ફ્રી ફાયર ગેમ રમવા દરમિયાન થયેલી બોલાચાલી ડબલ મર્ડરમાં પરિણમી, સુરતનો હચમચાવી નાખતો કિસ્સો
Surat Murder Case: સુરતના અઠવા વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી છે. ઓનલાઈન ગેમ બની 2 સગીરોના મોતનું કારણ. મિત્રોએ જ સગીર મિત્રોની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. છરીના ઘા ઝીંકીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો. ગેમનું વધતું વળગણ માણસને કઈ હદે લઈ જઈ શકે તેનું આ આઘાતજનક ઉદાહરણ છે.
ચેતન પટેલ, સુરત: આજકાલ જે રીતે ઓનલાઈન ગેમિંગનું યુવાઓમાં ગાંડપણ જોવા મળી રહ્યું છે તેને પગલે એવા એવા પરિણામો સામે આવી રહ્યા છે જે અત્ચંત આઘાતજનક છે. સુરતના અઠવા વિસ્તારમાં નાનપુરા મટન માર્કેટ પાસે મોડી રાતે મિત્રો વચ્ચે જ ખૂની ખેલ ખેલાયો. જેમાં ગેમ રમવા મુદ્દે મિત્રોએ જ મિત્રોનું કાસળ કાઢી નાખ્યું હોવાની હિચકારી ઘટના સામે આવી છે.
ગેમ રમવા બાબતે થયો હતો ઝઘડો
આ ડબલ મર્ડર કેસના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અઠવા પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીની ફરાર આરોપીઓની શોધ ચાલુ કરી છે. પરિજનોનો એવો આક્ષેપ છે કે આ ઘટના પાછળ ઓનલાઈન ગેમ જવાબદાર છે. ગેમ રમવા મુદ્દે જ મિત્રોએ મિત્રોની હત્યા કરી નાખી. ફ્રી ફાયર ગેમ રમવા બાબતે ઝઘડો થયો હતો. ઘર બહાર ગેમ રમી રહ્યા હતા ત્યારે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. આ ઘટનામાં જીવ ગુમાવનારા બંને મૃતકો સગીર હોવાનું પ્રાથમિક અનુમાન છે.
"આપણી દીકરીઓ ગોલ્ડ મેડલ મેળવે છે, પાટીદારના છોકરાઓ દારૂડિયા થઈ ગયા છે, તો મેળ ક્યાંથી પડશે"
મળતી માહિતી મુજબ 5 સગીરો ફ્રી ફાયર ગેમ રમી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પાંચ પૈકી 3 જે સગીર છે તેમના દ્વારા અન્ય બે સગીર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હતો. ત્યારબાદ બંને ઈજાગ્રસ્ત સગીરોને સારવાર અર્થે સુરત સિવિલમાં લઈ જવાયા હતા. પરંતુ સારવાર દરમિયાન બંને સગીરોનું કરુણ મોત નિપજ્યું. ઘટનાને અંજામ આપીને ત્રણેય સગીરો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.
ભાગી ગયેલા સગીર આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે. ફ્રી ફાયર ગેમ રમતા હતા અને આ દરમિયાન પાંચેય મિત્રો વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો હત્યા સુધી પહોંચી ગયો. પરિવાર હાલ ન્યાયની માંગણી કરી રહ્યો છે.
જેલની અભેદ સુરક્ષામાં ફરી ગાબડું, લાજપોર જેલમાં કેદીના અંડરવેરમાંથી મળ્યો મોબાઈલ
શું કહે છે એક્સપર્ટ?
- આ સમગ્ર મામલો ખુબ જ ચોંકાવનારો છે. બાળકો વચ્ચે ગેમને લઇ હત્યા મામલે મનોચિકિતસ્કનું નિવેદન પણ સામે આવ્યું છે. મનોચિકિત્સક ડો. એમ જે સોનારે કહ્યું કે આ પ્રકારની ગેમમાં કોઈ પણ કારણ વગર જ બાળકો ગેમમાં મારતા હોય છે.
- આ પ્રકારે ગેમ રમતા તેમના મોરલ વેલ્યુ અને ઈમોશન્સનો વિકાસ થતો નથી.
- વર્ચ્યુલ દુનિયામાં વ્યસ્ત રહેતા સોશિયલ કનેક્શન રહેતું નથી.
- બાળક ચીડચીડિયા થતા જાય છે.
- બાળકો આવી ગેમોના સંપર્કમાં ન રહે તે માટે નાના મોટા પગલા લેવા જોઈએ.
- અત્યારે જે બાળકોના જન્મ બાદ પેટર્ન જોઈએ તો બધા ઘરની એજ સમસ્યા છે કે બાળકો ફોનમાં રહે છે.
- ઘરમાં વડીલો લાંબા સમય સુધી મોબાઈલમાં વ્યસ્ત રહે તો જ બાળક મોબાઈલમાં વ્યસ્ત રહે છે.