (મહિલા)હંસાબેન લલિતકુમાર નિનામાકોંગ્રેસ3,957
 2ઓબીસી (મહિલા)મેઘના રાજુભાઇ રબારીકોંગ્રેસ4,469
 3એસસીમેહુલકુમાર અરવિંદભાઇ રાઠોડકોંગ્રેસ4,422
 4સામાન્યકર્મજીતસિંહ વિરેંદ્રસિંહ વાઘેલાકોંગ્રેસ4,729
વોર્ડ - 71ઓબીસી (મહિલા)કિંજલબેન દિનેશજી ઠાકોરબીજેપી7,306
 2સામાન્ય (મહિલા)સોનલબેન ઘનશ્યામસિંહ વાઘેલાબીજેપી7,044
 3એસસીનગીનભાઇ જગદીશભાઇ નાડીયાકોંગ્રેસ6,130
 4સામાન્યશૈલેશકુમાર વિઠલભાઇ પટેલબીજેપી6,870
વોર્ડ - 81ઓબીસી (મહિલા)મનિષા મિતેષકુમાર પ્રજાપતિબીજેપી8,762
 2સામાન્ય (મહિલા)અમિતા કમલેશ ઉપાધ્યાયબીજેપી9,405
 3ઓબીસીવિષ્ણુજી ગાંડાજી ઠાકોરબીજેપી8,405
 4સામાન્યમેહુલભાઇ રમણભાઇ પટેલબીજેપી9,344
વોર્ડ - 91ઓબીસી (મહિલા)શારદાબેન કાળાજી ઠાકોરબીજેપી8,636
 2સામાન્ય (મહિલા)વૈદેહી બિપીનભાઈ રાવલબીજેપી8,930
 3એસસીજયંતિભાઈ સદાભાઈ ડાભીબીજેપી8,964
 4સામાન્યમહેન્દ્રભાઈ પી. પટેલ ઉર્ફે દાસબીજેપી8,950
વોર્ડ - 101સામાન્ય (મહિલા)તન્વી વિશ્વેશ પટેલબીજેપી10,639
 2સામાન્ય (મહિલા)વિલાસબા રાજેન્દ્રસિંહ વાઘેલાબીજેપી9,607
 3ઓબીસીધર્મેન્દ્રકુમાર વિષ્ણુભાઈ નાયીબીજેપી9,827
 4સામાન્યગૌરાંગભાઈ દશરથભાઈ પટેલબીજેપી11,175
વોર્ડ - 111ઓબીસી (મહિલા)કમુબેન માણેકજી ઠાકોરબીજેપી9,804
 2સામાન્ય (મહિલા)સેજલબેન કનુભાઈ પરમારબીજેપી9,271
 3સામાન્યજશવંતલાલ અંબાલાલ પટેલબીજેપી9,530
 4સામાન્યરવિ દિનેશભાઈ પટેલબીજેપી9,030
Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES