SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મહેસાણા, સુરેન્દ્રનગર, આણંદ સહિત રાજ્યની નવી 9 મહાનગરપાલિકાઓ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

ગુજરાતની નવરચિત 9 મહાનગરપાલિકાઓને વિના મુલ્યે ફાળવાશે સરકારી જમીન; રાજ્ય સરકારે નિયમોમાં 5 વર્ષ માટે ખાસ છૂટછાટ આપી. નવા મહાનગરોમાં મહાનગર સેવા સદન, ફાયર સ્ટેશન, પાણી-ભૂગર્ભ ગટર, પમ્પિંગ સ્ટેશન, ટાઉન હોલ જેવી 11 પ્રકારની સુવિધાઓનો થઈ શકશે વિકાસ. વધુ વિગતો ખાસ જાણો.

Written By Viral Raval
Published: Nov 23, 2026, 11:31 IST | Updated: Nov 23, 2026, 11:36 IST
Join

મુખ્યમંત્રી ભૂપન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યની નવરચિત 9 મહાનગરપાલિકાઓમાં નાગરિક સુવિધાઓના માળખાકીય વિકાસને વેગ આપવા અને જમીન મેળવવા માટે ઊભા થતા આર્થિક ભારણને ઘટાડવા મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત મહાનગરપાલિકાઓને જરૂરી નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે પ્રવર્તમાન જમીન ફાળવણીના નિયમોમાં પાંચ વર્ષ માટે ખાસ છૂટછાટ આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા નેતૃત્વ અને મહેસુલ રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહિડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા આ નિર્ણયથી નવરચિત મહાનગરપાલિકાઓને જાહેર સુવિધાઓ માટે સરકારી જમીન વિના મુલ્યે ઉપલબ્ધ કરાવવાનો માર્ગ સરળ બનશે.

Photos: ગુજરાતના જૈન શ્રદ્ધાળુઓથી ખીચોખીચ ભરેલી બસ બેકાબૂ થઈ ઝાડ સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ, સુરતના દંપત્તિનું મોત

નવરચિત 9 મહાનગરપાલિકાઓને મળશે લાભ

11 પ્રકારની નાગરિક સુવિધાઓ માટે જમીન ફાળવણી

એક હેક્ટર સુધી જમીન ફાળવણીની પ્રક્રિયા સરળ બનાવાઈ

"તલવારો માત્ર રાખી નથી, જરૂરી પડ્યે ઉપયોગ પણ કરું છું", પુત્ર ચૂંટણી લડશે કે નહીં? જાણો શું જવાબ આપ્યો પરસોત્તમ સોલંકીએ

ગૌચર જમીન ફાળવણી અંગે પણ સ્પષ્ટ જોગવાઈ

જાહેર સુવિધાઓ માટે ગૌચર જમીનની જરૂરિયાત ઊભી થાય, તો ગૌચર નીતિ અને ઠરાવમાં દર્શાવેલી શરતો અનુસાર કાર્યવાહી કરવાની રહેશે. ગૌચર જમીન ફાળવવામાં આવે તે કિસ્સામાં તેટલી જ અન્ય સરકારી પડતર જમીન ગૌચર હેડ હેઠળ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. એક હેક્ટરથી વધુ જમીન અથવા ગૌચર જમીનની ફાળવણી માટે રાજ્ય સરકારની મંજૂરી જરૂરી રહેશે.

જમીનની માલિકી સરકારની જ રહેશે

પાંચ વર્ષ માટે નિયમોમાં ખાસ છૂટછાટ

શહેરી વિકાસને વેગ અને મહાનગરપાલિકાઓને આર્થિક રાહત

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES