SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

70થી વધુ વિધાનસભા બેઠકો પર નિર્ણાયક છે પાટીદાર અને આંજણા સમાજ, જાણો વસ્તી, પ્રભાવ અને બેઠકોનું સંપૂર્ણ ગણિત

ગુજરાતમાં આજે સૌથી મોટો મુદ્દો પાટીદાર-આંજણા સમાજની એકતાનો ચર્ચામાં છે. પ્રફુલ પટેલના નિવેદન બાદ આ મુદ્દે વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે આપણે તે જાણવાનો પ્રયાસ કરીશું કે આ સમાજની વસ્તી કેટલી છે, તેમનો પ્રભાવ રાજકીય દ્રષ્ટિએ કેટલો છે અને કઈ-કઈ બેઠકો પર તેઓ જીત-હારમાં ભૂમિકા ભજવે છે.

Written By Gokani Dhaval
Published: Nov 25, 2026, 18:45 IST | Updated: Nov 25, 2026, 18:51 IST
Join

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ આ પહેલા સમાજો અને જ્ઞાતિઓની એકતાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠામાં યોજાયેલી એક કાર્યક્રમમાં પ્રફુલ પટેલે પાટીદાર અને આંજણા સમાજને એક થવાની હાકલ કરી છે. ત્યારબાદ આ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. ત્યારે આપણે તે જાણવાનો પ્રયાસ કરીશું કે કડવા, લઉઆ પાટીદાર અને આંજણા સમાજની વસ્તી કેટલી છે, રાજકીય દ્રષ્ટિએ આ સમાજ ક્યા વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે.

ગુજરાતના રાજકીય સમીકરણ અને પાટીદાર-આંજણા સમાજ

ગુજરાતમાં રાજકીય દ્રષ્ટિએ પાટીદાર અને આંજણા સમાજ હંમેશા નિર્ભાયક ભૂમિકા ભજવતા આવ્યા છે. રાજ્યની કુલ વસ્તીમાં આ ત્રણેય સમાજનો હિસ્સો આશરે 14.5 ટકાથી 17 ટકા જેટલો છે. આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં લેઉઆ પાટીદાર સમાજની વસ્તી સૌથી વધુ 65થી 75 લાખ (8થી 9 ટકા) જેટલી છે. ત્યારબાદ કડવા પટેલની વાત કરવામાં આવે તો તેની વસ્તુ 45થી 55 લાખ (5થી 6 ટકા) છે. આ સિવાય આંજણાની વાત કરવામાં આવે તો અંદાજે 15થી 25 લાખ (1.5થી 2 ટકા) છે.

પટેલોની કેટલી વસતી?

સમાજસંખ્યાટકાવારી
લેઉવા પાટીદાર65થી 75 લાખ8થી 9 ટકા
કડવા પાટીદાર45થી 55 લાખ5થી 6 ટકા
આંજણા પટેલ15થી 25 લાખ1.5થી 2 ટકા

રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પ્રભુત્વ

જો તેના પ્રાદેશિક પ્રભાવની વાત કરીએ તો રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં આ ત્રણેય સમાજનું વર્ચસ્વ જોવા મળે છે. લેઉઆ પાટીદાર સમાજનો સૌથી વધુ પ્રભાવ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. બીજીતરફ કડવા પાટીદાર ઉત્તર ગુજરાત અને અમદાવાદ પંથકમાં પકડ ધરાવે છે. જ્યારે આંજણા સમાજનો પ્રભાવ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળે છે.

સમાજપ્રભાવ વિસ્તાર
લેઉવા પાટીદારસૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત
કડવા પાટીદારઉત્તર ગુજરાત, અમદાવાદ
આંજણા પટેલઉત્તર ગુજરાત

ચૂંટણીમાં હાર-જીત નક્કી કરી શકે છે આ સમાજ

ગુજરાતના ચૂંટણી પરિણામો નક્કી કરવામાં આ સમાજના મતદારો મહત્વની ભૂમિકા ભજવે છે. લઉઆ પાટીદારની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર, સુરત, આણંદ અને વડોદરાની આશરે 35થી 40 બેઠકો પર સીધો પ્રભાવ ધરાવે છે. તો કડવા પાટીદાર સમાજ મહેસાણા, પાટણ, ગાંધીનગર અને મોરબી જેવા વિસ્તારોમાં 25થી 35 સીટો પર નિર્ણાયક સાબિત થાય છે. આ રીતે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણની 12થી 15 સીટો પર આંજણા સમાજનું પ્રભુત્વ રહેલું છે.

સમાજપ્રભાવિત બેઠકોમુખ્ય વિસ્તાર / જિલ્લા
લેઉવા પાટીદાર35થી 40 બેઠકસૌરાષ્ટ્ર, સુરત, આણંદ, વડોદરા
કડવા પાટીદાર25થી 35 બેઠકમહેસાણા, પાટણ, ગાંધીનગર, મોરબી
આંજણા પટેલ12થી 15 બેઠકબનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ
રાજ્યમાં વિવિધ હોદ્દાઓ પર આ સમાજના આગેવાનો

ગુજરાતની વર્તમાન રાજનીતિની વાત કરવામાં આવે તો આ ત્રણેય સમાજના આગેવાનો સમાજમાં મહત્વના હોદ્દા પર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ કડવા પટેલ સમાજમાંથી આવે છે. આ સિવાય પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ કડવા પટેલના દિગ્ગજ નેતા છે. બીજીતરફ લઉઆ પાટીદાર સમાજમાંથી જીતુ વાઘાણી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સરકારનો હિસ્સો છે. જ્યારે આંજણા સમાજમાંથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી છે. આ સિવાય સામાજિક અગ્રણી હરિભાઈ ચૌધરી પણ સમાજ અને રાજકારણમાં મોટું નામ ધરાવે છે. આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો વસ્તી, બેઠકો અને અન્ય સમીકરણોને કારણે આ સમાજ ગુજરાતની રાજનીતિમાં મોટી તાકાત ધરાવે છે.

નામજ્ઞાતિહોદ્દો
ભૂપેન્દ્ર પટેલકડવા પાટીદારમુખ્યમંત્રી
નીતિન પટેલકડવા પાટીદારપૂર્વ નાયબ મુખ્યમંત્રી
જીતુ વાઘાણીલેઉવા પાટીદારકૃષિ મંત્રી
પ્રફુલ પાનસેરિયાલેઉવા પાટીદારઆરોગ્ય મંત્રી
શંકર ચૌધરીઆંજણા પટેલવિધાનસભા અધ્યક્ષ
હરીભાઈ ચૌધરી (શેઠ)આંજણા પટેલસામાજિક અગ્રણી


 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES