વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થતા જ સામાન્ય માણસ પર વળી પાછું પડતા પર પાટું જોવા મળ્યું છે. મોંઘવારીનો વધુ એક માર ઝીંકાયો છે. કારણ કે અમૂલે ફરીથી દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ વધારા બાદ હવે અમૂલનું ગોલ્ડ દૂધ પ્રતિલિટર 4 રૂપિયા મોંઘુ થશે, જ્યારે ટોન્ડ દૂધ તાજા પ્રતિ લિટર 2 રૂપિયા મોંઘુ થશે.
અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરનાર ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ સમગ્ર ભારતમાં ફ્રેશ પાઉચ દૂધના મુખ્ય વેરિઅન્ટ્સ/પેક્સના ભાવમાં આશરે 4-5%નો વધારો કર્યો છે. અમૂલના સૌથી વધુ વેચાતા 3% મિલ્ક ફેટના અમૂલ તાજા ટોન્ડ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2 (3.3%નો વધારો) અને 6% મિલ્ક ફેટના અમૂલ ગોલ્ડ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹ 4 (5.5%નો વધારો) કરવામાં આવ્યો છે.
જનતા પર મોંઘવારીનો માર યથાવત........ #milk #amul #cng #gascylinder #petrol #diesel #pricehike #inflation #news #zee24kalak https://t.co/P3oXXkBlcn
— Zee 24 Kalak (@Zee24Kalak) November 11, 2026
ભાઈબીજના દિવસે ગુજરાતવાસીઓને મળી મોંઘવારીની ભેટ https://t.co/zp7I4ynGFI
— Zee 24 Kalak (@Zee24Kalak) November 11, 2026
GCMMF કહે છે કે, અમૂલના સહકારી માળખા દ્વારા ગ્રાહકો પાસેથી મેળવવામાં આવતા મહેસૂલનો 80% હિસ્સો તેમના 36 લાખ દૂધ ઉત્પાદકોને પરત કરવામાં આવે છે. દૂધના વેચાણ ભાવમાં થયેલા આ વધારાનો મોટો હિસ્સો દૂધ ઉત્પાદકો પાસે પાછો જશે. જો કે આ ભાવ વધારો ગ્રાહકો માટે વધતી મોંઘવારીમાં મોટો ઝટકો બની રહે એવું લાગે છે. હમણા જ અમૂલે તેની ઘી સહિતની કેટલીક પ્રોડ્ક્ટસના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારે હવે દૂધના ભાવ પણ વધતા લોકોના ઘરના બજેટ ખોરવાઈ જવાની ભીતિ છે.