• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /સુદર્શન સેતુ બાદ હવે બનશે બેટ દ્વારકા કોરિડોર: દ્વારકાધીશની નગરીમાં બનશે વિશ્વકક્ષાનું ટુરિઝમ હબ!

સુદર્શન સેતુ બાદ હવે બનશે બેટ દ્વારકા કોરિડોર: દ્વારકાધીશની નગરીમાં બનશે વિશ્વકક્ષાનું ટુરિઝમ હબ!

Devbhumi Dwarka: બેટ દ્વારકાના સર્વાંગી વિકાસનો માર્ગ મોકળો બનશે. 'હોલિસ્ટીક ડેવલોપમેન્ટ' યોજના હેઠળ 31 સર્વે નંબરની જમીન સંપાદિત કરાશે. જગતમંદિર આસપાસની દુકાનો, વાણિજ્યિક ધર્મશાળાઓ અને રહેણાંક મકાનોનું થશે સંપાદન. જમીન સંપાદન અને પુનર્વસનની કામગીરી માટે દ્વારકાના નાયબ કલેક્ટરની નિયુક્તિ.

Written ByKinjal Patel
Published: Oct 16, 2026, 12:11 PM IST|Updated: Oct 16, 2026, 12:31 PM IST
joinshare
સુદર્શન સેતુ બાદ હવે બનશે બેટ દ્વારકા કોરિડોર: દ્વારકાધીશની નગરીમાં બનશે વિશ્વકક્ષાનું ટુરિઝમ હબ!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
કરોડો રૂપિયાના સોનાના દાગીના પહેરીને પોરબંદરની મહિલાઓએ લીધા મહેરના રાસડા, મણીયારા રાસથી સંસ્કૃતિ ખીલી ઉઠી

કરોડો રૂપિયાના સોનાના દાગીના પહેરીને પોરબંદરની મહિલાઓએ લીધા મહેરના રાસડા, મણીયારા રાસથી સંસ્કૃતિ ખીલી ઉઠી

2

OTT Releases: આ વીકેન્ડમાં ઓટીટી પર મળશે ભરપુર મનોરંજન, ચેક કરી લો આ વીકનું લીસ્ટ

3

રિલાયન્સ JIO લાવી રહ્યું છે મેગા IPO : Zee Mediaએ પૂછ્યા સીધાસટ 14 સવાલ, ભરતા પહેલાં વિચારજો

4

સુદર્શન સેતુ બાદ હવે બનશે બેટ દ્વારકા કોરિડોર: દ્વારકાધીશની નગરીમાં બનશે વિશ્વકક્ષાનું ટુરિઝમ હબ!

5

સુરતમાં પણ બનશે બીજું ખોડલધામ: નવરાત્રિ મહોત્સવ દરમિયાન ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની જાહેરાત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

જયદીપ લાખાણી  /દેવભૂમિ દ્વારકા: દ્વારકા દર્શન સર્કિટના મુખ્ય તીર્થસ્થાન અને ભગવાન શ્રીકૃષ્ણની પાવન નગરી એવા બેટ દ્વારકાના વિશ્વકક્ષાના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. ‘હોલિસ્ટીક ડેવલોપમેન્ટ ઓફ બેટ દ્વારકા’ યોજના અંતર્ગત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા બેટ દ્વારકાની આશરે ૧-૦૦-૬૧.૨૩ હેક્ટર (આરે ચો.મી.) જમીનના સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસન હેતુથી અધિકૃત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ બેટ દ્વારકાના કુલ ૩૧ અલગ-અલગ સર્વે નંબર્સની જમીનનું સંપાદન કરવામાં આવશે.

સુરતમાં પણ બનશે બીજું ખોડલધામ: નવરાત્રિ મહોત્સવ દરમિયાન ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની જાહેરાત

રહેણાંક મકાનોનું સંપાદન કરી તે જગ્યા ખુલ્લી કરવામાં આવશે

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત 'બેટ દ્વારકા કોરિડોર'ના પ્રથમ તબક્કાના ભાગરૂપે જગતમંદિર આસપાસના ગીચ વિસ્તારનું વિસ્તૃતીકરણ કરવામાં આવશે. મંદિર પરિસર આસપાસ આવેલી સંખ્યાબંધ દુકાનો, વાણિજ્યિક ધર્મશાળાઓ તથા રહેણાંક મકાનોનું સંપાદન કરી તે જગ્યા ખુલ્લી કરવામાં આવશે. જમીન સંપાદન બાદ આ વિશાળ જગ્યામાં યાત્રાળુઓ માટે આધુનિક અને તમામ પ્રકારની સુવિધાજનક ‘હોલિસ્ટીક ડેવલોપમેન્ટ’ કામગીરી વેગવંતી બનાવાશે.

દ્વારકાના નાયબ કલેક્ટરને ખાસ નિયુક્ત કરાયા

આ સમગ્ર જમીન સંપાદન પ્રક્રિયા 'જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસનમાં વ્યાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમ-૨૦૧૩' (Land Acquisition Act-2013) હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. અસરગ્રસ્તોને યોગ્ય વળતર મળે અને પ્રક્રિયા પારદર્શક રહે તે માટે અધિનિયમની જોગવાઈઓ મુજબ જરૂરી કાર્યો અને ફરજો નિભાવવા માટે દ્વારકાના નાયબ કલેક્ટરને ખાસ નિયુક્ત કરવામાં આવ્યા છે.

Gujarat News Live: ચૈતર વસાવા હાઈકોર્ટના શરણે, ગુજરાતમાં રહેતા વાઘને ડિસેમ્બરમાં પાર્ટનર મળશે, ધંધુકા-ભાવનગર હાઈ-વે પર અકસ્માત

ટાપુ પર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો

આશરે ₹1200 કરોડના ખર્ચે બેટ દ્વારકા અને ઓખા વચ્ચે નિર્માણ પામેલા 'સુદર્શન સેતુ' બાદ ટાપુ પર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સમુદ્રી જળરાશિથી ઘેરાયેલા આ આઈલેન્ડનું પ્રાકૃતિક સૌંદર્ય અને દરિયાઈ જળસૃષ્ટિ નિહાળવા દર વર્ષે લાખો સહેલાણીઓ આવે છે. આ સંજોગોમાં વધતી જતી પ્રવાસી સંખ્યાને પહોંચી વળવા અને બેટ દ્વારકા કોરિડોરના ઝડપી અમલીકરણ માટે જમીન સંપાદનની પ્રત્યક્ષ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News