• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /BIG Breaking News: અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું ટૂંકી બિમારી બાદ નિધન, સાંજે 5 વાગ્યે સ્મશાનયાત્રા નીકળશે

BIG Breaking News: અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું ટૂંકી બિમારી બાદ નિધન, સાંજે 5 વાગ્યે સ્મશાનયાત્રા નીકળશે

Congress leader Virji Thummar passes away: અમરેલીના પુર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરના નિધનના સમાચાર મળી રહ્યા છે. વર્ષ 2004 થી 2009 દરમિયાન અમરેલીના સાંસદ રહ્યા. 2017 થી 2022 દરમ્યાન લાઠી/બાબરા વિસ્તારના ધારાસભ્ય રહ્યા. અનેક સહકારી સંસ્થાઓમાં પણ સેવા આપી છે. કોંગ્રેસના આક્રમક નેતા વિરજી ઠુમ્મરની છાપ ધરાવતા હતા. ટુંકી બિમારી બાદ વિરજી ઠુમ્મરનું અમરેલી ખાતે નિધન.

Written ByKinjal Patel
Published: Oct 07, 2026, 02:00 PM IST|Updated: Oct 07, 2026, 02:12 PM IST
joinshare
BIG Breaking News: અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું ટૂંકી બિમારી બાદ નિધન, સાંજે 5 વાગ્યે સ્મશાનયાત્રા નીકળશે

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
શરીરના આ મહત્ત્વના અંગને ન કરો નજરઅંદાજ; જાણો લિવર સિરોસિસના શરૂઆતી સંકેતો અને બચાવના ઉપાય

શરીરના આ મહત્ત્વના અંગને ન કરો નજરઅંદાજ; જાણો લિવર સિરોસિસના શરૂઆતી સંકેતો અને બચાવના ઉપાય

2

કેપ્ટન સ્મિતને બચાવવા માટે 45 મિનિટ સુધી આકાશ પાતાળ એક કર્યા હતા ઈઝરાયેલી ડોક્ટરે, ભાવુક કરશે આ કહાની

3

Anxiety: 1 મંત્ર અને સવારની 10 મિનિટ, બસ એક વીકમાં સ્ટ્રેસ, એન્ઝાઈટી સહિત હેલ્થ પ્રોબ્લેમથી મળવા લાગશે રાહત

4

ભારત કરશે 2036 ઓલિમ્પિકની યજમાની? રેસમાં અન્ય 6 દેશો પણ સામેલ; IOA નું નિવેદન

5

BIG Breaking News: અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું ટૂંકી બિમારી બાદ નિધન, સાંજે 5 વાગ્યે સ્મશાનયાત્રા નીકળશે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Congress leader Virji Thummar passes away: અમરેલી જિલ્લાના રાજકારણ અને કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરનું ટૂંકી બીમારી બાદ અમરેલી ખાતે દુઃખદ નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી સમગ્ર અમરેલી જિલ્લા સહિત ગુજરાતના રાજકીય આલમમાં શોકની કાળી ડિબંગ છવાઈ ગઈ છે. આ અંગેની માહિતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત દ્વારા આપવામાં આવી છે.

સાંજે નીકળશે સ્મશાનયાત્રા
તેમના નિધનના સમાચાર મળતા જ રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ, કાર્યકરો અને શુભચિંતકો શોક વ્યક્ત કરી રહ્યા છે. તેમના અંતિમ દર્શન માટે લોકો એકઠા થઈ રહ્યા છે અને તેમની સ્મશાનયાત્રા સાંજે 5:00 વાગે અમરેલી ખાતેથી નીકળશે.

 

સાંસદ અને ધારાસભ્ય તરીકે વિરજી ઠુમ્મરની શું છે કરિયર?
વિરજી ઠુમ્મરનો રાજકીય કરિયર ખુબ મોટી છે. તેઓ વર્ષ 2004 થી 2009 દરમિયાન અમરેલી લોકસભા મતવિસ્તારના સાંસદ રહી ચૂક્યા હતા. આ સિવાય, તેમણે વર્ષ 2017 થી 2022 દરમિયાન લાઠી-બાબરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ પ્રજાના પ્રશ્નો અને વિકાસકાર્યો માટે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી હતી. વિરજી ઠુમ્મર માત્ર સક્રિય રાજકારણમાં જ નહીં, પરંતુ સહકારી ક્ષેત્રે પણ તેમનું મહત્વપૂર્ણ પ્રદાન રહ્યું છે. વિરજી ઠુમ્મરે અનેક સહકારી સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ પર રહીને ખેડૂતો અને સ્થાનિક લોકોના હિતમાં પ્રશંસનીય કાર્ય કર્યું હતું.

જનતાના અવાજને બુલંદ કરનારા નેતા
કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મર કોંગ્રેસના અત્યંત આક્રમક, નીડર અને જનતાના અવાજને બુલંદ કરનારા નેતા તરીકે ઓળખાતા હતા. પ્રજાના સવાલો હોય કે પક્ષની રજૂઆત, તેઓ હંમેશાં પોતાના નિડર વલણ અને મજબૂત વાણી માટે જાણીતા રહ્યા હતા.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News