Gandhinagar News: રાજ્ય સરકારના પેન્શનરો માટે એક ખુશખબર આપ્યા છે. સરકારના પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે નાણા વિભાગે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે કર્મચારીઓ અને પેન્શનરો પાંચમા પગાર પંચ મુજબ પેન્શન મેળવી રહ્યા છે, તેમના મોંઘવારી ભથ્થામાં જંગી વધારો મંજૂર કરવામાં આવ્યો છે. જી હા... સરકારના પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને હંગામી વધારો 381 ટકાથી વધારીને સીધો 443 ટકા કરવામાં આવ્યો છે.
ગુજરાતના સરકારના નાણા વિભાગે પાંચમા પગાર પંચ હેઠળ પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓનો મોંઘવારી વધારો હાલના 381 ટકાથી વધારીને સીધો 443 ટકા કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી હજારો પેન્શનરો અને તેમના પરિવારજનોની માસિક આવકમાં નોંધપાત્ર વધારો થશે. સરકાર દ્વારા જુલાઈ 2022 થી જાન્યુઆરી 2024 સુધીના સમયગાળા માટે આ વધારો તબક્કાવાર રીતે મંજૂર કરવામાં આવ્યો છે.
રાજ્યના નાણા વિભાગની મંજૂરી પછી જુલાઈ 2021 થી જૂન 2024 સુધીના કુલ 131 ટકા એરિયર્સની ચુકવણી પણ પેન્શનરોને કરવામાં આવશે. જાન્યુઆરી 2024થી સુધારેલું 443 ટકા ભથ્થું ચૂકવવા માટે સરકારે સત્તાવાર ઠરાવ બહાર પાડી દીધો છે.