• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /રીલ જેવી લૂંટ, રિયલમાં ફેલ: અમદાવાદમાં આંગડિયા પેઢીને લૂંટવા આવેલા શખ્સો પોલીસના સળિયા પાછળ!, જાણો ક્યાં ભૂલ કરી

રીલ જેવી લૂંટ, રિયલમાં ફેલ: અમદાવાદમાં આંગડિયા પેઢીને લૂંટવા આવેલા શખ્સો પોલીસના સળિયા પાછળ!, જાણો ક્યાં ભૂલ કરી

Ahmedabad Police : ગુનેગારો ગમે તેટલા શાતિર કેમ ન હોય, પણ કાયદા અને બહાદુરી સામે અંત નિશ્ચિત હોય છે! ત્રણ દેશી તમંચા, ઓગણીસ જીવતા કારતૂસ અને આંગડિયા પેઢીના ટેબલ પર પડેલા 11 લાખ રૂપિયા પર લુટારુઓની નજર! અમદાવાદના ઈસનપુરમાં ગુરુવારે સાંજે એક એવો ખૌફનાક ખેલ ખેલાયો, જેણે સમગ્ર અમદાવાદને હચમચાવી દીધું. કેવી રીતે રચાયો હતો આ આખો બિહારી ગેંગનો માસ્ટર પ્લાન? અને કેવી રીતે પોલીસે ગણતરીની મિનિટોમાં આ ગેંગનો ખેલ ખતમ કરી નાખ્યો? જુઓ સાવધાન ગુજરાતમાં.

Written ByKaran Rajput
Published: Sep 25, 2026, 06:20 PM IST|Updated: Sep 25, 2026, 06:37 PM IST
joinshare
રીલ જેવી લૂંટ, રિયલમાં ફેલ: અમદાવાદમાં આંગડિયા પેઢીને લૂંટવા આવેલા શખ્સો પોલીસના સળિયા પાછળ!, જાણો ક્યાં ભૂલ કરી
Image Credit: Isanpur Robbery

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

2

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

3

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

4

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

5

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bihari Gang busted Ahmedabad : ૩ દેશી તમંચા, 19 જીવતા કારતૂસ અને 10 થી 15 છરીઓ! હથિયારોનો આ આખો જથ્થો કોઈ આતંકવાદી ગેંગનો નથી, પરંતુ અમદાવાદના ઈસનપુરમાં ત્રાટકેલી એક લુટારુ ગેંગનો છે. અમદાવાદના નારોલ બીઆરટીએસ પાસે આવેલી પટેલ મહેન્દ્ર સોમા આંગડિયા પેઢીમાં ગઈકાલે સાંજે લૂંટનો એક એવો હચમચાવતો બનાવ બન્યો, જે કોઈ બોલિવૂડ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવો હતો.

  • માથે તમંચો...ટેબલ પર 11 લાખ
  • એક મિનિટનો ખૌફનાક ખેલ
  • રીલ જેવી લૂંટ...રિયલમાં ફેલ

બે હથિયારધારી લૂંટારૂઓ કાળ બનીને અંદર ઘૂસી ગયા. પેઢીના કર્મચારી અંકિત ગજ્જર કંઈ સમજે તે પહેલાં જ એક લૂંટારૂએ તેમના માથા પર દેશી તમંચો તાણ્યો અને બીજાએ પેટના ભાગે બંદૂક નભાવી બિહારી ભાષામાં ગર્જના કરી. 'પૈસા નિકાલો!' તે સમયે પેઢીની અંદર 11 લાખ રૂપિયાની કેશ પડી હતી.

એક મિનિટ સુધી ઝપાઝપી ચાલી

મોત સામે ઉભું હતું છતાં અંકિત ગજ્જર જરાય ડર્યા નહીં. તેમણે જીવના જોખમે લૂંટારાઓના હાથ પકડી લીધા અને બંને વચ્ચે એક મિનિટ સુધી ઝપાઝપી ચાલી. લૂંટારાઓ ફાયરિંગ ન કરી શક્યા અને આસપાસના લોકો એલર્ટ થતાં જ ગેંગ ભાગી છૂટી.

  • ત્રણ તમંચા...લૂંટનો પ્લાન
  • ફિલ્મી સ્ટાઈલમાં લૂંટનો ખેલ
  • 11 લાખ પર લૂંટારુઓની નજર
  • રીલ જેવી લૂંટ...રિયલમાં ફેલ
  • તમંચા સાથે ત્રાટક્યા...પ્લાન થયો ફેલ

પરંતુ અસલી ટ્વિસ્ટ હવે શરૂ થાય છે. આસપાસના કર્મીઓએ તાત્કાલિક ઈસનપુર પોલીસને ફોન જોડ્યો અને માત્ર ગણતરીની મિનિટોમાં પોલીસનો કાફલો લૂંટારુઓ પર તૂટી પડ્યો.પોલીસ આટલી સુપરફાસ્ટ કેમ પહોંચી? કારણ કે બરાબર 15 દિવસ પહેલાં જ ઈસનપુર પોલીસે આંગડિયા કર્મીઓ સાથે સ્પેશિયલ સિક્યોરિટી મીટિંગ કરીને ડાયરેક્ટ નંબર આપ્યા હતા, જે આ લૂંટમાં બ્રહ્માસ્ત્ર સાબિત થયા.

અલી મહમદ શેખને રંગેહાથ દબોચી લીધા

ઈસનપુર પોલીસે આ ફિલ્મી લૂંટના મુખ્ય માસ્ટરમાઈન્ડ રાજન ધનંજય શાહ અને તેના 60 વર્ષીય મદદગાર અલી મહમદ શેખને રંગેહાથ દબોચી લીધા છે, જ્યારે હથિયાર સપ્લાય કરનાર પ્રીતમ સિંહ હજુ ફરાર છે.

બિહારમાં સેટલ થવાનો આ ખતરનાક શૉર્ટકટ પ્લાન બનાવ્યો

પકડાયેલી આ આખી ગેંગ મૂળ બિહારના સિવાન જિલ્લાની છે. પૂછપરછમાં લૂંટ પાછળનું જે કારણ સામે આવ્યું તે પણ આશ્ચર્યજનક છે...મુખ્ય આરોપી રાજન ચંડોળા તળાવ પાસે ભાડાના મકાનમાં રહેતો હતો, પરંતુ ડિમોલિશનમાં તેનું મકાન તૂટી જતાં તે કંગાળ બન્યો હતો. છૂટક મજૂરીમાં કમાણી ન થતાં તેણે આંગડિયા પેઢી લૂંટીને મળેલા લાખો રૂપિયા સાથે કાયમ માટે બિહારમાં સેટલ થવાનો આ ખતરનાક શૉર્ટકટ પ્લાન બનાવ્યો હતો.પરંતુ કાયદાના લાંબા હાથે લુટારુઓના આ બિહારી પ્લાનને લોકઅપની અંધારી કોટડીમાં બદલી નાખ્યો છે...


જો નાગરિકો બહાદુરી બતાવે અને પોલીસ સમયસર પહોંચી જાય, તો ગમે તેવા ગુનેગારોના મનસૂબા પર પાણી ફરી વળે છે. લૂંટ ચલાવીને લાખો રૂપિયા સાથે બિહાર ભાગી જવાનું સપનું જોનારા આ લુટારુઓને કદાચ ખબર નહોતી કે આ અમદાવાદ છે, અહીં ગુનેગારો માટે કોઈ સ્થાન નથી!.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News