• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નું વડનગરમાં સમાપન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આ નેતાઓ રહ્યાં હાજર

‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નું વડનગરમાં સમાપન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આ નેતાઓ રહ્યાં હાજર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સરકારના વડા તરીકે 25 વર્ષ પૂર્ણ કર્યાં છે. 7 ઓક્ટોબર 2001ના નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારબાદ 2014મા દેશની કમાન સંભાળી હતી. આ પ્રસંગે વડનગરમાં આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, બંગાળના મુખ્યમંત્રી સુવેંદુ અધિકારી સહિત અન્ય નેતાઓ હાજર રહ્યાં હતા.

Written ByGokani Dhaval
Published: Oct 07, 2026, 07:50 PM IST|Updated: Oct 07, 2026, 08:11 PM IST
joinshare
‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નું વડનગરમાં સમાપન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આ નેતાઓ રહ્યાં હાજર

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ગુજરાતનો સૌથી મોટો એસી ડોમ અને 51 શક્તિપીઠ દર્શન: અમદાવાદમાં અનોખા અને ભવ્ય અંદાજમાં રમાશે ગરબા

ગુજરાતનો સૌથી મોટો એસી ડોમ અને 51 શક્તિપીઠ દર્શન: અમદાવાદમાં અનોખા અને ભવ્ય અંદાજમાં રમાશે ગરબા

2

દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા કરવાની તક! કોસ્ટ ગાર્ડમાં 365 પદો પર નીકળી ભરતી, જાણો વિગતો

3

ગુજરાત માહિતી આયોગ દ્વારા માહિતીનો અધિકાર સપ્તાહ-2026ની ઉજવણી

4

‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નું વડનગરમાં સમાપન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આ નેતાઓ રહ્યાં હાજર

5

બારૂદના ઢગલા પર પશ્ચિમ એશિયા: સાઉદી અને હૂથીઓ વચ્ચે લાલ સાગરમાં આર-પારનો જંગ!, જાણો કેમ બન્યા મરણિયા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને સમર્પણના 25 વર્ષ અંતર્ગત દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’માં ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો વડનગર ખાતે ગૌરવપૂર્ણ સમાપન સમારોહ યોજાયો હતો.  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી  સુવેન્દુ અધિકારી, નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી આ સમાપન સમારોહમાં સહભાગી થયા હતા.  અલગ અલગ રાજ્યોમાંથી આવેલા બાઈકર્સ અને સેવા યાત્રીઓનું આ તકે મહાનુભાવો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

શું બોલ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’ના સમાપન પ્રસંગે જણાવ્યું કે, ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવાદાયિત્વ સંભાળ્યું હતું. આજે વડાપ્રધાનએ સતત ૨૫ વર્ષ સુધી જનસેવા અને સુશાસનનું દાયિત્વ નિભાવીને દેશમાં સૌથી લાંબા સમય સુધી સેવાદાયિત્વ આપનાર જનનાયક બનવાનું ગૌરવ મેળવ્યું છે. તેમણે સત્તાને પદ નહિં પરંતુ સેવાનું સાધન માન્યું છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો, નારી શક્તિ અને યુવાનોના કલ્યાણ સાથે દરેક નાગરિકમાં દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો વિશ્વાસ જગાવ્યો છે એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ભૂકંપ અને અન્ય પડકારોને તકમાં પલટાવીને વડાપ્રધાનએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી રાજ્યને 'ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર' બનાવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, બુલેટ ટ્રેન, ગિફ્ટ સિટી અને સેમિકન્ડક્ટર હબ જેવા પ્રકલ્પો તેમના દ્રષ્ટિવંત વિઝનનું જ પરિણામ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સના અભિગમથી દેશમાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. એટલું  જ નહિ, ભારત વિશ્વની ટોપ-૫ ઇકોનોમીમાં સ્થાન પામ્યું છે. તેમના નેતૃત્વમાં કોરોના કાળમાં વેક્સિન સહાય, COP-21 ગ્રીન એનર્જી લક્ષ્યાંકો પૂર્ણ કરવા, કલમ ૩૭૦ નાબૂદી, આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ તેમજ સ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભરત થી ભારતે વૈશ્વિક ક્ષમતા સાબિત કરી છે.

