SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દક્ષિણ ગુજરાતના અપડાઉનર્સ માટે મોટા સમાચાર: વલસાડ-સુરત મેમુ ટ્રેનનો વિધિવત પ્રારંભ, હજારો મુસાફરોને મળશે રાહત

Navsari News: દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત વચ્ચે દૈનિક મુસાફરી કરતા નોકરિયાતો અને મધ્યમ વર્ગના લોકો માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલની રજૂઆતને પગલે વિરાર-વલસાડ મેમુ ટ્રેનને હવે સુરત સુધી લંબાવવામાં આવી છે. કોરોના કાળ બાદ ટ્રેન સુવિધાના અભાવે રોડ માર્ગે મોંઘી અને લાંબી મુસાફરી કરવા મજબૂર બનેલા હજારો મુસાફરોના સમય અને નાણાંની આ નવી વ્યવસ્થાથી મોટી બચત થશે.

Written By Kinjal Patel
Published: Oct 02, 2026, 02:18 PM IST | Updated: Oct 02, 2026, 02:30 PM IST
Join

Navsari News: દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત વચ્ચે દરરોજ મુસાફરી કરતા લાખો નોકરિયાતો અને મુસાફરો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. કોરોના કાળથી બંધ થયેલી લોકલ ટ્રેનો અને અપડાઉનમાં પડી રહેલી ભારે હાડમારી વચ્ચે, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને સ્થાનિક સાંસદ સી. આર. પાટીલની આગેવાનીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને કરાયેલી સફળ રજૂઆતના પરિણામે આજે વલસાડ-સુરત મેમુ ટ્રેનનો વિધિવત પ્રારંભ થયો છે. 

'હનુમાનજીએ બચાવ્યા...', કેપ્ટન મચ્છરે PM મોદીને ફોન કોલ પર જણાવી અંદરની હકીકત, હુમલા સમયે કેવી રીતે મળી હિંમત

બપોરના સમયે વલસાડ આવીને પડતર રહેતી વિરાર મેમુને હવે સુરત સુધી લંબાવવામાં આવતાં, છેલ્લા 7 વર્ષથી આર્થિક અને સમયનું નુકસાન વેઠતા મધ્યમ વર્ગમાં ભારે હર્ષની લાગણી છવાઈ છે. દક્ષિણ ગુજરાતના રેલવે વ્યવહાર માટે આજનો દિવસ એક આશીર્વાદ સમાન સાબિત થયો છે. કોરોના મહામારી બાદ અનેક ટ્રેનો બંધ થતાં નવસારીથી વાપી અને સુરત તરફ રોજગાર અર્થે જતાં હજારો મુસાફરોને રોડ માર્ગે મોંઘી સફર કરવા મજબૂર બનવું પડતું હતું. 

અમદાવાદીઓને મોંઘવારીનો વધુ એક ડામ: હવે એરપોર્ટ પર કોઈને મુકવા કે લેવા જવું પણ મોઘું પડશે

નવસારી રેલવે સલાહકાર સમિતિના સભ્ય જયદીપ દેસાઈની આ વ્યવહારુ રજૂઆતને સાંસદ સી. આર. પાટીલે દિલ્હી દરબાર સુધી પહોંચાડીને આખરે મંજૂરી અપાવી છે. આ નવી વ્યવસ્થા મુજબ, વલસાડથી ઊપડી આ મેમુ ટ્રેન બપોરે 3:18 કલાકે નવસારી થઈ સુરત પહોંચશે અને સાંજે 6 કલાકે સુરતથી પરત નવસારી આવી વલસાડ થઈ વિરાર તરફ આગળ વધશે.

આજે નવસારી રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને મેયર અશોક ધોરાજીયા સહિતના નેતાઓની વિશેષ ઉપસ્થિતિમાં આ ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેણે વર્ષો જૂની હાડમારીનો અંત આણ્યો છે. 

ભાજપના સાંસદ રાજેશ શુક્લની જીત સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન; જાણો કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ

છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રેનની સુવિધાના અભાવે રોડ માર્ગે મુસાફરી કરી બજેટ અને સમય બંને ગુમાવતા દક્ષિણ ગુજરાતના અપડાઉનર્સ માટે આ નિર્ણય માત્ર એક ટ્રેનની શરૂઆત નથી, પરંતુ તેમના દૈનિક જીવનની મોટી રાહત છે. પ્રજાની સાચી રજૂઆત જો યોગ્ય સ્તરે પહોંચે તો કેવા સુખદ પરિણામો આવી શકે, આ મેમુ ટ્રેન તેનો જ્વલંત પુરાવો છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES