SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ રચ્યો એક નવો ઇતિહાસ: દિવાળી વેકેશનના માત્ર 6 દિવસમાં 6 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા

Ekta Nagar: દિવાળીના વેકેશનમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં એકતાનગરીએ નવો ઇતિહાસ રચ્યો છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના પ્રવાસન સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. દિવાળીના વેકેશન દરમિયાન માત્ર 6 દિવસમાં 6 લાખથી વધુ પ્રવાસીઓએ એકતાનગરની મુલાકાત લેતાં અત્યાર સુધીનો સૌથી મોટો પ્રવાસી ધસારો નોંધાયો છે. એક તરફ પ્રવાસીઓની રેકોર્ડબ્રેક ભીડ તો બીજી તરફ પ્રવાસીઓ માટે ઊભાં કરાયેલાં નવાં આકર્ષણો અને સુવિધાઓએ એકતાનગરીની રોનકમાં વધારો કર્યો છે.

Written By Kinjal Patel
Published: Nov 14, 2026, 12:51 PM IST | Updated: Nov 14, 2026, 12:52 PM IST
Join

જયેશ દોશી/નર્મદા: દિવાળીના તહેવાર અને વેકેશનની રજાઓનો માહોલ હોય ત્યારે પ્રવાસીઓ પરિવાર સાથે ફરવા નીકળતા હોય છે. ત્યારે ગુજરાતના પ્રવાસન નકશા પર વિશેષ સ્થાન ધરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે. માત્ર છ દિવસમાં છ લાખથી વધુ પ્રવાસીઓએ એકતાનગરની મુલાકાત લીધી છે. પ્રવાસીઓની આટલી મોટી સંખ્યાએ અગાઉના તમામ રેકોર્ડને પાછળ છોડ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાંથી પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા છે. પરિણામે સમગ્ર એકતાનગરી પ્રવાસીઓથી ઉભરાઈ રહી છે

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: PM મોદી દિલ્હી જવા રવાના, ગુજરાતમાં જળસંકટ વચ્ચે સુખદ સમાચાર, સુરતના શ્રદ્ધાળુઓને નડ્યો ગમખ્વાર અકસ્માત

નવાં આકર્ષણોએ વધાર્યું પ્રવાસીઓનું આકર્ષણ

એકતાનગરમાં હવે માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી જ નહીં, પરંતુ પ્રવાસીઓ માટે અનેક નવાં આકર્ષણો પણ ઉમેરાયાં છે. 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી એકતા ક્રૂઝ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બની છે. નદીમાં ક્રૂઝની સફર માણવા માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તે ઉપરાંત નવું બનેલું રેઇન ફોરેસ્ટ, સ્કાય ટાવર, સ્કાયવૉક બ્રિજ અને ગ્લાસ વોક-વે જેવા આકર્ષણો પ્રવાસીઓને રોમાંચક અનુભવ કરાવી રહ્યાં છે. પ્રકૃતિ, આધુનિક સુવિધા અને સાહસિક પ્રવાસનનો અનોખો સમન્વય એકતાનગરને દેશના અગ્રણી પ્રવાસન સ્થળ તરીકે નવી ઓળખ આપી રહ્યો છે

એકતા પ્રકાશ પર્વ અને ભારત પર્વની રોનક 

દિવાળીના વેકેશન દરમિયાન એકતાનગરમાં યોજાયેલા એકતા પ્રકાશ પર્વ અને ભારત પર્વે પણ પ્રવાસીઓનાઆકર્ષણમાં વધારો કર્યો છે.રોશનીથી ઝગમગતી એકતાનગરી, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશનાં અલગ અલગ રાજ્યોની પરંપરાઓ, કલા અને સંસ્કૃતિની ઝાંખી પ્રવાસીઓને એક જ સ્થળે ભારતની વિવિધતામાં એકતાનો અનુભવ કરાવી રહી છે. ભારત પર્વમાં વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત કલા-સંસ્કૃતિને નિહાળવા પ્રવાસીઓ મોટીસંખ્યામાં પહોંચી રહ્યા છે.

મહાદેવ એપ કેસને લઇને CBI નાં દેશવ્યાપી દરોડા; 6 રાજ્યોમાં 33 સ્થળોએ દરોડા, જાણો અમદાવાદ, વડોદરા, સુરત સહિત કોણ છે લિસ્ટમાં..

હોટલો અને ટેન્ટસિટીમાં ફુલ બુકિંગ

પ્રવાસીઓના અભૂતપૂર્વ ધસારાની સીધી અસર એકતાનગરના પ્રવાસન અને સ્થાનિક વ્યવસાય પર પણ જોવા મળી છે. એકતાનગર અને આસપાસની હોટલો, ટેન્ટસિટી તેમજ રો-હાઉસમાં ફુલ બુકિંગની સ્થિતિ જોવા મળી હતી. પ્રવાસીઓની સંખ્યામાં અચાનક થયેલા વધારાને કારણે બસ સ્ટેન્ડ અને પાર્કિંગ સ્થળો પર પણ ભારે ભીડ જોવા મળી હતી. પરિવહન વ્યવસ્થા જાળવવી તંત્ર માટે એક મોટો પડકાર બની હતી. જોકે પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા વધારાની બસો દોડાવવાની સાથે પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.

ગુજરાતના પ્રવાસન, રોજગારી અને આર્થિક વિકાસનું મહત્ત્વનું કેન્દ્ર

પ્રવાસીઓની આટલી મોટી સંખ્યાથી એકતાનગર અને આસપાસના વિસ્તારોમાં પ્રવાસન આધારિત રોજગારી અને વ્યવસાયને પણ વેગ મળ્યો છે.હોટેલ વ્યવસાય, વાહનવ્યવહાર, ખાણીપીણી, સ્થાનિક વેપારીઓ અને પ્રવાસન સાથે જોડાયેલા અનેક લોકોને આ પ્રવાસી ધસારાનો લાભ મળ્યો છે.એકતાનગર હવે માત્ર એક પ્રવાસન સ્થળ નહીં, પરંતુ ગુજરાતના પ્રવાસન, રોજગારી અને આર્થિક વિકાસનું મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું છે.

વિસાવદરના રાજકારણમાં નવો વળાંક: 'આયાતી' ઉમેદવારો સામે લેઉવા પટેલ સમાજ મેદાને, સ્થાનિકોને ટિકિટ આપવા મહાસંમેલન!

એકતાનગરના વધતા પ્રવાસન આકર્ષણનો મોટો પુરાવો 

કુલ મળીને દિવાળીના વેકેશનમાં માત્ર છ દિવસમાં છ લાખથી વધુ પ્રવાસીઓની મુલાકાત એ એકતાનગરના વધતા પ્રવાસન આકર્ષણનો મોટો પુરાવો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈને એકતા ક્રૂઝ, રેઇન ફોરેસ્ટ, સ્કાયવૉક અને ભારત પર્વ સુધીનાં વિવિધ આકર્ષણોએ પ્રવાસીઓને એકતાનગર તરફ આકર્ષ્યા છે. આ પ્રવાસી ધસારો આગામી સમયમાં એકતાનગરને દેશના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં વધુ મજબૂત સ્થાન અપાવશે તે નક્કી છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES