SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રાજકોટ જિલ્લા પંચાયતના ₹36 કરોડના નવા ભવનમાં ભ્રષ્ટાચારની પોલ ખૂલી: જૂના સળિયા, હલકી સામગ્રી મળતા વિવાદ

રાજકોટમાં જિલ્લા પંચાયતના નવા બની રહેલા ભવનમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. નવા ભવનની બાંધકામમાં વપરાતા સામાની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. આ સિવાય અહીં દારૂની મહેફિલ જામતી હોવાનો પણ ખુલાસો થયો છે.

Written By Gokani Dhaval
Published: Nov 24, 2026, 17:38 IST | Updated: Nov 24, 2026, 17:40 IST
Join

વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ઉધઈ કેવી રીતે લાગી છે, તેનો જીવતોજાગતો પુરાવો રાજકોટમાં સામે આવ્યો છે... રાજકોટ જિલ્લા પંચાયતનું નવું ભવન હજુ તો બનીને તૈયાર થાય તે પહેલાં જ તેમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે... એટલું જ નહીં ચોંકાવનારી વાત તો એ છે કે, આ જ બાંધકામ સાઈટ પર દારૂની મહેફિલો જામતી હોવાનો ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં ઘટસ્ફોટ થયો છે... ભ્રષ્ટાચાર અને બેદરકારીના તંત્રના ખેલ પર જોઈએ આ ખાસ રિપોર્ટ...જનતાની વાતમાં.

36 કરોડના બિલ્ડિંગમાં ભ્રષ્ટાચારની ઉધઈ

રાજકોટ જિલ્લા પંચાયતના નિર્માણાધીન નવા ભવનના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે... જ્યાં હજુ માત્ર 65 ટકા જ કામ પૂર્ણ થયું છે, પરંતુ ભ્રષ્ટાચાર 100 ટકા છતો થયો છે... જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓએ જ્યારે સાઈટ પર સરપ્રાઈઝ વિઝીટ કરી, ત્યારે નબળા બાંધકામની પોલ ખૂલી ગઈ. પદાધિકારીઓનો સીધો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર ડેનિશ સોરઠીયા અને માર્ગ-મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર શિવાંગ ચૌધરીની મિલીભગતથી નવા બિલ્ડિંગમાં જૂના સળિયા, ઈંટોના કટકા અને પ્રતિબંધિત સિલિકા રેતીનો ઉપયોગ થઈ રહ્યો છે. 29 કરોડના અંદાજ સાથે શરૂ થયેલું કામ 36 કરોડે પહોંચ્યું છતાં ગુણવત્તાના નામે મીંડું જોવા મળતાં પદાધિકારીઓએ ડેપ્યુટી ઈજનેરનો બરાબરનો ઉધડો લીધો... અને જો DDO દ્વારા કડક પગલાં નહીં લેવાય તો ખુદ પદાધિકારીઓએ જ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

જૂના સળિયા અને ઈંટોના કટકાથી ચણાતું નવું ભવન!

જિલ્લા પંચાયતના બાંધકામમાં ભ્રષ્ટાચાર બહાર આવતા જ રાજકારણ પણ ગરમાયું છે... કોંગ્રેસે આ મામલે શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા અને પૂર્વ વિપક્ષ નેતા મનસુખ સાકરીયાએ તંત્રને શાબ્દિક રીતે આડેહાથ લીધું.

એક તરફ ઉદ્ઘાટન પહેલાં જ જિલ્લા પંચાયતનું ભવન ભ્રષ્ટાચારના વિવાદમાં સપડાયું છે, ત્યારે આ બાંધકામ સાઈટ પર દારૂબંધીના કાયદાના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા હોવાનો ખુલાસો ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં થયો.. બાંધકામ સાઈટ પર ઠેર-ઠેર દારૂની ખાલી બોટલો, બિયરના ટીન અને દારૂના ચપલા મળી આવ્યા... ત્યારે સરકારી ભવનની અંદર જ દારૂની મહેફિલો જામતી હોવાના પુરાવા સામે આવતા સુરક્ષા અને તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસમાં 12752 ભરતીની જાહેરાત વચ્ચે ભરતી બોર્ડનો મોટો ખુલાસો

અહીં સવાલ જનતાના પરસેવાના 36 કરોડ રૂપિયાનો છે... જો બિલ્ડિંગ બનતી વખતે જ જૂના સળિયા અને હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોય, તો આવતીકાલે આ ભવનમાં બેસનારા અધિકારીઓ અને મુલાકાતીઓના જીવની સુરક્ષાની જવાબદારી કોની?... અને સૌથી મોટો સવાલ એ છે કે શું DDO માત્ર તપાસના આદેશ આપીને સંતોષ માનશે, કે પછી ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને જવાબદાર ઈજનેર સામે કોઈ કડક કાર્યવાહી પણ થશે
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES