SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

"તમારી સરકાર હતી ત્યારે ભીલપ્રદેશ કેમ ન આપ્યો, શંકરસિંહ રાજકારણમાંથી ફેંકાઈ ગયા છે એટલે આવું બોલે છે"

શંકરસિંહ વાઘેલાના મેલું ઉપાડવાના નિવેદન પર ભારે હંગામો જોવા મળી રહ્યો છે. હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે 'શંકરસિંહ રાજકારણમાંથી ફેંકાઈ ગયા છે એટલે આવું બોલે છે'. બાપુનું રાજકારણ પૂરું થઈ ગયું છે. મેલું ઉપાડવાની વાત હવે આવતી નથી. ભૂગર્ભ ગટર યોજના દરેક જગ્યાએ છે હવે મેલુ ઉપાડવાની વાત જ નથી. તેમણે કહ્યું કે બાપુ તમને મેલું ઉપાડવાની વાત શોભતી નથી. ભીલ પ્રદેશ માટે અચાનક લાગણી કેમ જાગી?

Written By Viral Raval
Published: Oct 05, 2026, 10:42 AM IST | Updated: Oct 05, 2026, 10:50 AM IST
Join

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સવર્ણ સમાજ વિશે એક એવું નિવેદન આપ્યું કે વાણીયા, બ્રાહ્મણ અને પટેલ સમાજના લોકો લાલઘૂમ થઈ ગયા છે. અત્રે જણાવવાનું કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય  એવી વાતો  થઈ રહી છે. તેમના આ વિવાદિત નિવેદન પર હવે ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પલટવાર કર્યો છે.

શું કહ્યું ભરૂચના સાંસદે?
શંકરસિંહ વાઘેલાના મેલું ઉપાડવાના નિવેદન પર ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, બાપુ એ જે કીધું તેવું હવે બનતું જ નથી હવે તો ભૂગર્ભ ગટર યોજના દરેક જગ્યા એ છે એટલે મેલું ઉપાડવાની વાત જ નથી આવતી. પરિપક્વ નેતા અને એક સમયના સંઘ ના માણસ થઈને આવું બોલે? શંકરસિંહ વાઘેલા રાજકારણમાંથી ફેંકાઈ ગયા છે એટલે આવું બોલે છે શંકરસિંહ ત્યાં જંગલ જમીન મુદ્દે નિરાકરણ માટે ગયા હતા કે આવા નિવેદનો કરવા? બાપુ પણ ભીલીસ્થાનને સમર્થન આપી રહ્યા છે જે યોગ્ય નથી. ભીલપ્રદેશના મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાગબારાનો પ્રશ્ન ઉકેલવાની કગાર પર છે પણ ફોરેસ્ટ વિભાગ અડોડાઈ કરી રહ્યા છે.  

મનસુખ વસાવાના નિવેદનના મહત્વના મુદ્દા

 

ગરૂડેશ્વરના વઘરાલી ગામે યોજાઈ હતી બેઠક
અત્રે નોંધનીય છે કે સાંસદ મનસુખ વસાવાએ ગરુડેશ્વરના વઘરાલી ગામે લોક પ્રશ્નોને લઈને બેઠક યોજી હતી, જેમાં સાંસદે પોતાના ભાષણમાં શંકરસિંહ વાઘેલાના મેલું ઉપાડવા મુદ્દે જાહેર મંચ પર થી કહ્યું કે, બાપુ નું રાજકારણ પૂરું થઈ ગયું છે તો પણ રાજકારણ રમી રહ્યાં છે. અમિત ચાવડા, તુષાર ચૌધરી, અનંત પટેલ અને શંકરસિંહ વાઘેલા સાથે મળીને આ મુદ્દાઓ નક્કી કરીને જ આવ્યા હતા તે જ મુદ્દાઓ લોકો સમક્ષ મુક્યા છે. જંગલ જમીનના પ્રશ્નનો નિકાલ કેવી રીતે આવે તેની પર વાત કરવાની હતી, નહિ કે ભીલપ્રદેશ કે મેલું ઉપાડવા બાબતે.

તેમણે કહ્યું કે જો બાપુ કહેતા હોય તો તમે મુખ્યમંત્રી હતા ત્યારે ભીલપ્રદેશ આપી દેવો હતો ને. તમે કેન્દ્રમાં કાપડ મંત્રી હતા ત્યારે આપી દેવો હતો. ભીલપ્રદેશ મુદ્દે પણ બાપુ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે અને અનંત પટેલ કહે છે કે તીર કામઠા લઈને ગાંધીનગર જઈશું અને ફોરેસ્ટ વિભાગના આર એફ ઓ અને ડી એફ ઓને લાફા વાળી કરવી જોઈએ. ભાઈ એક ધારાસભ્યને આ વાત શોભતી નથી. ચૈતર વસાવાને પૂછો કે અનંત પટેલની વાત માનીને કોઈકને મારવા ગયા અને આજે જેલમાં છે. તેમણે અનંત પટેલને સલાહ આપતા કહ્યું કે આંદોલનને આંદોલનની રીતે લડવું પડે આવા ગપગોળા ના ફેકો.

આ સાથે તેઓ બોલ્યા કે, અનંત પટેલ કહે છે કે મનસુખ વસાવાનું કોઈ સાંભળતું નથી. અરે ભાઈ 7 ટર્મથી સાંસદ છું.  જો મેં કામ ન કર્યા હોય તો પાર્ટી મને 7 ટર્મથી ટીકીટ ન આપે અને હું આદિવાસી સમાજ માટે સરકાર સામે પણ બોલું છું.  હું તુષાર ચૌધરી કે અનંત પટેલની જેમ આંગળી ઉંચી કરવા વાળો નથી.  હું તો સમાજ ના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડીને ઉકેલ લાવવામાં માનું છું. તમને શું ખબર પડે મેં જેટલું કામ કર્યું છે એટલું તમારા કોંગ્રેસના લોકો એ કોઈ કામ નથી કર્યું. આ બધું રાજકારણ છે. બાપુ કે તુષાર ચૌધરી કે અમિત ચાવડાએ મેલું મુદ્દો બધા એ ભેગા થઈને નક્કી કર્યા છે. અસલ મુદ્દા પર કોઈએ ચર્ચા જ નથી કરી. ચૂંટણીમાં કેમ કરીને ગુજરાતમાં ભાગલા પાડો અને રાજ કરો. અંગ્રેજોની નીતિ પર કામ કરી રહ્યા છે. બાપુની જેમ અમે ઠોકમ ઠોક કરીને બોલવા વાળા નથી અમે નક્કર મુદ્દા લઈને ચાલીએ છે.

નવા પ્રોજેક્ટ્સ પર શું બોલ્યા વસાવા
નવા પ્રોજેક્ટ મુદ્દે મનસુખ વસાવાએ કહ્યું કે, નવા પ્રોજેકટ સરકાર લાવે તેની સામે અમને કોઈ વાંધો નથી, પણ વળતર યોગ્ય અને વધારે ચૂકવે નહિ તો અમારે કોઈ નવા પ્રોજેકટ જોઈતા નથી.

આક્રમક મૂડમાં જોવા મળ્યા વસાવા
ગરુડેશ્વર વઘરાલી ગામ ખાતે ક્વોરીના પ્રશ્ને પણ સાંસદ મનસુખ વસાવા આક્રમક મૂડ માં જોવા મળ્યા સાંસદે પોતાની પાર્ટીના અને પંચમહાલ ના પ્રભારી હર્ષદ વસાવા અને જિલ્લા પંચાયત ના પૂર્વ સભ્ય કિરણ વસાવા ને પણ આડે હાથ લીધા. કહ્યું કે, કવોરી ચલાવવાના મુદ્દે તમે તમારો સ્વાર્થ ના જોશો, પોતે પૈસા કમાવવા માટે બીજાને નુકસાન શા માટે કરો છો? હર્ષદ અને કિરણે કવોરી રાખી છે તેની સામે વાંધો નથી પણ જેટલા ભોગ બન્યા છે એમની સાથે ન્યાય થવો જોઈએ.

તેમણે કહ્યું કે, જો ભાજપના જ નેતા ખોટું કરે તો હું જાહેરમાં કહું જ છું. હું સરકાર સામે કે ભાજપ સામે પણ આદિવાસી લોકો માટે બોલું છું. હર્ષદ અને કિરણના પરિવારના લોકો એસી બંગલામાં રહે એસી ગાડીમાં ફરે તો શું આ 62 લોકોનો પ્રશ્ન નથી? કવોરીને કારણે ધૂળ ઉડે છે તો ખેતી નથી કરી શકતા. હર્ષદના કે કિરણના જે મિત્રો હોઈ તે કેજો એમને કે આ પાપ ના કરે એ એક પ્રકારનું પાપ કરી રહ્યા છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES