ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની એક નવી ઝલક સામે આવી છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર હેઠળ બની રહેલા સુરત સ્ટેશનની પ્રથમ તસવીરમાં તેની આધુનિક ડિઝાઇન શાનદાર જોવા મળી રહી છે. સ્ટેશનની અંદર મોટી જ્યોમેટ્રિક છત, કાંચની રેલિંગ, એસ્કેલેટર અને યાત્રિકો માટે ઘણી સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. તેનો લુક એરપોર્ટ જેવો જોવા મળે છે.
આ સ્ટેશન સુરત-બિલિમોરા રેલ સ્ટેશનનો હિસ્સો છે. હાલ સુરતથી બિલિમોરા વચ્ચે 50 કિમી જેટલા લાંબા હિસ્સા પર મે 2027મા શરૂઆતી ટ્રાયલ રન કરાવવાની તૈયારી છે. રેલવે મંત્રી અશ્ચિની વૈષ્ણવ પ્રમાણે બુલેટ ટ્રેન કોરિડોરને એક સાથે શરૂ કરવાની જગ્યાએ અલગ-અલગ તબક્કામાં શરૂ કરવામાં આવશે.
રેલવે મંત્રી પ્રમાણે સુરત-બિલિમોરા સેક્શન પર વીજળી સાથે જોડાયેલું કામ પૂર્ણ થઈ ગયું છે. 20 નવેમ્બરે એલિવેટેડ હિસ્સાના બંને ટ્રેક પર ઓવરહેડ ઈલેક્ટ્રિફિકેશન સિસ્ટમ પણ ચાલૂ કરી દેવામાં આવી છે. તો સિગ્નલિંગનું કામ જાન્યુઆરી 2027 સુધી પૂર્ણ થવાની આશા છે. માત્ર એટલું જ નહીં, પરંતુ બિલિમોરા સ્ટેશન સબસ્ટેશનમાં ઉપકરણ લગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સંપૂર્ણ કોરિડોરને એક સાથે શરૂ કરવાની જગ્યાએ અલગ-અલગ તબક્કામાં ચાલૂ કરવામાં આવશે. પ્રસ્તાવિત યોજના પ્રમાણે અમદાવાદ-વાપી સેક્શન 2027ના અંત સુધી તૈયાર થઈ શકે છે. તો 2029 સુધી બુલેટ ટ્રેન સેવાને ઠાણે સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
શરૂઆતી ટેસ્ટિંગ માટે B-28 ટ્રેનનો ઉપયોગ કરવાની વાત સામે આવી છે. તેને 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવ પ્રમાણે B-28 ટ્રેનનો પ્રેશર ટેસ્ટ સફળ રહ્યો છે. આ પરીક્ષણમાં, ટ્રેનને સામાન્ય સંચાલન દરમિયાન અનુભવાતા વાતાવરણીય દબાણ કરતાં બમણા દબાણનો સામનો કરાવવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય ઊંચી ગતિએ ઉદ્ભવતા દબાણ-સંબંધિત પડકારોને સહન કરવાની ટ્રેનની ક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો હતો.
મંત્રીએ જણાવ્યું કે 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલનારી ટ્રેન માટે ખાસ એન્જિનિયરિંગની જરૂરિયાત હોય છે. ઝડપી ગતિથી પેદા થનાર હવાના દબાણને ધ્યાનમાં રાખી ટ્રેન અને તેના માળખાને તૈયાર કરવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રમાં નિર્માણ કાર્ય અને સમુદ્રની નીચે બનનાર સુરંગનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.