 

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને રાષ્ટ્ર સમર્પણના સફળ 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે, તેમની જન્મભૂમિ વડનગર ખાતે 'વારાણસીથી વડનગર સેવા યાત્રા'ના સમાપન સમારોહમાં સહભાગી થવાનો અવસર ઘણો આનંદપૂર્ણ રહ્યો. આ પ્રસંગે, કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણજી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારીજી, મંત્રીમંડળના મારા સાથીઓ તેમજ પક્ષના કર્મઠ સાથીઓ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિએ વાતાવરણને અનેરી ઊર્જાથી ભરી દીધું. 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આદરણીય મોદીજીની કર્મભૂમિ કાશીની પવિત્ર ઊર્જા અને આધ્યાત્મિક ચેતનાને તેમની જન્મભૂમિ વડનગરની ઐતિહાસિક ધરા સાથે જોડતી આ પ્રેરણાદાયી યાત્રામાં, દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલા યુવા યાત્રીઓનું વડનગરની ધરતી પર ઉષ્માભર્યું સ્વાગત અને અભિવાદન કર્યું. સેવા, સંકલ્પ અને સમર્પણની ભાવનાને ઉજાગર કરતી આ યાત્રા 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' અને રાષ્ટ્રીય એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહી છે. છેવાડાના માનવી સુધી સેવાનો સંદેશ પહોંચાડી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને જમીની સ્તરે ચરિતાર્થ કરતા તમામ યાત્રીઓને હૃદયપૂર્વક અભિનંદન. @narendramodi #25YearsOfSeva #SevaSankalpAbhiyan

— Bhupendra Patel (@Bhupendrapbjp) October 7, 2026

 મુખ્યમંત્રીએ વડાપ્રધાનને ૨૫ વર્ષના સફળ સેવાદાયિત્વ બદલ અભિનંદન પાઠવ્યા હતા. વિકસિત ભારત ૨૦૪૭ના વડાપ્રધાનએ આપેલા સંકલ્પને સાકાર કરવા માટે તેમણે 'We Will Do It'નું જે આહવાન કર્યું છે તે ઝીલી લઈને ગુજરાતની યુવા શક્તિ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે અગ્રેસર રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

 

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી  શિવરાજ સિંહ ચૌહાણ
આ પ્રસંગે  શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ૭મી ઓક્ટોબરનો આ દિવસ ઐતિહાસિક છે. વડનગરની આ પવિત્ર ભૂમિએ દેશને એક એવો વિરલ લાલ આપ્યો છે, જેમણે સમગ્ર વિશ્વમાં ભારતની વિજય પતાકા લહેરાવી છે. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ મુખ્યમંત્રી તરીકે સેવા કાર્યોની જે યાત્રા શરૂ થઈ હતી, તે માત્ર શાસન નહોતું, પરંતુ રાષ્ટ્રના પુનઃનિર્માણનો મહાયજ્ઞ હતો.

સતત ૨૫ વર્ષ સુધી એક પણ દિવસનો આરામ લીધા વગર, અટક્યા વગર અને ઝૂક્યા વગર દેશના વિકાસ અને ગરીબોના કલ્યાણ માટે કાર્ય કરવું એ અભૂતપૂર્વ સિદ્ધિ છે તેમ તેમણે વડાપ્રધાનના સેવા દાયિત્વની સરાહના કરતા જણાવ્યું હતું.

મદ્ ભગવદ્ ગીતાના શ્લોકોને ટાંકીને કેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાનના વ્યક્તિત્વને બિરદાવતા કહ્યું કે, ગીતામાં દર્શાવેલા 'સાત્વિક કર્તા'ના તમામ ગુણો વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીમાં જોવા મળે છે. તેઓ રાગ-દ્વેષ અને અહંકારથી પર રહીને ધૈર્યના પ્રતિક બન્યા છે. કોરોના મહામારીનું ઘોર સંકટ હોય કે આતંકવાદ સામેનો આકરો પ્રહાર, તેમણે હંમેશા દેશને મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું છે. ઓપરેશન સિંદૂર  જેવા પગલાંઓ થકી આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવ્યો છે.

 

मोदी जी हैं, तो भारत सुरक्षित है। मोदी जी हैं, तो भारत का विकास है। #25YearsOfSeva https://t.co/gaQD6tglnw

— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) October 7, 2026

 કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, ૧૦૦ વર્ષ પહેલાં એક નરેન્દ્ર સ્વામી વિવેકાનંદજીએ ભવિષ્યવાણી કરી હતી કે, ભારતમાતા ફરી એકવાર જાગૃત થઈને વિશ્વગુરુના પદ પર બિરાજમાન થશે. આજે બીજા નરેન્દ્ર  નરેન્દ્રભાઈ મોદીના મજબૂત અને સંકલ્પબદ્ધ નેતૃત્વ હેઠળ ભારત વિશ્વગુરુ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.

 

બાઈક રેલી થકી વારાણસીથી વડનગર સુધી સ્વચ્છતા અને વૃક્ષારોપણ જેવા સામાજિક કાર્યો કરતા આવેલા યુવાનોને બિરદાવતા તેમણે જણાવ્યું કે, દેશનો સાચો યુવા એ છે જેના હૃદયમાં દેશદાઝ હોય અને જેના પગમાં ગતિ હોય. રાજકીય અરાજકતા ફેલાવનારા તત્વો સામે દેશનો યુવા વર્ગ વિકાસ અને રાષ્ટ્ર સેવાના માર્ગે અગ્રેસર છે.

સુવેન્દુ અધિકારી, મુખ્યમંત્રી, પશ્ચિમ બંગાળ 
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ઉપસ્થિત સૌ નાગરિકોને પશ્ચિમ બંગાળની જનતા વતી કોટિ-કોટિ વંદન કરીને વડનગરની પાવન અને ઐતિહાસિક ભૂમિ પર પધારીને ગૌરવની અનંત અનુભૂતિ વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, આ એ જ પવિત્ર માટી છે જેણે દેશને વડાપ્રધાન  નરેન્દ્ર મોદી જેવા વિઝનરી જનનાયક આપ્યા છે. વડાપ્રધાનના દ્રષ્ટિવંત અને સશક્ત નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ અને ગરીબ કલ્યાણના મંત્ર સાથે વિકાસ અને સુશાસનના એક નવા યુગનો મંગલ પ્રારંભ થયો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના કુશળ માર્ગદર્શન હેઠળ દેશના ખૂણે-ખૂણે ખેડૂતોનું કલ્યાણ, ગ્રામીણ વિકાસ, રોડ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ, પીએમ આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ તથા એવિએશન ક્ષેત્રે ઉડાન યોજના જેવા અનેકવિધ જનકલ્યાણકારી પ્રકલ્પો થકી છેવાડાના સામાન્ય માનવી સુધી સરકારી યોજનાઓના લાભો સીધા અને પારદર્શી રીતે પહોંચી રહ્યા છે.

આઝાદીના અમૃત કાળમાં ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે આજે સમગ્ર દેશના નાગરિકો એકજૂથ થઈને 'વી વિલ ડૂ ઈટ' (We Will Do It) ના બુલંદ નારા સાથે એકતા અને ઉત્સાહપૂર્વક જોડાયા છે.  અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણને સાંકળતી આ વારાણસીથી વડનગર ‘સેવા યાત્રા’એ દેશની અખંડિતતા, સામાજિક સમરસતા અને સાંસ્કૃતિક ચેતનાને નવી ઊર્જા પૂરી પાડી છે.

मुख्यमंत्री भूपेंद्रभाई पटेल और हर्ष संघवी जी के नेतृत्व में गुजरात ने 3 लाख+ बांग्लादेशी घुसपैठियों को बाहर निकालने का काम किया है। - श्री @SuvenduWB , मुख्यमंत्री, पश्चिम बंगाल https://t.co/0Pefwbgb8j

— BJP Gujarat (@BJP4Gujarat) October 7, 2026

ભાજપના પ્રદેશ અધ્યક્ષ શું બોલ્યા
સેવા યાત્રાના સમાપન સમારોહમાં નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ  જગદીશ વિશ્વકર્માએ સ્વાગત પ્રવચન કરતા કાશીની પવિત્ર ધરા તથા દેશના વિવિધ પ્રદેશોમાંથી પધારેલા બાઇકર્સ અને યુવાનોને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજનો દિવસ અત્યંત ઐતિહાસિક અને સુવર્ણ અવસર સમાન છે. ૭મી ઓક્ટોબર ૨૦૦૧ના રોજ  નરેન્દ્ર મોદીએ શાસનધુરા સંભાળી હતી અને આજે તેમના જનસેવા તથા સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અભિયાન અંતર્ગત યુવાનોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરવાનો પ્રેરક અવસર પ્રાપ્ત થયો છે.

જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની ૨૫ વર્ષની આ યાત્રા ‘જન સેવા થી રાષ્ટ્ર સેવા’ અને ‘સંકલ્પથી સિદ્ધિ’ સુધીની સમર્પિત યાત્રા છે. ૨૦૦૧માં રાજ્યના મુખ્યમંત્રી પદથી લઈને દેશના પ્રધાન સેવક તરીકે તેમણે પ્રત્યેક ક્ષણ દેશવાસીઓની સેવામાં સમર્પિત કરી છે. દેશના આર્થિક માળખાને સુદ્રઢ કરવાથી લઈને સુશાસન અને રાષ્ટ્રનિર્માણના મંત્ર સાથે તેમણે ભારતને વિશ્વપટલ પર ગૌરવ અપાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના જનસેવાના સંકલ્પ અને પ્રેરણાને જન-જન સુધી પહોંચાડવાના ભાગરૂપે યોજાયેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’ યોજાઈ હતી. આ યાત્રા દરમિયાન અનેક યુવા સેવા યાત્રીઓ સહિત ૫૦૦ બાઇકર્સે ૧૦ રાજ્યોના સેંકડો ગામો અને શહેરોમાં ભ્રમણ કરીને સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ, નશા મુક્તિ અને જનસંવાદ જેવા અનેક સામાજિક કાર્યો હાથ ધર્યા હતા. આ અભિયાનમાં લાખો નાગરિકો સહભાગી બન્યા હતા અને સ્વયં વડાપ્રધાનએ ઓનલાઈન જોડાઈને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ યાત્રામાં વડનગરના શર્મિષ્ઠા તળાવનું પવિત્ર જળ કાશી વિશ્વનાથ પહોંચાડાયું હતું અને વારાણસીથી લવાયેલા પવિત્ર જળ વડે વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરી બે આધ્યાત્મિક નગરીઓના અતૂટ સંબંધને ચરિતાર્થ કરવામાં આવ્યો હતો.

जनसेवा से राष्ट्रसेवा के 25 वर्ष... सेवा संकल्प अभियान के तहत वाराणसी से वडनगर तक की #SevaYatra के समापन समारोह में सम्मिलित हुआ। इस अवसर पर मुख्यमंत्री श्री @Bhupendrapbjp जी, केंद्रीय मंत्री श्री @ChouhanShivraj जी, पश्चिम बंगाल के मुख्यमंत्री श्री @SuvenduWB जी, प्रदेश प्रभारी श्री @tarunchughbjp जी, उपमुख्यमंत्री श्री @sanghaviharsh जी एवं अन्य गणमान्य अतिथियों के साथ सेवा यात्रियों का सम्मान कर उनका स्वागत-अभिनंदन किया। #SevaSankalpAbhiyan #25YearsOfSeva

— Jagdish Vishwakarma (@iJagdishBJP) October 7, 2026

 સેવા યાત્રાના સમાપન સમારોહમાં રાજ્ય સરકારના મંત્રી સર્વે  ઋષિકેશભાઈ પટેલ, કૌશિકભાઈ વેકરિયા, પ્રવીણભાઈ માળી, કમલેશભાઈ પટેલ, ગુજરાત પ્રદેશના પ્રભારી  તરુણ ચુગ,   સાંસદ સર્વે  હરિભાઈ પટેલ  મયંક નાયક,  રાજેન્દ્રભાઈ શુક્લ, મધ્ય પ્રદેશના સાંસદ  વી. ડી. શર્મા, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ  નિતિનભાઈ પટેલ, ધારાસભ્ય સર્વે   કિરીટભાઈ પટેલ  મુકેશભાઈ પટેલ  સરદારભાઈ ચૌધરી  સુખાજી ઠાકોર, રાજેશ ચાવડા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી  નિતિનભાઈ પટેલ, મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન  અશોકભાઈ ચૌધરી, મહેસાણા જિલ્લા ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન  વિનોદભાઈ પટેલ, વડનગર નગરપાલિકાના પ્રમુખ, સેવા સંકલ્પ અભિયાન ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ અને પૂર્વ મંત્રી  બ્રિજશ મેરજા, ભાજપ પ્રદેશના મહામંત્રી  પ્રશાંતભાઈ કોરાટ, ઉપપ્રમુખ  નટુજી ઠાકોર, અગ્રણી  ભરતભાઈ પંડ્યા,  સીતાબેન પટેલ, ગિરીશભાઈ રાજગોર, મહેસાણા જિલ્લાના પ્રભારી  ભરતભાઈ ડાંગર સહિત બાઇક ચાલકો, પ્રબુદ્ધ નાગરિકો અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News