• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /વરસાદ બગાડશે નવરાત્રિ! અંબાલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓની વધારી ચિંતા

વરસાદ બગાડશે નવરાત્રિ! અંબાલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓની વધારી ચિંતા

Ambalal Patel Prediction : રાજ્યભરમાં હાલ ગરબાની રમઝટ જામી છે, ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમી રહ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીએ ગરબા રસિકોની ચિંતા વધારી દીધી છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

Written ByDilip Chaudhary
Published: Oct 15, 2026, 07:40 PM IST|Updated: Oct 15, 2026, 08:00 PM IST
joinshare
વરસાદ બગાડશે નવરાત્રિ! અંબાલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓની વધારી ચિંતા

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
શેર બજારનો સ્માર્ટ આસિસ્ટન્ટ:  Kwala Intel AI ફ્કત 15 સેકન્ડમાં જણાવશે સ્ટોકનો સપોર્ટ, રેઝિસ્ટન્સ અને એન્ટ્રી એક્ઝિટ લેવલ્સ

શેર બજારનો સ્માર્ટ આસિસ્ટન્ટ: Kwala Intel AI ફ્કત 15 સેકન્ડમાં જણાવશે સ્ટોકનો સપોર્ટ, રેઝિસ્ટન્સ અને એન્ટ્રી એક્ઝિટ લેવલ્સ

2

વરસાદ બગાડશે નવરાત્રિ! અંબાલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓની વધારી ચિંતા

3

નોટ આઉટ હતો નમન ધીર? હૈદરાબાદમાં ટીમ ઈન્ડિયા સાથે અન્યાય! સ્ટમ્પિંગને લઈને 5 મિનિટ સુધી ડ્રામા

4

વાવ-થરાદમાં કાળજું કંપાવતી ઘટના! પિતાએ અઢી વર્ષના બાળકને પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો

5

IIT બાબાની મળી લાશ? અભય સિંહની મોતના દાવા પર શું બોલી હરિયાણા પોલીસ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ambalal Patel Prediction : એક તરફ નવલા નોરતાની રમઝટ જામી છે, ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. જેના કારણે ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. ત્યારે ગુજરાતમાં ક્યારે અને કયા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

આગામી 48 કલાકમાં વરસાદની આગાહી

અંબાલાલ પટેલે આગામી 48 કલાકમાં ગુજરાત કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રાના ભાગોમાં અને પૂર્વ ગુજરાતમાં તેમજ રાજસ્થાન બોર્ડરના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાશે.

અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા કે કમોસમી વરસાદ પડી શકે છે. પૂર્વ ગુજરાતમાં પણ વરસાદ પડશે.અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજસ્થાનને બોર્ડર પર આવેલા ગુજરાતના કેટલાક વિસ્તારમાં છાંટા પડશે.

આવી ગઈ ભયાનક આગાહી! મેઘો છેલ્લા નોરતાંની મજા બગડશે, 19 ઓક્ટોબરથી આ જિલ્લાઓમાં માવઠાની આગાહી

બંગાળના ઉપસાગરની સિસ્ટમના કારણે 17થી 20 ઓક્ટોબરે સિસ્ટમ સક્રિય બનશે. સિસ્ટમ બનતા ઉત્તરીય પર્વત ભાગોમાં એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ આવશે.  28 ઓક્ટોબરથી 5 નવેમ્બર બંગાળના ઉપસાગર ચક્રવાત બનવાની શક્યતા.

આ સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ

અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે, પરંતુ આ સિસ્ટમ ઓમાન તરફ જશે. અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. 
દેશના ઉતરીય પર્વતીય પ્રદેશોમાં મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ બનવાની શક્યતા છે.

આ સિસ્ટમથી ગુજરાતના કેટલાક વિસ્તાર કમોસમી વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં 1 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે, તો કેટલાક ભાગોમાં બે ઇંચ આસપાસ વરસાદ થશે. આ સિસ્ટમ ગુજરાત માટે ઘણી પ્રભાવિત રહેવાની શક્યતા રહેશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Ambalal Patel