માત્ર ત્રણ દિવસમાં જ સર્વાનુમતે ચૂંટાયેલા પ્રમુખ સામે બળવો! આ નગરપાલિકામાં ભાજપના બે જૂથો સામસામે, 17 સભ્યોએ પત્ર લખતાં ખળભળાટ
Chhota Udepur Municipality: છોટાઉદેપુર નગરપાલિકામાં પ્રમુખ બદલાયા અને માત્ર ત્રણ દિવસમાં જ ભાજપમાં ભડકો થયો નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે રજનીબેન રાઠવાની સર્વાનુમતે વરણી બાદ ભાજપના જ બેજુથોના સભ્યો વચ્ચે આંતરિક મતભેદ સામે આવ્યા છે ચીફ ઓફિસરને 17 સભ્યોની સહી વાળો પત્ર આપવામાં આવતા નગર પાલિકા ના રાજકારણ ગરમાયું છે બહુમતી સભ્યોની પૂર્વ મંજૂરી વિના કોઈ બિલ મંજૂર ન કરવા સહિતના પાંચ મુદ્દાઓને લઈને લેખીત રજૂઆત કરવામાં આવી છે. સવાલ એ છે કે ભાજપના મેન્ડેડ પર પ્રમુખની વરણીના માત્ર ત્રણ દિવસમાં જ વિવાદ સર્જાતા જૂથવાદ સામે આવ્યું છે.
Chhota Udepur Municipality: છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપના જ બે જૂથો આમને-સામને આવ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે. 19 ઓક્ટોબરના રોજ વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પર જીતેલા રજનીબેન રાઠવાની નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.પ્રમુખ બન્યાના માત્ર ત્રણ દિવસમાં જ 17 સભ્યોની સહીવાળો પત્ર ચીફ ઓફિસરને આપવામાં આવ્યો છે.પત્રમાં બહુમતી સભ્યોની પૂર્વ મંજૂરી વિના કોઈપણ બિલ મંજૂર નહીં કરવા તેમજ ભરતી કરાયેલા કર્મચારીઓને છૂટા નહીં કરવા સહિતના પાંચ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો .આ પત્ર સામે આવતા જ નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિખવાદ જાહેરમાં આવ્યો.
પ્રદ્યુમ્ન વાજા અને રીવાબા જાડેજાનો શિક્ષણમાં સુધારા કરવાના બદલે 'મોઢું બંધ' કરવાનો પ્રયાસ, હવે સંઘવીની થશે એન્ટ્રી
હવે ભાજપની અંદરની જૂથબંધી ખુલ્લી પડી હોવાનું રાજકીય ચર્ચામાં..
સૌથી મહત્વની વાત એ છે કે આ પત્ર પર ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા 6 સભ્યોની સહી છે. આ ઉપરાંત અન્ય પક્ષોમાંથી ભાજપમાં ભળેલા 10 સભ્યો અને કોંગ્રેસના એક સભ્ય મળી કુલ 17 સભ્યોએ ચીફ ઓફિસરને પત્ર આપ્યો છે.એટલે કે નગરપાલિકામાં બહુમતી ધરાવતા સભ્યોના એક મોટા જૂથ દ્વારા નવા પ્રમુખ સામે સીધી રીતે નહીં, પરંતુ વહીવટી નિર્ણયો અંગે નિયંત્રણની માંગ કરવામાં આવી છે. પ્રમુખની વરણી બાદ આ પ્રકારની રજૂઆત થતાં હવે ભાજપની અંદરની જૂથબંધી ખુલ્લી પડી હોવાનું રાજકીય ચર્ચામાં છે.
છોટાઉદેપુર નગર પાલિકાના ચીફ ઓફિસરને પત્ર
જોકે આ બાબતે નવા વરાયેલા પ્રમુખ નું કહેવું છે કે 17 સભ્યો દ્વારા પત્ર લખ્યો હોવાને લઈ તેવો અંજાણ છે . જે 17 સભ્યો એ ચીફ ઓફિસર ને લખ્યો છે. તે મારા સુધી પહોંચ્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે વિકાસ ના કામો માં દરેક સભ્યો ના સાથ સહકાર ની જરૂર છે. અને સરકાર ની ગાઇડ લાઇન પ્રમાણે વિકાસ ના કામો થશે .17 સભ્યો નીં નારાજગી ને લઈ તેમને જણાવ્યું કે એ સભ્યો મને મળ્યા નથી. ભાજપ માં કોઈ જૂથવાદ નથી એ વાત ઉપજાવી કાઢી છે. સાથે જ નગરપાલિકાની વિવિધ સમિતિઓમાં રહેલા સભ્યોના હોદ્દા અને સમિતિઓની સ્થિતિને લઈને પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બાબતે છોટાઉદેપુર નગર પાલિકાના ચીફ ઓફિસર ને પત્ર આપવા માં આવ્યો છે.
