ગુજરાત પોલીસમાં 12752 ભરતીની જાહેરાત વચ્ચે ભરતી બોર્ડનો મોટો ખુલાસો, વાયરલ નોટિફિકેશન પર શું કહ્યું? જાણો
Gujarat Police Recruitment 2026: હાલમાં જ ગુજરાત પોલીસમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક લોકોએ તેના વિશે માહિતી શેર કરી છે, ત્યારે ભરતી બોર્ડ દ્વારા તેને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે અને વોટ્સએપ ચાલતા મેસેજ પર પ્રતિક્રિયા આપી છે.
Gujarat Police Recruitment 2026: ગુજરાતના યુવાનો માટે પોલીસ વિભાગમાં જોડાવાનું સપનું સાકાર કરવાની મોટી તક મળવા જઈ રહી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને ગુજરાત પોલીસની મેગા ભરતીની જાહેરાત અંગે માહિતી આપી છે.
ગુજરાત પોલીસમાં 12752 જગ્યાઓ માટે ભરતી કરવાની છે, જેના પર હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી હતી, હર્ષ સંઘવીના ટ્વિટ પ્રમાણે લોકરક્ષક કેડરની કુલ 12752 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ 8233, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1132 અને SRPF કોન્સ્ટેબલ 3107ની ભરતી થવાની છે, જ્યારે બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટની કુલ 225 જગ્યામાં ભરતી કરવામાં આવશે.
ખાખી વર્દી પહેરીને ગુજરાતની સેવા કરવાનું સપનું જોતા યુવાનો માટે આ એક ઉત્તમ અવસર છે. હર્ષ સંઘવીએ યુવાનોને આજથી જ શારીરિક અને લેખિત પરીક્ષાની તૈયારી શરૂ કરવા તેમજ કોઈપણ વચેટિયા કે લાલચ આપનારાઓથી સાવધાન રહેવા અપીલ કરી છે.
જામનગરમાં ખાખી પર જીવલેણ હુમલો, બાચકાની તપાસ કરતાં જ પોલીસ પર પથ્થરમારો, કોન્સ્ટેબલ લોહીલુહાણ
જો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પણ એક ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે, લોકરક્ષક કેડરની ભરતી અંગેની જાહેરાત (નોટિફિકેશન) સત્તાવાર રીતે OJAS કે ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં કેટલાક WhatsApp ગ્રુપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભરતીની ખોટી જાહેરાતો અને ફેક નોટિફિકેશન ફરતું થયું છે. આથી ઉમેદવારોને આવી કોઈપણ ખોટા નોટિફિકેશન કે દસ્તાવેજ જોવા મળે તો તેને તાત્કાલિક ડિલીટ કરવા અને તેના આધારે કોઈ તૈયારી કે પ્રક્રિયા ન કરવા સૂચના આપવામાં આવી છે.
વધુમાં ભરતી બોર્ડે જણાવ્યું હતું કે, ઉમેદવારોએ પોતાની તૈયારી માત્ર સત્તાવાર અને અધિકૃત જાહેરાત મુજબ જ કરવી. ભરતી અંગેની સાચી માહિતી માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટ મુજબ ગુજરાત પોલીસ ભરતીની ખાલી જાહેરાત કરવામાં આવી છે કે 12752 જગ્યાઓ માટે ભરતી કરવાની છે, પણ તેના ફોર્મ ક્યારે ભરાવાના શરૂ થશે અને કેટલા રૂપિયા ફી ચુકવવાની રહેશે સહિતનું સંપૂર્ણ નોટિફિકેશન હજી જાહેર કરવામાં આવ્યું નથી. એટલા માટે ભરતી બોર્ડ દ્વારા યુવાનોને ખોટા નોટિફિકેશનને શેર ન કરવા અને ડિલીટ કરવા ભરતી બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે.