• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /વડોદરા પોલીસની આકાશી સ્ટ્રાઈક: ડ્રોનની નજરથી પકડાયો 17 ગુનાઓમાં નાસતો ફરતો રીઢો ગુનેગાર

વડોદરા પોલીસની આકાશી સ્ટ્રાઈક: ડ્રોનની નજરથી પકડાયો 17 ગુનાઓમાં નાસતો ફરતો રીઢો ગુનેગાર

ગમે તેવો ગુનો કરો પરંતુ ગમે ત્યારે પકડાઈ શકો છો. વડોદરા પોલીસે આધુનિક ટેક્નોલોજીની મદદથી એક રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. આ ગુનેગાર પર 17 જેટલા ગુનાઓ છે અને હવે તે પોલીસની ઝપેટમાં આવી ગયો છે.

Written ByGokani Dhaval
Published: Oct 07, 2026, 09:08 PM IST|Updated: Oct 07, 2026, 09:24 PM IST
joinshare
વડોદરા પોલીસની આકાશી સ્ટ્રાઈક: ડ્રોનની નજરથી પકડાયો 17 ગુનાઓમાં નાસતો ફરતો રીઢો ગુનેગાર

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ભારતીય બોલરે ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ, 14 વિકેટ લઈને બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

ભારતીય બોલરે ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ, 14 વિકેટ લઈને બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

2

વડોદરા પોલીસની આકાશી સ્ટ્રાઈક: ડ્રોનની નજરથી પકડાયો 17 ગુનાઓમાં નાસતો ફરતો રીઢો ગુનેગાર

3

IMFની મોટી ચેતવણી, મોંઘા ક્રૂડ ઓઈલથી હજુ નહીં મળે રાહત! જાણો ક્યાં સુધી રહેશે ઊંચા ભાવ

4

ગુજરાતનો સૌથી મોટો એસી ડોમ અને 51 શક્તિપીઠ દર્શન: અમદાવાદમાં અનોખા અને ભવ્ય અંદાજમાં રમાશે ગરબા

5

દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા કરવાની તક! કોસ્ટ ગાર્ડમાં 365 પદો પર નીકળી ભરતી, જાણો વિગતો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

કહેવાય છે કે...ગુનેગાર ગમે તેટલો શાણો કેમ ન હોય, કાયદાના લાંબા હાથથી ક્યારેય બચી નથી શકતો! પણ જ્યારે ગુનેગારને પકડવા માટે ડ્રોન પણ સાથ આપે, ત્યારે શું થાય?...વડોદરામાં કંઈક આવો જ રોમાંચક ખેલ ખેલાયો છે! 17-17 ગુનાઓમાં નાસતો ફરતો અને પોલીસ માટે માથાનો દુખાવો બનેલો એક રીઢો ગુનેગાર...કેવી રીતે વડોદરા ક્રાઈમ બ્રાંચના હાથમાં આવ્યો...

ડ્રોન ઉડ્યું...ગુનેગારોનું લોકેશન મળ્યું
આ વિઝ્યુઅલ્સ સાક્ષી છે વડોદરા પોલીસની આધુનિક અને સચોટ કામગીરીના...વડોદરા શહેરમાં વધતી ઘરફોડ ચોરીઓને નાથવા માટે પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાંચની ટીમ એક્શન મોડમાં હતી...તેવામાં બાતમી મળી કે ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલો અને 17 ગુનાઓમાં વોન્ટેડ રીઢો ગુનેગાર ગુરુમુખસિંગ બાબરી ખોડીયારનગર વિસ્તારમાં છુપાયેલો છે...પોલીસને આશંકા હતી કે તે ભાગી શકે છે, એટલે જ જમીન પર પોલીસની ટીમ ગોઠવાઈ અને આકાશમાં ઉડ્યું ક્રાઈમ બ્રાંચનું ડ્રોન!

આ પણ વાંચોઃ ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નું વડનગરમાં સમાપન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આ નેતાઓ

ખોડીયારનગરની ગલીઓમાં ડ્રોન કેમેરા ફરતા જ આરોપીઓનું ચોક્કસ લોકેશન ટ્રેસ થઈ ગયું...જેવો પોલીસનો કાફલો આગળ વધ્યો, ગુનેગારોએ ભાગવાની કોશિશ કરી...પણ ઉપર આકાશમાં ઉડતા ડ્રોનથી બચવું અશક્ય હતું...ક્રાઈમ બ્રાંચની ટીમે આખા વિસ્તારને કોર્ડન કરી લીધો અને ભાગવા જતા ત્રણેય આરોપીઓને રંગેહાથ દબોચી લીધા...પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર ગુરુમુખસિંઘ બાવરી, દશરથ મારવાડી અને કિરપાલસિંગ જુનીનો સમાવેશ થાય છે...તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલ અને બે મોટરસાઈકલ મળી કુલ 4.58 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે.

આ ત્રણ રીઢા ગુનેગારોની ધરપકડ સાથે જ વડોદરાના સમા, મકરપુરા, વાડી અને છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી કુલ સાત ઘરફોડ ચોરી અને વાહનચોરીના ગુનાઓનો ભેદ એકસાથે ઉકેલાઈ ગયો છે. વડોદરા ક્રાઈમ બ્રાંચના આ હાઈટેક ડ્રોન ઓપરેશનથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે...હાલ તો આ ત્રણેય જેલના સળિયા પાછળ ધકેલાયા છે અને પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

વડોદરા પોલીસની આ આકાશી સ્ટ્રાઈકે ગુનેગારોને સ્પષ્ટ અને કડક સંદેશ આપી દીધો છે કે, હવે ગુનો કરીને ગમે તેટલી ગલીઓમાં છુપાશો, કાયદાના લાંબા હાથ અને પોલીસની ત્રીજી આંખ તમને પાતાળમાંથી પણ શોધી કાઢશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News