2027ની ચૂંટણી પહેલા કોડીનારના પૂર્વ MLA જે ડી સોલંકી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા, BJP છોડવાનું કારણ અત્યંત ચોંકાવનારું
અગાઉની ચૂંટણીમાં એક પણ સભ્ય હાજર ન રહેતા ચૂંટણી રદ થઈ હતી
ફેબ્રુઆરી 2025માં છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં ભાજપને 8, કોંગ્રેસને 1, અપક્ષને 4, સર્વ સમાજ પાર્ટીને 4, સમાજવાદી પાર્ટીને 6, BSPને 4 અને નવનિર્માણ મંચને 1 બેઠક મળી હતી. જોકે સમય જતા કોંગ્રેસના એક સભ્ય સિવાય બાકીના 27 સભ્યો ભાજપમાં ભળી ગયા હતા ત્યારબાદ વોર્ડ નંબર-4ના આદિજાતિ મહિલા સભ્ય મંજુલાબેન કોળીનો જાતિ દાખલો રદ થતાં પ્રમુખની ચૂંટણીની સ્થિતિ સર્જાઈ હતી. અગાઉની ચૂંટણીમાં એક પણ સભ્ય હાજર ન રહેતા ચૂંટણી રદ થઈ હતી..
આખરે ભાજપના મેન્ડેટ પર ચૂંટણી જીતીને આવેલા રજનીબેન રાઠવાની પ્રમુખ તરીકે વરણી થઈ.
નવા નિમાયેલા રજની બેન માટે ચૂંટણીનો પ્રચાર પણ કર્યો, પણ...
પરંતુ પ્રમુખ બન્યાના ત્રણ જ દિવસમાં 17 સભ્યોનો પત્ર સામે આવતા હવે સવાલ ઉઠી રહ્યો છે કે આ માત્ર વહીવટી મુદ્દો છે કે પછી નગરપાલિકામાં હોદ્દા અને સત્તાની આંતરિક ખેંચતાણ છે આ બાબતો પૂર્વ રેલવે રાજ્ય મંત્રી અને રાજ્ય સભા ના સાંસદ રહી ચૂકેલા નારણ ભાઈ રાઠવા નું કહેવું છે કે જ્યાર થી ચૂંટણી લડી ને જીત્યા ત્યાર થી જ જૂથવાદ જોવાઇ રહ્યો છે. અમે લોકો એ મિનીમાઇજ કરવા નો પ્રયત્ન કર્યો પરંતુ મોવડી મંડળે તેમને સાથે રાખી ને નવા નિમાયેલા રજની બેન માટે ચૂંટણીનો પ્રચાર પણ કર્યો. પરંતુ પ્રમુખ બનાવ્યા બાદ 17 સભ્યો ની ગ્રુપ બનાવ્યું જે પાર્ટી ની શિસ્ત નો ભંગ કર્યો છે.
અમદાવાદ: એક્સપ્રેસ હાઈવે પરથી 25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ફિલ્મી ઢબે ગોઠવેલા ટ્રેપમાં ઝડપાયા કુખ્યાત ડ્રગ્સ પેડલરો
છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો..
નગર પાલિકાના 17 સભ્યો નું ગ્રૂપ બનવી જે રીતે ગૃપ બનાવવા માં આવ્યું છે તેમાં નગર પાલિકા ના ઉપ પ્રમુખ પરવેજ મકરાણી પણ સામેલ છે પરંતુ 17 સભ્યો પૈકી એક પણ સભ્ય કેમેરા સામે કાઈ પણ બોલવા તૈયાર નથી . એટલે સુધી કોઈ ના ફોન ઉઠાવવા માટે પણ તૈયાર નથી. તમામ સભ્યો હાલ ભૂગર્ભ માં છે. છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપના જ સભ્યો વચ્ચેનો મતભેદ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. એક તરફ ત્રણ દિવસ પહેલા જ રજનીબેન રાઠવાની પ્રમુખ તરીકે વરણી થઈ છે, તો બીજી તરફ 17 સભ્યોની સહીવાળો પત્ર ચીફ ઓફિસર ને આપી વિખવાદ ઊભો કર્યો છે જે છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે.